Utkarsh5 Flashcards
Spiritual
*Title
- _ભગવાનના માર્ગમાંથી પાછા કોણ ન પડે ?_
» સાધન, સાધન અને સાધ્યની શુદ્ધિ હોય તો ભગવાનના માર્ગમાંથી ન પડે
Ok
» પંચવિષય જેને જીવનરૂપ મનાણા છે એ સત્સંગમાંથી એને ભગવાનના માર્ગમાંથી પાછો પડ્યા વિના રહે જ નહીં
Ok
» પોતે સમર્પણ કર્યું હોય અને એની સામે કંઈ અપેક્ષા ન રાખે તો ભગવાનના માર્ગમાંથી ન પડે
Ok
» જ્યારે ભગવાનનો નિશ્ચય થયો હોય ત્યારે જ બધી ખામી ટળી ન હોય તોપણ પોતાની ખામીનું ભાન હોય, તેનો અવગુણ હોય અને ભગવાન કે મોટા સંત ખોદે તો પાછો ના પડે
Ok
» પોતાની નબળાઈનો કે ખામીનો ગુણ હોય તો એ પાછો પડી જાય
Ok
» આ વચનામૃત ભગવાનના માર્ગમાંથી પાછો ન પડવાનું છે
Ok
» આપણે જ્યાં નબળા હોઈએ અને એને કોઈ બતાવે ત્યારે મૂંઝવણ થાય પણ જો એ મૂંઝવણમાં પોતાનો અવગુણ લે તો સારું, કહેવાવાળાનો અવગુણ આવે તો પાછો પડી છે
Ok
» પોતાની ખામીનો ગુણ લઈ રાખ્યો હોય અને પછી કોઈ એને ખોદે તો પાછો પડે
Ok
» સાધ્યમાં કે સાધકમાં ખામી હોય તો જ સાધનમાં ખામી આવે
Ok
» સાચો મહિમા હોય તો બરોબરીયા સાથે માન ના આવે
Ok
*Title
- _વાસના ટાળવા માટે કયો આશ્રમ શ્રેષ્ઠ ?_
» ત્યાગાશ્રમમાં વાસના ઓછી કરવી એ સ્વૈછિક છે અને ગૃહસ્થાશ્રમમાં મજબૂરી છે
Ok
» ત્યાગીને નિર્વાસનિક પુરુષમાં હેત હોય તો વાસના કુંઠિત થાય છે અને ગૃહસ્થને વાસના ટાળવાનો ઈરાદો હોય તો ઓછી થાય છે
Ok
» ત્યાગાશ્રમમાં ઉકા ખાચરની જેમ જેને સેવા કરવાનું વ્યસન પડે એની વાસના નિર્મૂળ થાય છે
Ok
» હેત હોય તો સમાસ થાય છે ભેળા રહેવાથી સમાસ નથી થતો
Ok
» જવાબદારીપૂર્વકની અને સાવધાની પૂર્વકની સેવા જ વાસના ઓછી કરે છે
Ok
» ઉકા ખાચરની દ્રષ્ટાંત મહારાજે ત્યાગીઓ માટે આપેલું છે
Ok
» સેવાથી સ્વભાવ વધે પણ છે અને ઘટે પણ છે
Ok
» ગૃહસ્થ થાય એટલે અને વાસના ટળી જાય એવું નથી અને ત્યાગી થાય એટલે એને વાસના ટાળવાનો કોઈ ઉપાય નથી એવું પણ નથી
Ok
» ત્યાગાશ્રમમાં મફતિયા ભોગ છે અને ગૃહસ્થાશ્રમમાં લોહીનું પાણી કરે ત્યારે ભોગ ભોગવી શકે
Ok
» આ વચનામૃત છે એ વાસના કુંઠિત કરવાનું વચનામૃત છે અને મધ્યનું 25મુ વચનામૃત વાસના નિર્મૂળ કરવાનું છે
Ok
» નિર્વાસનિક પુરુષમાં હેત થાય તો તે વૈરાગ્યનું પણ કામ કરે છે
Ok
» જેને વાસનાં ટાળવી હોય એની ટળે છે પછી એ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય
Ok
» નિર્વાસનિક થવા માટે ગૃહસ્થ થવાનું છે ભડભડિયા પૂરા કરવા માટે નહીં
Ok
” તેની ઇચ્છા ન હોય તો હું એ કામ કરી ન શકું “ એવો શાસ્ત્રીજી મહારાજને મોટા સંતોની મરજીનો ભય રહેતો હતો એવું હેત થાય ત્યારે વાસના ટળે
Generate love to the extend that you prevent yourself from doing things that the other person does not like or wish.
*Title
- _ભગવાનના માર્ગમાં Why નક્કી કરવું._
» સંધાન એટલે ભગવાનના ધામમાં જવાનો મુખ્ય ગોલ અને અનુસંધાન એટલે સહાયક ગોલ
Ok
» મહારાજે કહ્યું કે આ બે વાતમાં મારું મન અટકે છે, અટકવાનો અર્થ છે એથી આગળ પણ નહીં અને પાછળ પણ નહીં એજ એટલે એજ, મહારાજે ઉપાસના કહી છે
Ok
» ભગવાનને માર્ગે ચાલેલાને પણ એવું અનુસંધાન નથી હોતુ કે આપણે શું માનવું અને શું ન માનવું
Ok
» એક મત્સર જ એવો દોષ છે કે બધી સારી ક્રિયા કરાવે પણ ફળ કાઇ નહીં
Ok
» Why ચેન્જ કરવું એટલે અંદરનું કલેવર ચેન્જ કરવું અને ઉપાસના એને જ કહેવાય છે
Ok
» મારે આ જોઈએ છે અને આ નથી જોઈતું એનું સ્પષ્ટીકરણ ભગવાનના ભક્તને હોવું જોઈએ
Ok
» પાંચ વાર્તાના અનુસંધાનમાં પહેલું અનુસંધાન સર્વેને મરી જવું છે એટલે કે મૂકવાનું અનુસંધાન
Ok
» છોડવામાં મેળવવા કરતાં પણ વધારે આનંદ હોય છે, આપણને મેળવવામાં આવે છે કારણ કે આસક્તિ છે
Ok
” હું શા માટે કરું છું “ એ Why બદલી નાખે તો પોતાની બધી જ ક્રિયા અને ભગવાનને રાજી માટે થાય છે
Consiously change the reason for doing seva to please God and remember Him will make the activity Upasna.
» છોડવું ફરજિયાત છે જ્યારે મેળવવું એ મરજીયાત
Ok
» અસાધુ પોતાથી આગળ હોય એની સાથે મત્સર રાખે છે અને પાછળ હોય એનો તિરસ્કાર કરે છે
Ok
*Title
- _સત્સંગનું ફળ શું ?_
» સત્સંગનું ફળ છે અંતર જ્યોતિ એટલે કે સત-અસતનો વિવેક, સંગ-કુસંગ ઓળખવો
Ok
» સત્સંગ ઓળખવો મનુષ્ય જન્મનું ફળ છે અને પોતાના કલ્યાણનો માર્ગ હાથમાં આવવો એ સત્સંગનું ફળ છે
Ok
» આપણે સત્સંગનો ઉપયોગ દેહને ટાઢુ કરવા માટે કરીએ છીએ કે જીવને ટાઢુ કરવા માટે એનો તપાસ કરો
Ok
» नही वित्तेन् तर्पणीयो मनुज
એમ ઉપનિષદમાં કહ્યું છે કે માણસને રૂપિયાથી ક્યારેય ધરવ થતો નથી
» રાગ છે એ પ્રવૃત્તિ કરાવે છે, જ્યારે તૃષ્ણા છે એમાં ધરવ જ હોતો નથી
Ok
» અમારે તો શાસ્ત્રીજી મહારાજ વખતનો સત્સંગ છે કે શ્રીજી મહારાજ વખતનો સત્સંગ છે એના કરતાં અત્યારે કેટલો છે એ મહત્વનું છે
Ok
» સત્સંગનું સુખ કોને આવે ? તો જેને લેવું હોય એને આવે સાધુ હોય કે ગ્રહસ્થ હોય, જુના હોય કે નવા
Ok
» એકલી ભક્તિ કરવી એ સત્સંગનું ફળ નથી, પણ ભક્તિ અખંડ ટકી રહે એ સત્સંગનું ફળ છે
Ok
» સત્સંગમાં સારું-સારું ખાવાનું મળે છે, વાહન મળે છે, રહેવાનું મળે છે એ લોહીના સુખ સમાન છે, ઈંતરડીને જેમ દૂધનું સુખ નથી આવતુ પણ લોહીનું આવે છે એમ
Ok
» ભગવાનનો વેગ લગાડવો એટલે ભગવાનની આરાધનાનો વેગ લગાડવો
Ok
» અંતર્દૃષ્ટિ એટલે પોતાના ભૂતકાળનો તપાસ કરો
Ok
» અંતર્દૃષ્ટિ એટલે મહારાજની મૂર્તિનું અંતરમાં ચિંતન કરવું, ખુલ્લી આંખે અથવા બંધ આંખે
Ok
» સત્સંગનું ફળ છે એકાંતિકમાં એકાંતિકપણું આવે અને એકાંતિકમાં હેત થાય
Ok
» અંતર્દૃષ્ટિ કરતા કરતા ક્યારેક ચમકના તીખારાની જેમ તીખારો લાગી જાય તો અંતર જ્યોતિ એટલે કે વિવેક ઉદય થઈ જાય છે
Ok
*Title
- _સાધુમાં કેવું બંધન કરવું ?_
» આને આ દેહે ભગવાન પમાય એવા ગુણો શીખવા અને ભાગવત ધર્મ કહેવાય
Ok
» સાધુમાં કેવળ આસક્તિ નહીં પણ બંધન થાય, બંધાણ થાય ત્યારે મોક્ષનો દરવાજો ખુલે છે
Ok
» જેવું કુટુંબીમાં હેત છે બંધન છે એવું જ બંધન સાધુમાં થાય ત્યારે મોક્ષનું દ્વાર ખૂલે છે
Ok
» પોતાના ગુણોને ભગવાનને રાજી કરવા માટે ઉપયોગ કરે ત્યારે તે ભાગવત ધર્મ થાય છે
Ok
» સાધુમાં બંધન કરે તો ભગવાનમાં બંધન ઓટોમેટીક થઈ જાય છે, ભગવાનમાં બંધન કરે તો સાધુમાં બંધન ઓટોમેટીક ન થાય
Ok
» ભાગવત ધર્મનું inspiring ભાગવત ધર્મને ધારી રહેલા એકાંતિક સંતથી જ થાય છે
Ok
» માણસમાંથી પશુમાં સંસ્કારો આવે છે, પશુમાંથી માણસમાં સંસ્કાર નથી આવતા
Ok
» સાધન દશામાં સાધ્ય કરતા સાધન મહત્વનું હોય છે
Ok
» જેવી રીતે સંસારમાં પોતાનો દેહ ઘસીને કુટુંબીઓને રાજી કરે છે એમ પોતે પણ પોતાના સ્વભાવ અને દેહને ઘસીને સાધુને રાજી કરે તો એને સાધુમાં બંધન થાય છે
Ok
» મહારાજે કીધું છે એટલું આપણે કેટલું કરીએ છીએ ? એવું પોતાને પૂછવું
Ok
» નાના વચનની ખટક ન રહે તો મોટા વચનની પણ ખટક ના રહે
Ok
» જેને નાના વચનની ખટક હોય તે આપત્કાળમાં પણ ધર્મમાંથી ન ડગે અને તેનો સત્સંગ દ્રઢ થાય છે
Ok
» ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ભાગવત ધર્મ છે
Ok
» મોટી આજ્ઞા, મોટા વચન એટલે પંચવર્તમાન સંબંધી આજ્ઞા અને ક્યાં થૂંકવું અને ક્યાં ન થૂંકવું એ નાના વચનો
Ok
» આસક્તિનું પરમ કેન્દ્ર સાધુ હોવા જોઈએ એવો વ્યાસ ભગવાનનો અને મહારાજનો ટોન છે
Ok
» પ્રસંગ એટલે બંધન, અજર એટલે ક્યારે weak ન થાય એવું
Ok
» ભગવાનમાં હેત હોય પણ ભગવાનના સાધુમાં હેત ન હોય તો એના મોક્ષની ગેરંટી નહીં
Ok
*Title
- _સરવાળો સેનો કરવો ?_”
» સાચો ભગત હોય તો એણે સાધન અવસ્થામાં જે સંકલ્પ કર્યો હોય તેને ભગવાન ધામમાં જવા ટાણે પૂરો કરે છે
Ok
» મોટા સંતો એ એવું શીખવાડ્યું છે કે પોતાની ખામીઓનો સરવાળો કરવો સદગુણોનો નહી
Ok
» જગતનો નિષેધ ન થાય ત્યાં સુધી ભગવાનમાં મન લાગતું નથી
Ok
» કોઈનું મન ક્યારેય ભગત થતું નથી માટે મનનો વિશ્વાસ ન કરવો
Ok
» એવો સરવાળો કરવો જોઈએ કે જેનાથી ભગવાનના ધામમાં જવાય
Ok
» મોટા સંતો સમર્થક હતાં તો પણ ગામમાં જવાનું પ્રયાણ કરતા આપણે પણ છોડવાનો અભ્યાસ કરી જાણ કરવું જોઈએ
Ok
» મરવાનું અનુસંધાન એને વૈરાગ્ય કહ્યો અને જીવવાની ઈચ્છા એ ભક્તિ કહી છે
Ok
» જેને અહીંયા નથી રહેવું અને ધામમાં જાવું છે એવું અનુસંધાન છે એને એક જ એક્ઝિટ છે બાકીનાને તો હજારો એકજિટ છે
Ok
» આપણે શું કરવું છે ને ક્યાં જવું છે એના કરતા શું નથી કરવું ને ક્યાંય નથી જવું એ નક્કી કરવું વધારે અગત્યનું છે
Ok
» ખ નો અર્થ આકાશ અને ઇન્દ્રિય બંને થાય છે પણ ઉપનિષદમાં ઇન્દ્રિયો માટે ખાની પદ વાપર્યું છે કારણકે એનું ક્યારેય પૂરું થતું નથી અને આકાશની જેમ કોઈ સ્વાદ આવતો નથી
Ok
» આ લોકમાં કરેલી સેવા એ ભગવાનના ધામની સેવા માટે કારણરૂપ છે એનો અર્થ એવો નથી કે પરમેનેન્ટ અહિયાં રહેવાનો પ્લાન કરવો કારણકે ખામી ટાળવા માટે કહ્યું છે અને પ્રકૃતિ મંડળમાં ગમે તેવી સેવા હોય તો પણ પસંદ નથી થતી વિશેષ પરિસ્થિતિ માટે ભગવાને કહ્યું છે
Ok
*Title
- _ધ્યાનમાં કેવું અનુસંધાન રાખવું ?_
» જ્યાં સુધી જગત જીવનરૂપ મનાયુ છે ત્યાં સુધી ભગવાનની વાટ જોવાની નહીં
Ok
» દિવ્ય દ્રષ્ટિ એટલે દિવ્ય બુદ્ધિ, શાસ્ત્રમાં દ્રષ્ટિ શબ્દનો અર્થ ચક્ષુ અને બુદ્ધિ બંને થયો છે
Ok
» અક્ષરધામમાં બિરાજમાન મહારાજનું સ્વરૂપ અને પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપ બંને એક જ છે, સરખા છે એમ નહીં
Ok
» ધ્યાન કે માનસી પૂજામાં અનુસંધાન અક્ષરધામમાં જે એશ્વર્ય, સામર્થી અને મહિમાએ સહિત મહારાજની મૂર્તિ છે એનું રાખવું, આપણે દર્શન કર્યા હોય એટલું જ નહીં
Ok
» આપણને મહારાજ જેવા મહારાજ પોતાને કહે છે કે સંતો એ કહ્યા છે એવા નથી સમજાતા આપણે જેવા સમજવા હોય એટલા જ સમજાય છે એનું કારણ છે પૂર્વગ્રહ
Ok
» આપણને દિવ્ય બુદ્ધિ તો ભગવાને આપેલી જ છે પણ આપણે આપણા પૂર્વગ્રહોના આધારે જેમ છે એવા મહારાજ મનાતા નથી
Ok
*Title
- _વાસનાને કોણ નિર્મૂળ કરે તપ કે ભક્તિ ?_”
» ધર્મે સહિત ભક્તિ કરવી એવો મહારાજનો સિદ્ધાંત છે એટલે કે તપે સહિત ભક્તિ કરવી
Ok
» તપે સહિત ભક્તિ કરે તો વાસના નિર્મૂળ થાય એકલી ભક્તિ કરે કે એકલું તપ કરે તો નિર્મૂળ ન થાય
Ok
» વાસનાને નિર્મૂળ તો ભક્તિ જ કરે છે પણ તપશ્ચર્યાનું કામ છે કે વાસનાને ક્ષીણ કરવી
Ok
» મહિમા ક્યારેય ખોટો હોતો જ નથી એને કહેનારા ખોટા હોઈ શકે
Ok
» સાધુ મહાત્માનો બદ્ ઇરાદો હોય ને પાછા મહારાજનો મહિમા કહેતા હોય એની સામે કોણ અવાજ ઉઠાવી શકે જેવી રીતે શિવલિંગ ઉપર ઠાકરીયો વિંછિ બેઠો હોય એને કોણ જોડો મારે
Ok
» મહિમાને ઓથે જેટલું પાપ થાય છે એટલું એમનમ નથી થતુ
Ok
» જે ધર્મમાં તપશ્ચર્યા ન હોય એટલે કે કંઈક સહન કરવાનું ન હોય એ ધર્મ જ ન ગણાય
Ok
» તપશ્ચર્યા એટલે ઇન્દ્રિયો અંતઃકરણને પાછા વાળીને ભગવાનમાં જોડવા
Ok
» તપશ્ચર્યાની લિમિટ છે, ઇન્દ્રિયો અંતઃકરણ ભક્તિ કરવા અસમર્થ થઈ જાય એવી તપશ્ચર્યા ન કરવી જ્યારે ભક્તિ અનલિમિટેડ છે
Ok
*Title
- _અરમાન સવાયા પુરા ક્યારે થાય?_”
» રાજીપાનું ફળ પુરુષાર્થના ફળ કરતા એક ડગલું આગળ છે.
Ok
» છેલ્લા સમયે જે બોલ્યા હોય અને જે ક્રિયા કરી હોય એ જીવનનો સારો હોય શાસ્ત્રીજી મહારાજ એમના છેલ્લા સમયે એવું કહેતા કે ભગવાને મારા બધા અરમાન સવાયા પૂરા કર્યા છે, અને મહારાજની મૂર્તિ દેખાય છે.
Ok
» ભજન, સ્મરણ અને વર્તમાનનો એકસરખો દ્રઢાવ કેમ રહે તો સારા અરમાન વાળા સાથે જોડાઈ જાય તો એક સરખો રહે
Ok
» નબળા માણસના નબળા અરમાન પણ ભગવાન પુરા થવા દેતા નથી
Ok
» સારા અરમાનવાળાના સંકલ્પો ભગવાન સવાયા પૂરા કરે છે
Ok
» સાચા સંત પુરુષો કોઈ દિવસ કોઈના ઉપર કુરાજી થતા નથી
Ok
» સંગ સારો મળે તો પામર હોય એ પણ મુક્ત થઈ જાય
Ok
» અરમાન સારા હોય, દેશકાળ પણ સારા હોય અને તો પણ સત્સંગની દ્રઢતા ન થતી હોય તો સમજવું કે નબળા પુરુષોનું સેવન કરે છે.
Ok
» ચાન્સ મળે ત્યારે ભજન કરવું, સત્સંગ કરવો એ શુભ કાળનું ફળ છે અને ચાન્સ મળે ત્યારે સેવા કરીને રાજી કરવા એ શુભ ક્રિયાનું ફળ છે
Ok
» પવિત્ર દેશકાળ, પૂર્વના સારા સંસ્કાર અને પુરુષ પ્રયત્નથી વર્તમાન અને ભગવાનના ભજનની દ્રઢતા આવે છે
Ok
*Title
- _સાચો જ્ઞાની કોને કહેવાય?_”
» જ્ઞાની ભક્તને ભગવાનની સેવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી માટે એ શ્રેષ્ઠ છે
Ok
» માન રહિત અને અભિમાન રહિત હોય એ જ ભગવાનની સેવા કરી શકે છે
Ok
» આપણા હાથમાં કોઈ વસ્તુ આવી ગઈ હોય તો યે બીજાને ન આપવી એ લોકિક ભાવ છે
Ok
» ગરજથી અભિમાન દૂર થાય છે
Ok
» પોતે અદલ સેવા કરે અને બીજા પાસે અદલ સેવા કરાવે એ જ્ઞાની કહેવાય
Ok
» બીજા ભગવાનના ભક્ત સાથે સેવા ન કરી શકે તો એ જ્ઞાની ન કહેવાય
Ok
» સાધન સેવાથી પ્રાપ્ત થયેલી સાધ્ય સેવા બડે ભગવાન રાજી થાય છે
Ok
» જેને ભક્તની ગરજ હોય એવો સેવક ભગવાનને ગમે છે
Ok
» સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે કે સત્સંગમાં રહીને કલ્યાણ કરવુ એમાં અનેકનું કલ્યાણ થાય છે અને શાસ્ત્રનો સિદ્ધાંત છે કે વનમાં જઈને કલ્યાણ કરવું એમાં પોતાના એકનું જ કલ્યાણ થાય છે
Ok
*Title
- _સેવા કેવી રીતે અને કયા સુધી કરવી?_”
» જ્ઞાની ભક્ત સાધનો કરીને પણ સેવાને ઈચ્છે છે અને સેવા કરીને પણ સેવાને ઈચ્છે છે
Ok
» જ્ઞાની ભક્તને ભગવાનની સેવા સિવાય બીજી કોઈ કામના નથી હોતી
Ok
» ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં નિષ્ઠા અને સ્ટેબિલિટી હોય તો સેવા યથાર્થ થાય
Ok
» લાંબા સમય સુધી ભાવથી સેવા કરે તો અક્ષર મુક્ત થવાય
Ok
» જો આપણું વિઝન મુક્તિ પામીને પણ સેવા કરવી એવું વાઇડ હોય તો અક્ષર મુક્ત રૂપી બ્રાઇટ વિકટરી મડે
Ok
» જેને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા લપ મનાણી છે તે ક્યારેય સેવા કરી શકે નહીં
Ok
» જેમ પ્રલયકાળમાં માત્ર એક ભગવાન જ રહે છે તેમ ભગવાનને અનુલક્ષીને થયેલી સેવા પણ પ્રલયકાળમાં રહે છે, તેવો સેવાનો મહિમા જાણીને, નિર્માની થઈને ભગવાનની સેવા કરવી
Ok
» સેવા કરવા જાય તો ભક્ત સાથે તકરાર થાય અને ભક્તોને રાજી કરવા જાય તો સેવા જાય ત્યારે શું કરવું? તો કે બીજા ભકતને સેવા કરવા દેવી અને પોતે તેને મદદ કરવી તો ભગવાન વિશેષ રાજી થાય
Ok
» પોતાની ભક્તિ એટલે સેવા છૂટી ન જાય અને બીજા ભક્તોને મદદ થાય એવી રીતે કરવી એ સ્કિલ છે વ્યવહાર નથી
Ok
» નિર્માની ભાવથી સેવા કરતો હોય તો ઉપરથી ભક્તિ દેખાય નહીં પણ એ ભક્તિ કોઈ રીતે જાય નહીં એવી સ્ટૉગ હોય છે
Ok
» ભગવાનની સેવા વિના કોઈ વાતની સિધ્ધી થતી નથી
Ok
» ઉપાસનાનુ બીજુ રૂપ માન રહિતની સેવા છે
Ok
*Title
- _સેવાથી અહંકાર અને કામના બંને દૂર થાય છે_”
» સેવાનું ફળ તો સુખ છે, તો આપણે સેવા કરીને પણ દુઃખી કેમ થઈએ છીએ? એનું કારણ છે સેવા વિના બીજી ઈચ્છા અને સેવાની સાચી નિષ્ઠાની ખામી
Ok
» સેવામાં પાકી નિષ્ઠા હોય તો એ ક્યારેય દુઃખી થાય નહીં જેમકે પ્રહલાદ અને હિરણ્યકશિપુમાં પ્રહલાદ ક્યારેય દુઃખી થયા નહિ
Ok
» માન રહિતની ભગવાનના ભક્તની સેવા એ પોલો પાણો છે એવી રીતે કરે તો પાણી થાય
Ok
» જિજ્ઞાસુ એટલે આત્મજ્ઞાન કૈવલ્યાથી
Ok
» આર્ત, જિજ્ઞાસુ અને અર્થાથી, ભક્તોને ભક્ત એટલે કહ્યા છે કારણ કે ભગવાન એમની ઇચ્છા પુરી કરે કે ન કરે તો પણ ભગવાનને મૂકી દેતા નથી
Ok
» કામના પૂરી થયા પછી ભગવાનને મૂકી દે તો એને સકામ ભક્ત કહેવાય
Ok
» સાચા ભાવમાં મહિમા સહિત સેવા હોય તો એ મહિમાથી અહંકાર અને કામના બંને દૂર થઈ જાય છે
Ok
» આર્ત, અર્થાથી, અને જિજ્ઞાસુ ભક્તોમાં ભગવાન વિના બીજી કામનાની તીવ્રતા ઉતરતા ક્રમમાં છે માટે ભક્તો ચડતા ક્રમમાં છે
Ok
*Title
- _મોક્ષનું અસાધારણ કારણ_”
» ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ મોક્ષના અસાધારણ કારણો છે અને ભગવાનમાં હેત છે એ પણ મોક્ષનું અસાધારણ કારણ છે
Ok
» સંત છે એ મોક્ષનું સ્વતંત્ર કારણ છે ચેતન કારણ છે એને બીજા કોઈની અપેક્ષા નથી પણ અસાધારણ કારણ નથી
Ok
» ધર્મ અને જ્ઞાનનો વિકાસ ક્રમીક થાય છે જ્યારે ભક્તિ અને વૈરાગ્યનો વિકાસ ઉછાળા સાથે થાય છે
Ok
» સ્વભાવે કરીને પાછા પડી જાય એક જ્ઞાની ન કહેવાય
Ok
» સોનાની કિંમત એ સોનાનો મહિમા છે અને એ ક્યારેય જુનૂં થતું નથી, કાટ લાગતો નથી, અગ્નિમાં બળતું નથી એ એનું સ્વરૂપ છે.
Ok
» જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહાત્મનું જ્ઞાન અને સાથે સાથે પોતાના સ્વભાવની પણ ઓળખાણ છે એ જ્ઞાની છે અને સ્વભાવની ઓળખાણ ન હોય તો એ પ્રેમી છે
Ok
» અહીંયા મોક્ષ એટલે જન્મ-મરણ થી મુકાયને ભગવાન પાસે પહોંચવુ
Ok
*Title
- _સત્સંગનું સુખ કોને આવે?_”
» પૂર્વગ્રહ, માઈન્ડસેટ અને બિલિફ ને બદલે તો સત્સંગનું સુખ આવે
Ok
» મોટાનો રાજીપો પ્રાપ્ત થાય તો ગમે તેવા મલિન સંસ્કાર હોય તે પણ નાશ પામે છે
Ok
» દેહને પોષણ મળે તો સેવા કરે, ભજન કરે નહિતર ન કરે એ દેહનો કુસંગ છે
Ok
» સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ સાધુ થયા પછી પણ સાધુ થયાનું સુખ આવવા દેતા નથી અને સત્સંગીને પણ સત્સંગનું સુખ આવવા દેતા નથી
Ok
» આ વચનામૃતના પ્રશ્નો એ મુમુક્ષુ માટે છે કે જેમણે મહારાજ અને સંતો માટે કાંઇક કરવું છે અને સુખીયા થાવું છે તેના માટે છે
Ok
» પૂર્વગ્રહથી ઘસાયેલી વ્યક્તિ અને વેગી વ્યક્તિ મોટા પુરુષના વચનને સમજી શકતી નથી
Ok
*Title
- _અસાધારણ સ્નેહ ક્યારે થાય ?_”
» દેહભાવ આવે ત્યારે રજોગુણ કે તમોગુણ જ હોય
Ok
» અસાધારણનો અર્થ છે, બીજા કોઈને ન હોય એવો ભગવાનમાં સ્નેહ
Ok
» વિશ્વાસ, આસ્તિકતા, કરતાપણુ અને ભગવાનની મોટાઈ, અસાધારણ હોય તો અસાધારણ હેત થાય
Ok
» દેહભાવ છે એ આપણો માઈન્ડસેટ છે
Ok
» શ્રદ્ધા એટલે કહ્યું હોય એ કામ પાર પાડી દે
Ok
» વિશ્વાસ એટલે જેમ કહ્યું હોય એમજ પાર પાડે આઘુ પાછું ન કરે
Ok
*Title
- _સત્સંગના મૂળ કેવા કરવા ?_
» વેગની સાથે ઓળખાણ પણ જોઈએ કેમ કે જો ઊંધું દોડાઈ જવાય તો double મહેનત પડે
Ok
» પહેલા ઓળખાણ જોઈએ અને પછી વેગ જોઈએ
Ok
» ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની અવધિ છે અને ભક્તિની અવધિ નથી એટલે કે ભક્તિમાં, ભગવાનને રાજી કરવા, સત્સંગ કરવો એ આદિમાં સંતોષ ન માનવો
Ok
» કોઈ ન કરે એવું મારે કરવું એ દેહાભિમાનનું મૂર્ત સ્વરૂપ છે અને મારે કાઈ ન કરવું એ પણ દેહાભિમાનનું સ્વરૂપ છે
Ok
» ધ્રો અને બોરડીની જેમ સત્સંગમાં ઊંડા મૂળિયાં નાખવા
Ok
» આસ્તિકતા, ધર્મ - જ્ઞાન - વૈરાગ્ય - ભક્તિ કેટલા આવ્યા, કામ-ક્રોધાદિક કેટલા ઓછા થયા ? તેનો અહોનિશ તપાસ કરવો
Ok
» લાગ મળે ત્યારે કામ-ક્રોધાદિક ઓછા કરી લેવા , ધર્મ - જ્ઞાન - વૈરાગ્ય - ભક્તિ વધારી લેવા
Ok
» ક્યારેય વાંધો ન આવવા દેવો તેને બોરડી કે ધ્રો જેવા કેવાય
Ok
» અગાઉ પરિયાણ કરવું તેથી worst સમયમાં કાઈ ખોટ ન આવે
Ok
» સત્સંગમાં મરવું એ મોટા ભાગ્ય કહેવાય
Ok
*Title
- _જ્ઞાનાંશ કોને કહેવાય ?_
» જ્ઞાનાંશ એટલે લાક્ષણિકતાઓ ઓળખવી, ભગવાનની જ્ઞાન સહિત ઓળખાણ હોય તો જ જીવ વૃદ્ધિ પામે
Ok
» સ્થાનની ઓળખાણ એટલે ક્યા સ્થાનમાં રહેવાથી મારા સ્વભાવ ઓછા થાય, ભગવાનની નિષ્ઠા અને ઉપાસના વધે એ ઓળખવું
Ok
» સત્પુરુષની ઓળખાણ એટલે એમનો intention, હિડન એજેન્ડા ઓળખવો, એ મહારાજની સાથે મેચ થાય છે કે નહીં ?
Ok
» ભગવાનની ઓળખાણ એટલે એમાં યોગ્ય-અયોગ્ય એ નથી ઓળખવાનું, ભગવાનની મરજીને ઓળખવાની છે
Ok
» પોતાને વિષે પૂજ્ય બુદ્ધિ એ માન છે, હું બધા કરતા બરાબર છું એ અભિમાન છે, અને હું પૂછવા જેવો છું એ મોટાઈ
Ok
» કૂતરો કે ઘોડો લાક્ષણિકતા ઓળખે છે પણ માણસ નથી ઓળખતો હોતો
Ok
» અસંગત્વની ખબર ક્યારે પડે ? જ્યારે મૂકવાનું થાય ત્યારે
Ok
» આપણાથી ભગવાનના ભક્ત રાજી થાય તો એ સાચો સાધુ ગણાય
Ok
» કુતરાને ખબર પડે છે કે આ મારો રોટલો છે અને મારો નથી પણ માણસને ખબર નથી પડતી કે મારા હિતકારી કોણ છે ને કોણ નથી
Ok
» નિર્માની થતા શીખવાનું હોય છે
Ok
*Title
- _દેહાભિમાન કયા જણાય ?_
» જેને વખાણ સારા લાગતા હોય એને ક્યારેય નિષ્ઠા થાય જ નહીં
Ok
» અનુસંધાનને આધારે ભોગપણુ અને ભોગ-રહીતપણુ છે
Ok
» દેહાભિમાન હોય તો જ ભય લાગે છે
Ok
» કોઈપણ ભોગ છે એ જ દેહાભિમાન વિના શક્ય નથી
Ok
» નિયત કર્મ કરતો હોય અને ફળની ઇચ્છા ન રાખે તો તે આત્મર્દૃષ્ટિ ગણાય
Ok
» શાસ્ત્રની પરંપરાને ધર્મ કહેવાય ને આચારની પરંપરા ને કુળ કહેવાય
Ok
» મોટા હોય એટલે એને નિષ્ઠા પાકી જ હોય અને નાના હોય એટલે ને કાચી જ હોય એવું ન હોય
Ok
» વિજાતીયનુ ખેંચાણ છે એ દેહાભિમાન વિના શક્ય નથી
Ok
» આ સારું, આ સારું નહીં એ ભોગ છે, કેવળ નિભાવની દ્રષ્ટિ હોય તો એ ભોગ નથી
Ok
» ગરુડજી અને હનુમાનજીના દ્રષ્ટાંત ઉપરથી આપણે આપણી નિષ્ઠા તપાસવી અને* હનુમાનજીની જેવી કરવી*
Ok
» સફળતા મળે અને એનું ભાન પોતાને થઈ જાય દેહાભિમાન ગણાય
Ok
» ભોજન સમયે દેહાભિમાન આઘુ પાછું ગયું હોય તો પણ આવી જાય છે
Ok
*Title
- _વાસના કોને કહેવાય અને કેમ ઓછી થાય ?_”
» વાસનાને ઓળખે અને તેને ઓછી કરવાનો પ્રયત્ન કરે તો વાસના ઓછી થાય
Ok
» વાસના રૂઢ થઈ ગઈ હોય તેને સ્વભાવ કહેવાય
Ok
» વાસના એટલે શું તો કે like dislike, પોતાનો ગમો-અણગમો
Ok
» આમાં મારા આત્માનું હિત છે કે અહિત છે એવો વિચાર એ આત્મનિષ્ઠા છે
Ok
» મર્યાદા મૂકીને ભોગવે તેને વાસના કહેવાય
Ok
» વાસના ટાળવી એ મોટું સાધન છે અને એક દિવસમાં ટળતી નથી
Ok
» જગતના વિષયને તુચ્છ સમજે, ભગવાનનો અતિશય મહિમા સમજે, અને ભગવાન સબંધી ક્રિયાને લાઈક કરે તો જગતની વાસના ઓછી થાય
Ok
» ભગવાનને માટે productive સમય આપીએ એ ભગવાનની વાસના કહેવાય
Ok
*Title
- _નિભાવ, વિષય, વાસના એટલે શું ?_
» શરીરની need હોય એને નિભાવ કહેવાય મહારાજની મર્યાદામાં રહીને વિષય ભોગવે એને વિષયી કહેવાય મર્યાદા બહાર જઈને ભોગવે એ વાસના કહેવાય
Ok
» પંચવિષય કે વાસના માપી શકાય એવી નથી અને તે વિના ઓછી થઈ શકતી નથી, પદાર્થને આધારે તેનું માપ થાય છે અને ટાઈમને આધારે માપ થાય છે
Ok
» જેમ ભગવાન અનંત છે એમ વાસના પણ અનંત છે
Ok
» મન ભગવાનની સેવા, ભક્તિમાંથી નવરૂ ન રહે તો મનની વાસના ઓછી થાય
Ok
» ભગવાનની મર્યાદામાં રહીને વિષયભોગ તો એ પાપ નથી પણ વાસના તો વધે ખરી
Ok
» મહારાજે આ વચનામૃતમાં જે શબ્દો કહ્યા છે એ જીવમાં કોતરવા જેવા છે એને કોઈ overtake કરી શકે એવું નથી
Ok
» પ્રબંધ ન હોય તો આપણે કેટલુ પાળી શકીએ ? એનો વિચાર કરો
Ok
» આજ્ઞામાં રહીને પણ વિષયનો ત્યાગ કરે તો વાસના ઓછી થાય
Ok
» વાસણા ટાળવી એ એકાંતિકનો ધર્મ છે અને એકાંતિકના સંગે કરીને એટલે કે તેમની મદદથી જ ટળે છે, કેવળ શાસ્ત્રથી નથી ટળતી
Ok
» શાસ્ત્રીજી મહારાજે ગુરુકુળની સ્થાપના કરી છે એ વાસના ટાળવાની યુક્તિ છે
Ok
» મહારાજે વિચારનો અર્થ પ્રેક્ટિસ એવો કર્યો છે
Ok
*Title
- _વિષય કેમ જીતાય ?_
» મૂંઝવણમાં બીજાની ખામીઓ દેખાય છે અને પશ્ચાતાપમાં પોતાની ખામીઓ દેખાય છે
Ok
» વિષયને ભોગવવાની ઈચ્છા તેને વાસના કહેવાય, ભોગવવાની ઇચ્છા ના હોય પણ વિષય નજીક જોઈએ તો રાગ અને ભગવાનનું ભજન કરવા ન દે તે સ્વભાવ
Ok
» આત્મનિષ્ઠા, ભગવાનનો મહિમા અને વિષયનું તુચ્છપણું એ હોય તો વિષય પાછા ન આવે
Ok
» વિષયનો નિષેધ કરે અને સાથે ભગવાન સંબંધી સંકલ્પો કરે તો બંને લાંબો સમય સુધી ટકે, જો એક હોય તો લાંબો સમય સુધી ટકી ન શકે
Ok
» મૂંઝવણ છે તે સ્વભાવ, વાસના કે મનનું ધાર્યું ન થાય તેની હોય છે
Ok
» નિર્વાસનીક થઈ જાય પછી નિયમ પાળવા કઠણ નથી પડતા, ઉલટા તોડવા કઠણ પડે છે
Ok
» ગમે તેવો વૈરાગ્ય હોય પણ નિયમ ન રાખે તો વિષય ન જીતાય
Ok
» જ્યાં સુધી થોડો પણ ગુણભાવ હોય તો એમ જાણવું કે વાસના છે
Ok
» આપણે વાસના ટાળવા માટે પુરુષાર્થ કરીએ તો ભગવાનની કૃપા થાય અને કૃપાથી વાસના ટળે
Ok
» પંચવિષયમાંથી કોઈપણ એક વિષયની વાસના વધારે હોઈ શકે
Ok
» પેલા વાસના સંબંધી ક્રિયાને છોડવી પછી તેના સંકલ્પને છોડવા અને પછી રાગને છોડવો તો વાસના જીતાય
Ok
» વિષયનો અભાવ થયો હોય તો સંકલ્પ પણ ન થાય, જેમ દીકરો મર્યાનો નથી થતો તેમ
Ok
» જેટલો ભગવાનના માર્ગનો ઇશક ઓછો તેટલી વાસના વધુ
Ok
» પદાર્થની ઈચ્છા પંચવિષયની ઈચ્છા છે
Ok
*Title
- _સેવામાં સિદ્ધિઓ એટલે શું ?_
» આપણે સેવા કરવી અને બીજા પાસે પણ કરાવવી, ફક્ત બીજા પાસે કરાવવી એ સિદ્ધિઓ
Ok
» જેને વૈરાગ્ય હોય તે વિઘ્નથી/અગવડતાથી ન રોકાય. સગવડતાથી રોકાય.
Ok
» ભગવાનને રસ્તે ચાલ્યો હોય તેને અનુકૂળતા ઇચ્છવી નહીં અને મળી જાય તો જાગ્રત રહેવું.
Ok
» સગવડતાને(સિદ્ધિઓને) વશ ન થાય તો ભગવાન તેને વશ થાય (પાકો ભક્ત). સગવડતાને વશ થાય તો ભગવાનનો ભક્ત ખરો પણ કાચો.
Ok
» ભગવાન સિદ્ધિઓ ભગવાનના ભક્તની પરીક્ષા માટે મોકલે છે.
Ok
» જેને બરાબર આત્મનિષ્ઠા હોય તેને કામ,ક્રોધ, લોભાદિક રોકી ના શકે અને તેની પ્રોગ્રેસ વધતી જાય.
Ok
» ભગવાનનો સાચો ભક્ત હંમેશા પ્રતિકૂળતા ઈચ્છે છે.
Ok
» આપણને આપણી જાતનો ઉપયોગ કરવાનો ઇશક હોવા જોઈએ. ભગવાનની સેવા માટે.
Ok
» સેવા કરવામાં સગવડતા એ મોટું વિઘ્ન છે.
Ok
» આપણે કરવાની સેવા એ બીજા કરી આપે તેને સિદ્ધિ કહેવાય.
Ok
*Title
- _સિદ્ધિઓ કોને ન નડે ?_
» સેવાનું ઝનૂન હોય તો અનુકૂળતાને છોડી શકાય છે
Ok
» ભગવાનને માર્ગે ચાલવામાં જે સહન કરવું પડે એને આત્મનિષ્ઠા કહેવાય
Ok
» આત્મનિષ્ઠા એટલે મારા જીવનું સારું કેમ થાય ? એના માટે શું કરવું ?
Ok
» આરામ એ સૌથી મોટો ભોગ છે
Ok
» જેના જીવમાં એવી પ્રબળ ટેક હોય કે મારે જીવતા અને મર્યા પછી ભગવાનની સેવા કરવી છે અને તે સિવાય મારાથી બીજું કંઈ નહીં થાય તેવા ભક્તને સિદ્ધિઓ કે પ્રલોભન વિઘ્ન કરી શકતા નથી
Ok
» ભગવાનના માર્ગે ચલિત ન થવું એને ધીરજ કહેવાય
Ok
» સેવાની નિષ્ઠા વિના કઠોર પુરુષાર્થ થતો નથી
Ok
» જીવન દરમિયાનના સુખ દુઃખને તરવા માટે આત્મનિષ્ઠાની જરૂર છે
Ok
» મૃત્યુ સમયે કરવા માટે આશ્રયની જરૂર છે
Ok
» મૃત્યુ પછીના પ્રલોભનોને તરવા માટે સેવાનિષ્ઠા અને ઉપાસના જરૂરી છે
Ok
» ભગવાનને ભક્તને વશ થવું છે માટે એની પરીક્ષા લે છે અને સિદ્ધિઓને મોકલે છે
Ok
» શિષ્યો છે એ સિદ્ધિ ગણાય કારણ કે ગુરૂને ભગવાનની સેવામાંથી નવરો કરી દે
Ok
» જેને સેવાની લલક નથી એને જ કામ-ક્રોધાદિ વિઘ્ન કરે છે
Ok
*Title
- _ભગવાનના ગુણ ભક્તમાં કેમ આવે ?_
» ભગવાનના ભક્તના ઉપયોગમાં આવે કે પોતાના આત્મકલ્યાણના ઉપયોગમાં આવે તો ગુણ અને નહિતર સ્કીલ કહેવાય
Ok
» ભગવાનમાં મારાપણું કે ભગવાનના કાર્યમાં મારાપણું મનાવું તેને નિશ્ચય/સંબંધ કહેવાય
Ok
» માનરહિતપણું અને ક્યાંય બંધાવું નહીં એ ભગવાનનો મોટામાં મોટો ગુણ છે
Ok
» ભગવાનના ગુણ આવવામાં ભગવાનનો નિશ્ચય તે સાધારણ કારણ છે અને ભક્તનો નિશ્ચય તે અસાધારણ કારણ છે
Ok
» ભગવાનના ભક્ત સાથે સાંધો ન હોય તો ચાલે પણ વાંધો તો ન જ હોવો જોઈએ
Ok
“ભક્ત પહેલા અને પછી હું” એ ભગવાનનો ગુણ છે
Identify myself as a God’s bhagat first then think of as “Me”. A goog way to fight EGO.
» શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે પહેલા ગુરુકુળ અને પછી શાસ્ત્રી ધર્મજીવનદાસ
Ok
*Title
- _મોક્ષનું અસાધારણ કારણ કોણ ?_
» ભગવાનમાં હેત હોય પણ જો એકાંતિક સાથે વાંધો હોય તો ભગવાનના ગુણ ન આવે
Ok
» સારા કાર્ય કરવાની ઈચ્છા થાય એ પુણ્યનું ફળ છે અને ભગવાન સંબંધી કાર્ય કરવાની ઈચ્છા થાય એ ભગવાનની કૃપાનું ફળ છે
Ok
» જગતની વાસના છોડવા માટે ભગવાનના એકાંતિક સંત જેવો કોઈ સાધન નથી
Ok
» જેનો છેલ્લો જન્મ થવાનો હોય એની નિશાની એ છે કે અકારણ ભગવાન & ભગવાનના સાચા ભક્તમાં હેત થાય, જેવી રીતે સ્વામીને શાસ્ત્રીજી મહારાજમાં થયું તેમ
Ok
» મોક્ષનું અસાધારણ કારણ એકાંતિક સંતમાં હેત છે, સાધારણ કારણ ભગવાનમાં હેત છે
Ok
» ભગવાનના એકાંતિક સંત છે એમનો હેતુ કેવળ જગત છોડાવવાનો જ છે, જીવના કલ્યાણનો જ છે, જ્યારે ભગવાન તો પંચ વિષયની ઈચ્છા હોય તો તે આપે પણ છે એટલે એટીટ્યુડમાં ફેર છે
Ok
» ભગવાન પોતાના સેવકને દુઃખ આપે છે એ પણ એમની કરુણા છે કારણકે સેવકને સીધો કરવા માટે આપ્યો છે
Ok
» વ્યાસ ભગવાને ભાગવતમાં કહ્યું છે કે ભગવાનના એકાંતિકમાં હેત ન થાય તો એ જીવ બળદ અને ગધેડા જેવો છે
Ok
*Title
- _અતિદ્રઢ નિશ્ચયવાળાના લક્ષણો._
» પાકો નિશ્ચય હોય ને અતિ દૃઢ નિશ્ચય કરવો હોય તો તત્વે કરીને ભગવાનને જાણવા
Ok
» પોતાના ભૂંડા ઘાટ ભગવાનની કૃપાથી જ ટળે છે પણ પ્રયત્ન કર્યો હોય અને ભગવાનની કૃપાની યોગ્યતા થઈ હોય તો ભગવાન ટાળે, નિશ્ચયની ખામી હોય અને પ્રયત્ન પણ કરે નહીં અને ભગવાન ઉપર નાંખે કે ભગવાન કેમ ટાળતા નથી
Ok
» આપણે સાધુ થયા છીએ એ આપણું લીલું કરવા માટે થયા છીએ કે ભગવાનનું લીલું કરવા માટે થયા છીએ ?
Ok
» તત્વનો અર્થ થાય ભગવાનની ઈત્તર-વિલક્ષણતા
Ok
» અતિદ્રઢ નિશ્ચયવાળાને મહારાજની આજ્ઞા પાળવાનું ઝનૂન હોય, સ્વભાવ મૂકવામાં તત્પર હોય, પોતાનો અવગુણ લે નહીં, કથા-કીર્તન અને સંત વિના રહેવાય નહીં.
Ok
*Title
- _તત્ત્વે કરીને નિશ્ચય કોને કહેવાય ?_
» મહારાજના મિશનમાં આપણે ક્યા માધ્યમથી/કનેક્ટરથી જોડાઈ શકીએ છીએ એ આપણું અંગ ગણાય
Ok
» મહારાજની સાથે પ્રાઇવેટ સંબંધ બંધાય એ નિશ્ચય
Ok
» ઉત્કૃષ્ટ વક્તા હોય અને આપણને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો અતિ દ્રઢ નિશ્ચિય થાય
Ok
» મહારાજ જે હેતુ માટે પૃથ્વી પર આવ્યા હોય એને જીવમાં લઈને ફરતા હોય તો એ પૂરો નિશ્ચય ગણાય
Ok
» સ્વામિનારાયણ ભગવાનનું મિશન એ આપણું મિશન થવું જોઈએ તો તત્વે કરીને નિશ્ચય થયો કહેવાય
Ok
» આજ્ઞા પાળવાનું ઝનૂન, પોતાના સ્વભાવ ટાળવાનું ઝનૂન, મહારાજના મિશનનું ઝનૂન ચડે તો એને અતિ દૃઢ નિશ્ચય ગણાય
Ok
» હું સ્વામિનારાયણ ભગવાનની સેવા કરું છું એમ નહીં પણ મારે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરવાનું વ્રત છે એટલે કે બીજું કાંઈ ન કરું એવું હોય તો સ્વામિનારાયણ ભગવાન સામેથી લેવા આવે
Ok
» બીજા કરે તો હું કરું અથવા બીજા કરે એટલે હું કરું તો એને વદાડ કહેવાય, નિશ્ચય ન કહેવાય
Ok
» અંદરના કમિટમેન્ટના આધારે બહાર એક્શન-રિએક્શન આવે છે
Ok
*Title
- _ભગવાનનું શરીર-શરીરીપણું_
» અક્ષરરૂપ થઈને ઉપાસના થઈ શકે ભગવાનરૂપ થઈને ન થઈ શકે
Ok
» માયામાં લીન થયો હોય તે નિસરી શકે, અક્ષર બ્રહ્મના તેજમાં લીન થયો હોય તે પાછો નીસરી શકે નહીં
Ok
» ભગવાનનું સુખ લેવા માટે માનસિક અંતરાય રાખવો જરૂરી છે, ખૂબ જ નજીક થઈ જાય તો સુખ ન આવે
Ok
» આપણી અંદર મહારાજને પધરાવીને, મનન દ્વારા તેમનું સુખ લઈ શકાય પણ મહારાજની અંદર આપણે જઈને સુખ લઈ શકીએ નહીં અને એવું કોઈ પણ શાસ્ત્રનું વિધાન નથી
Ok
» બ્રહ્મમય શરીર છે એ ચેતન નથી
Ok
» અક્ષરધામ બે રૂપે છે, ભૂમિરૂપે અને સેવકરૂપે, ભૂમિરૂપે છે તે સ્વયંપ્રકાશિત છે પણ ચેતન નથી
Ok
» નિત્ય વિભૂતિ અને ધર્મભૂત જ્ઞાનને સંકલ્પતૃત્વ નથી, જીવને સંકલ્પતૃત્વ છે
Ok
» નિત્ય વિભૂતિ દ્રવ્ય છે તેનું શરીર બની શકે છે
Ok
» ઈશ્વર અનાદિ નથી, ઈશ્વરની પોસ્ટ અનાદિ છે
Ok
» મહારાજના તેજને અક્ષરધામ ન માની શકાય
Ok
» સંકોચ-વિકાસ તેજનો હોઈ શકે પણ તે અન્વય-વ્યતિરેક નથી
Ok
» અક્ષરધામમાં જાય તો જ્ઞાન વિભૂ થઈ જાય
Ok
» આપણી પાસે યોગ શક્તિ હોય તો ધામના મુકતો શું સંકલ્પ કરે છે તે જણાય પણ આપણી પાસે ભોગશક્તિ જ છે
Ok
» ઉપનિષદમાં પણ અક્ષરનો ઉલ્લેખ છે પણ મહારાજ જેવું સ્પષ્ટીકરણ નથી, મહારાજે અક્ષરનું અન્વય-વ્યતિરેક કરી દેખાડ્યુ છે
Ok
» અક્ષરધામના અને મહારાજના તેજમાં પણ અતિશય ડિફરન્સ છે તે મહારાજની કૃપાથી દેખાય.
Ok
» મહારાજની શક્તિ અને તેજ નોખું છે.
Ok
» અક્ષર બધાને ધારી રહ્યું છે, બધાનું પ્રેરક છે, બધાને શક્તિ આપે છે પણ કર્મફળપ્રદાતાપણું તેની પાસે નથી ફક્ત મહારાજ પાસે જ છે અને એ જ મહારાજની વિશેષતા છે
Ok
વ્યાપક હોય તે નિરાકાર જ હોય એમ માનવું એ એક ભ્રાંતિ છે
Ok
» ભાગ પાડી શકાય એ અવયવ ભાગ ન પાડી શકાય એ નિરાવયવ જીવ છે એ નિરાવયવ છે માટે નિરાકાર છે ભગવાન છે એ સઅવયવ છે માટે સાકાર છે
Ok
» ભગવાનનું ફક્ત શરીર છે એ જ મનુષ્ય જેવું છે પણ જોવાની, સાંભળવાની વગેરે મેથડ સરખી નથી
Ok
» ભગવાનનું સ્વરૂપ અતર્કેય છે, શ્રદ્ધેય છે એમ સમજે તો ભગવાન વશ થાય અને હૃદયમાં આવે
Ok
» ભગવાનની અમુક શક્તિ બુદ્ધિમાં આવે તેવી નથી માટે તેને માની લેવી
Ok
» શરીર હોય તે નિરાકાર જ હોય તે એક ભ્રાંતિ છે દા.ત. ભગવાન સાકાર થતા બધાના શરીરી છે
Ok
*Title
- _કારણ શરીર કેમ જીતાય ?_
» પોતાની અંદર રહેલા 24 તત્વોને ચોર તરીકે ઓળખે તો એના બંધન થકી મુક્ત થાય
Ok
» ગુણને જીતી શકાય એવી આપણી સ્થિતિ નથી થઈ તો પણ એની વ્યવસ્થા કરી શકાય છે
Ok
» લય થવા માંડે એ કારણ શરીરની ભાવના કહેવાય, લય થવો એટલે ધ્યેયની વિસ્મૃતિ થવી
Ok
» ધ્યેય નક્કી કરે એટલે કારણ શરીરને દબાવ્યું ગણાય
Ok
» સત્વગુણ પેલા બે ગુણ કરતા સારો છે તો પણ જીતવો પડે છે
Ok
» ધ્યેય નક્કી કરે પછી ફિઝિકલ ક્રિયા રાઇટ ટ્રેક ઉપર હોય તો અંદરના સંકલ્પ પણ બંધ થઈ જાય છે
Ok
» આપણે ત્રણ ગુણને આધીન નથી પણ આધીનતા સ્વીકારી લીધી છે, ગુણને બદલાવી શકાય છે
Ok
» મોટા પુરુષની ક્રિયાને ઓળખવી ઘણી કઠણ હોય છે કારણ કે નિસ્વાદી થકા સ્વાદ કરતા હોય છે તથા લોભ કરતા હોય છે, શ્રદ્ધા રાખે તો ઓળખાય છે
Ok
» ભગવાનમાં તો આંધળી શ્રદ્ધા રાખે તો પણ ક્યારેય અંધશ્રદ્ધા થતી નથી, સાધુ પુરુષોમાં જોઈને શ્રદ્ધા રાખવી
Ok
*Title
- _જ્ઞાની ભક્ત કોને કહેવાય ?_
» પોતાની સાચી ઓળખાણ એને કહેવાય કે પોતાના દોષને ઓળખવા
Ok
» ભગવાનની સાચી ઓળખાણ એ ગણાય કે ભગવાનના ગુણને જાણવા
Ok
» સાધુની સાચી ઓળખાણ એને કહેવાય કે એના ગુણ અને દોષ બંનેને જાણવા
Ok
» જેને પોતાના સ્વભાવ કરતા પણ ભગવાન વધુ વાલા હોય એને જ્ઞાની ભક્ત કહેવાય
Ok
» ભગવાન આપણી સેવાને ગ્રહણ કરે છે એ ભગવાનની મોટાઈ છે એમને ત્યાં ગુણોવાળાની ખોટ નથી
Ok
» અર્થાર્થી અને જીજ્ઞાસુ ભક્તોને ભગવાન સિવાય બીજું કંઈક જોઈએ છે માટે એ ભગવાનને અત્યંત વાલા નથી
Ok
» નિરાકાર થઈને ભક્તિ કરવી એટલે કે નિર્વાસનિક થઈને ભક્તિ કરવી, ભગવાનને નિરાકાર માનીને એમ નહીં
Ok
» ગીતામાં ભગવાન એમ કહ્યું કે જ્ઞાનીને હું અત્યર્થ પ્રિય છું, અત્યંત એમ નથી કહ્યું એનો અર્થ એમ છે કે જ્ઞાનીને એવો કોઈ પદાર્થ નથી જે ભગવાન જેટલો વહાલો હોય
Ok
» વાસના સાકાર નથી પણ વાસનાનો વિષય એટલે કે પદાર્થો એ સાકાર છે
Ok
» મહારાજે જગતથી છૂટવા માટે નિરાકાર સાંખ્ય ગ્રહણ કરે છે, ભગવાનમાં જોડાવા માટે સાકાર સાંખ્ય અને યોગની યુક્તિઓ ગ્રહણ કરે છે
Ok
» પોતાના દોષને ઓળખીને મૂકે એ જ્ઞાની
Ok
*Title
- _મહારાજનો સ્વતંત્ર સિદ્ધાતં_
» ઉપાસનાની વાત આવે ત્યારે મહારાજે direct ઉપનિષદમાંથી અર્થગ્રહણ કર્યા છે
Ok
» અક્ષરધામમાં કોમન ફેસીલીટી બધાને સરખી છે છતાં પણ પોતપોતાની યોગ્યતા એટલે કે મહારાજની અનુરૂપતાને આધારે સુખ ઓછુ વત્તુ આવે છે
Ok
» મહારાજનો મત વિશિષ્ટાદ્વેત છે એનો અર્થ એવો નથી કે મહારાજે રામાનુજાચાર્યજીના મતની કોપી કરે છે, પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપ્યો છે
Ok
» મહારાજના મતને રામાનુજાચાર્યજીનો મત અતી અનુરૂપ છે માટે મહારાજે ક્યાંય વિરોધ પણ નથી કર્યો
Ok
» શ્રી ભાસ્ય ભણવું એ મહારાજનો મહિમા સમજવા માટે અને મહિમા સમજાય એવી રીતે ભણવું
Ok
» અક્ષર તત્વનું નિરૂપણ મહારાજે જેવું કર્યું છે એવું બીજા કોઈ આચાર્યએ નથી કર્યું, ઉપનિષદોમાં તો નિરૂપણ આવે જ છે
Ok
» મહારાજે શ્રુતિઓનો અર્થ વાચ્યાર્થ લીધો છે જ્યારે બીજા આચાર્યએ કોઈએ લક્ષણા તો કોઈએ તાત્પર્યાર્થ લીધો છે
Ok
» ધર્મના આધારે તત્વ છે કે નહીં એ નક્કી થાય અને કાર્ય અને દશાના આધારે પ્રવાહ નક્કી થાય
Ok
» તત્વ ત્રણ છે, પ્રવાહ પાંચ છે
Ok
*Title
- *શાસ્ત્રનું શબ્દછળ અને જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ *
» એક્સ્ટ્રીમ ભક્તિ અને એક્સ્ટ્રીમ વૈરાગ્ય હોય તો જ શાસ્ત્રનો અર્થ સમજાય છે, એક્સ્ટ્રીમ ભક્તિથી પણ નહીં અને એક્સ્ટ્રીમ વૈરાગ્યથી પણ નહીં
Ok
» શાસ્ત્ર કરતા પણ રૂઢિ છે એ બળવાન છે એટલે કે પરંપરા બળવાન છે, પરંપરાના પુરુષો છે એ બીજાધાન કરે છે
Ok
» જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ એ જીવને માટે ગિફ્ટ પણ છે અને મજબૂરી પણ છે
Ok
» ભગવાનને માટે વાપરે તો ગિફ્ટ છે નહીં તો કર્મ ફળ ભોગવવું પડે માટે મજબૂરી છે
Ok
» ભગવાન નિરાકાર છે એનો અર્થ એ છે કે માયિક આકારે રહિત છે અને સાકાર છે એટલે કે દિવ્ય આકારે સહિત છે
Ok
» પોતાનામાં રહેલા 24 તત્વોના દુષ્ટ સ્વભાવને જાણે ત્યારે એના બંધનથી મુકાય છે
Ok
» બ્રહ્માંડના તત્વોને જાણવાથી કે વશ કરવાથી અંદરના તત્વો જીતાતા નથી દાખલા તરીકે રાવણ, હિરણ્યકશિપુ
Ok
» ભગવાન દુઃખ આપે છે એ પણ ભગવાનની દયા જ છે, જીવના હિત માટે આપે છે પણ બધાને દેખાતું નથી
Ok
» ભગવાનના સ્વરૂપમાં દેહ-દેહી એવો વિભાગ જ નથી અને ત્યાગ નામનો ભાગ જ નથી
Ok
*Title
- _બુધ્ધિમાં ફેર શું કરે તો ન પડે ?_”
» તૃષ્ણા એટલે ધરવ નહીં અને મોહ એટલે અવગુણ નહીં અને મોહમાંથી જ તૃષ્ણા જન્મે છે
Ok
» ધન, દોલત, સ્ત્રી અને પુત્ર એ ચાર વાનાથી બુદ્ધિમાં ફેર પડી જાય છે એટલે કે ભક્તિમાં અને નિષ્ઠામાં ફેર પડી જાય છે
Ok
» મોટાનુ અને સત્સંગનું સેવન ન કરે તો મુક્ત હોય તેને પણ બંધન થાય છે
Ok
» કાંઈ ન રાખતા હોય તો પણ તૃષ્ણા ન હોય એમ ન સમજવું
Ok
» કુસંગ એક જ એવો છે કે ભક્તિને પણ ખાઈ જાય
Ok
» જેને તૃષ્ણા હોય તેની ભક્તિ એકધારી રહેતી નથી
Ok
» જગતમાં પ્રવેશ મોહથી થાય છે
Ok
» જગતની તૃષ્ણા મટે તો ભગવાનની તૃષ્ણા થાય
Ok
» જેને ભક્તિ અને નિષ્ઠામાં ફેર ન પડે તેને એકાંતિક ભક્ત કહેવાય
Ok
» આપણે પૈસા ભેગા કરીએ છીએ એ મોહ છે માટે ભેગા કરીએ છીએ જરૂરીયાત છે એટલે નથી કરતા
Ok
» જેની તૃષ્ણા હોય તેમાં તેનો પ્રવેશ થાય
Ok
*Title
- _કોનાથી ભગવાનની ભક્તિ ન થાય?_”
» સારામાં રૂચી બાંધી હોય તો અંતે ભગવાન સુધી પહોંચાડે છે
Ok
» દુર્યોધનની જેમ જ્યાં કાચો હોય ત્યાંથી તેનું પતન થાય છે
Ok
» માન વખાણ દ્વારા ભોગવાય છે
Ok
» માન કાઈક એચિવમેન્ટ થયા પછી જ આવે છે
Ok
» અંતરથી પ્રમાણિક પણે ભગવાન કે મોટા સંતોને રાજી કરવાની ઈચ્છા હોય તો માન ન આવે
Ok
» ધન, દોલત, સ્ત્રી અને પુત્ર એમાં ફેર ન પડે તેને માનમાં ફેર પડી જાય છે
Ok
» સંકર્ષણમાં પ્રવેશ એટલે અત્યારે જેમાં રુચિ હોય એમાં પ્રવેશ થાય છે
Ok
» ભગવાન સંબંધી સાધનોમાં હેત થાય તો અંતે અક્ષરધામમાં જવાય છે
Ok
» વખાણમાં બહુ ટેસ્ટ આવતો હોય તો સમજવું કે એ વખાણ ખોટા છે
Ok
» જેને વખાણની તૃષ્ણા હોય તેનાથી ભગવાની ભક્તિ ન થાય
Ok
» આમાંથી ક્યાંય પણ ફસાણો હોય તો કટીંગ ભગવાનની ભક્તિ અને નિષ્ઠામાં આવે છે
Ok
» આપણે બધા કચાસ વાળા તો છીએ પણ રુચિ સારી હોવી જોઈએ
Ok
» કી પોઝિશનમાં બેસી ગયા હોય તેના સ્વભાવ કોઈ વતાવી શક્તા નથી
Ok
» આ વચનામૃતમાં પ્રવેશ એટલે આસક્તિ
Ok
*Title
- _બધા એકાંતિક થઈ શકે છે_”
» ભગવાનની ભક્તિ કે સેવા સંબંધી થોડુંક પ્રેશર હોય તો નવું સર્જન થાય છે ઝાઝુ પ્રેશર હોય તો લઘુતા ગ્રંથિ આવી જાય છે માટે થોડુંક ટેન્શન હોય તે સારું
Ok
» મોટે ભાગે જેવી રુચિ હોય એવો સંગ થાય છે
Ok
» આ વચનામૃત જેને જીનીયસ થવું હોય એટલે કે મેન મેડ એકાંતિક થવું હોય એના માટેનું છે
Ok
» એકાંતિકપણુ કેવળ ગોડ ગિફટેડ જ નથી પણ મેન મેડ પણ છે
Ok
» મેન મેડ એકાંતિક છે એ ગોડ ગિફ્ટ કરતા વધારે સ્ટ્રોંગ છે
Ok
» ગોડ ગિફટેડ વાળાને ગાફલાય આવવાની શક્યતા વધારે છે
Ok
» જેણે એક્સ્ટ્રા ઓર્ડિનરી થવું હોય તેણે બીજા કરતા હોય, એના કરતાં કાંઈક એક્સ્ટ્રા કરતા શીખવું
Ok
» ભગવાનની ભક્તિ સંબંધી અને ત્યાગ સંબંધી થોડું થોડું લાંબો સમય સુધી આદરપૂર્વક એક્સ્ટ્રા કરે તો એ એકાંતિક થઈ શકે છે
Ok
» અંતે રુચિ સહાય કરે છે, એટલે સત્પુરુષમાં રુચિ બાંધી હોય એ સહાય કરે છે
Ok
» શાસ્ત્રીજી મહારાજ જીનિયસ હતા અને જીનીયસ લોકો ક્રાંતિ કરતા હોય છે
Ok
» શાસ્ત્રીજી મહારાજે ભણતર ભેળા ભગવાન પણ આપી શકાય એવો બીજા કોઈને વિચાર નહોતો આવ્યો
Ok
*Title
- _વિષય જીતાણા ક્યારે કહેવાય?_”
» વિષય ભોગવ્યા પછી સાંભરે નહીં તો એને વિષય જીતાણા ગણાય જો સાંભરે તો વિષય જીવણા ન ગણાય
Ok
» સગવડતા છે એ ભગવાનમાં જોડાવામાં અવરોધક છે
Ok
» સત્સંગમાં રહીને સ્વભાવને જાણવાનો પ્રયત્ન કરે અને પછી ટાળે તો ટળે
Ok
» વિષય જીતવાનું મુખ્ય કારણ તો દોષ બુદ્ધિ છે, નહીં તો કંટ્રોલ થાય પણ જીતાણા ન ગણાય જેમ કે સૌભરી અને જનક રાજા
Ok
» સાચી મોટાય એ છે કે શ્રીજી મહારાજની ઓળખાણ કરાવવી
Ok
» ભગવાનના ધામમાં સ્વભાવ હોય કે નહીં તો જ્યાં ઝઘડો થાય ત્યાં સ્વભાવ હોય અને ન થાય ત્યાં ન હોય
Ok
» શાસ્ત્રીજી મહારાજે એકલાએ જેટલા જીવને મહારાજને શરણે લીધા હશે એટલા કદાચ સંપ્રદાયની હિસ્ટ્રીમાં કોઈએ નહીં લીધા હોય
Ok
» મહારાજની આજ્ઞામાં યથાર્થ રહેતા હોય એટલે વિષય જીતાય ગયા જ હોય એવું ન ગણાય
Ok
» કેટલા જીવનું આત્યંતિક કલ્યાણ કર્યું એના આધારે અવતારો અને સત્પુરુષોની મોટાઇ છે
Ok
» બીજાને મહાન બનાવે એ મહાન સંત ગણાય, કહેવાય
Ok
» દેહ જિતાણો ક્યારે ગણાય તો મહારાજની આજ્ઞામાં યથાર્થ રહે ત્યારે
Ok
» ઉપશમ એટલે એક ભગવાન સિવાય બીજી કોઈ વાસના નહીં
Ok
*Title
- _સત્પુરુષ ના ગુણ કેમ આવે અને કેમ ન આવે?_”
» મહિમા જ ગુણ અને વેવલાય આવવાનું કારણ છે
Ok
» વૈરાગ્ય & વિવેકહીનતા તથા ભક્તિ & વેવલાય ને ખૂબ નજીકપણુ છે માટે તેણે ઓળખાવી ખૂબ કઠણ પડે છે
Ok
» ભક્તિ આદિક ગુણો ની સરખામણી આપણા થી બેટર હોય તેની સાથે કરીએ તો આપણો અવગુણ દેખાય પણ બરોબારીયા અને નાના સાથે ન કરવી નહિતર પોતાનો જ ગુણ આવે અને અહમ વધે
Ok
» ગમે તેટલું સન્માન અને સગવડતા મળે છતાં તેને ગણે નહીં અને તેમા બંધાય નહીં તેને વડવાનળ વૈરાગ્ય કેહવાય
Ok
» સાચો વૈરાગ્ય અને સાચી ભક્તિ ઓળખવામાં વિવેક ની જરૂર પડે છે
Ok
» જેનામાં એક્સ્ટ્રીમ વૈરાગ્ય અને એક્સ્ટ્રીમ ભક્તિ હોય તેનો જો અવગુણ આવે તો આપણે ગમે તેટલા સાધન કરીએ છતાં આપણામાં એક્સ્ટ્રીમ વૈરાગ્ય અને એક્સ્ટ્રીમ ભક્તિ ન આવે
Ok
» આપણને ભગવાનના ધામ નું સુખ લેવાની લલક લાગે તો સુખ આવે
Ok
» સત્પુરુષ ના ગુણ લે અને પોતાની અલ્પતાનો પરિતાપ કરે તો સત્પુરુષ ના ગુણ જલ્દી આવે છે
Ok
» સત્પુરુષ માં તુર્છ બુધ્ધિ હોય તો ગમે તેટલા સાધન કરીએ પણ ભકતી આદિક ગુણ ન આવે
Ok
» સત્પુરુષ માં દિવ્ય બુધ્ધિ હોય તો પોતાની પામરતાનું રક્ષણ થાય પણ ગુણ ન આવે
Ok
» સત્પુરુષ માં ગુણ બુધ્ધિ હોય તો જ સત્પુરુષ જેવા ગુણો પોતામાં આવે છે
Ok
» મારામાં ગુણાતીતાનંદ સ્વામી જેવા અને શાસ્ત્રીજી મહારાજ જેવા ગુણો ના આવી શકે એ વિચારવું તે આપણી પામરતા નું પ્રદર્શન છે
Ok
» પોતાની ક્રિયામાં અલ્પતા અને સત્પુરુષ ની ક્રિયામાં દિવ્યતા અને મહાનતા દેખાય તો મોક્ષ માર્ગે આપણી પ્રગતિ થાય
Ok
*Title
- _આસ્તિકતા કોને કહેવાય?_”
» આસ્તિકતા છે તે અંદરની વસ્તુ છે અને મર્યાદા બહારની વસ્તુ છે
Ok
» ભગવાનની આજ્ઞા અને ઉપાસના પાડવી તે ભગવાનને પામવાનું સાધન છે
Ok
» આસ્તિકતા હોય તો મર્યાદા આવી જાય પણ મર્યાદા હોય તો આસ્તિકતા હોય જ એવું જરૂરી નથી
Ok
» સાધનમાં જેટલું હેત હોય તેટલું જ સાધ્યમાં હોય છે
Ok
» આસ્તિકતા વિના મહિમા આવતો નથી
Ok
» આપણા માટે નાસ્તિકતા એટલે દેહાભિમાન
Ok
» સેવા કરતી વખતે આત્મભાવનું અનુસંધાન રાખે તો દેહાભિમાન ટળે
Ok
» સાધુમાં આસ્તિકતા આવી તે અતિ કઠણ છે કારણ કે તેમાં માઇકભાવ પરઠાય જાય છે
Ok
» ભગવાન એક જ મને કાળાદિકના બંધનથી મુકાવી શકે છે તેવું સમજીને આશરો કરે તો આસ્તિકતા ટકે છે
Ok
» આ સાધુની સેવા કરીને ભગવાનની સેવા થઇ ગઇ છે તેવી પ્રતીતિ થવી તેને સાધુ માં આસ્તિકતા કહેવાય
Ok
» અહી રહેલી ભગવાનની મૂર્તિમાં આસ્તિકતા ન થાય તો અક્ષરધામમાં રહેલી મૂર્તિમાં પણ આસ્તિકતા ન થાય
Ok
» સાધન એટલે શાસ્ત્ર, મૂર્તિ અને સાચા સંત તેમાં જેટલું હેત તેટલું ભગવાનમાં હેત થાય છે
Ok
» આપણને જેવી ભોગમાં આરાધ્યબુધ્ધિ થાય છે તેવી સત્પુરુષમાં ન થાય તો આપણે ગધેડા જેવા કહેવાય
Ok
*Title
- _જીવો અને જીવવા દ્યો એટલે શું?_”
» હિંસા અને દંડની બાબતમાં અનિવાર્ય સંજોગો હોતા નથી પણ માણસ પોતાના રાગથી એને અનિવાર્ય માની લેતો હોય છે
Ok
» મોક્ષ માટે સ્વરક્ષણ કરવું એ દુષ્ટનો ધર્મ નથી પણ અધિકાર છે
Ok
» રામાનુજાચાર્યજીએ વેદોની હિંસાને શાસ્ત્રીય ગણી છે જ્યારે મહારાજે એનું તાત્પર્ય લઈને અહિંસાને પ્રવર્તાવી છે
Ok
» જીવો અને જીવવા દો એનો નિર્ણય કરવો એ ઘણો કઠણ છે માટે મહાજનો એને સંબંધ થાય એમ કરવું
Ok
» ભગવાનને રાજી કરતા હોય એવા સાધુને રાજી કરવા બધાને નહીં
Ok
» ભગવાનને રાજી કરવામાં અને સાધુને રાજી કરવામાં ક્રોસિંગ થાય તો સાધુને રાજી કરવા
Ok
» જ્યારે અહિંસા અને કલ્યાણ ને ક્રોસિંગ થાય ત્યારે કલ્યાણને સાચવીને વચ્ચેનો રસ્તો કાઢવો
Ok
» પોતાના શીલથી રાજ્ય કરે એ કલ્યાણનો માર્ગ છે
Ok
» કલ્યાણના બે કિનારા છે એક ભગવાન અને બીજા ભગવાનના સંત
Ok
» જીવો જીવસ્ય જીવનમ્ એનો અર્થ એક જીવ બીજા જીવનું ભોજન છે એવું નહીં પણ રક્ષક છે એવો અર્થ છે
Ok
*Title
- _જીવો અને જીવવા દ્યો એટલે શું?
» હિંસા અને દંડની બાબતમાં અનિવાર્ય સંજોગો હોતા નથી પણ માણસ પોતાના રાગથી એને અનિવાર્ય માની લેતો હોય છે
Ok
» મોક્ષ માટે સ્વરક્ષણ કરવું એ દુષ્ટનો ધર્મ નથી પણ અધિકાર છે
Ok
» રામાનુજાચાર્યજીએ વેદોની હિંસાને શાસ્ત્રીય ગણી છે જ્યારે મહારાજે એનું તાત્પર્ય લઈને અહિંસાને પ્રવર્તાવી છે
Ok
» જીવો અને જીવવા દો એનો નિર્ણય કરવો એ ઘણો કઠણ છે માટે મહાજનો એને સંબંધ થાય એમ કરવું
Ok
» ભગવાનને રાજી કરતા હોય એવા સાધુને રાજી કરવા બધાને નહીં
Ok
» ભગવાનને રાજી કરવામાં અને સાધુને રાજી કરવામાં ક્રોસિંગ થાય તો સાધુને રાજી કરવા
Ok
» જ્યારે અહિંસા અને કલ્યાણ ને ક્રોસિંગ થાય ત્યારે કલ્યાણને સાચવીને વચ્ચેનો રસ્તો કાઢવો
Ok
» પોતાના શીલથી રાજ્ય કરે એ કલ્યાણનો માર્ગ છે
Ok
» કલ્યાણના બે કિનારા છે એક ભગવાન અને બીજા ભગવાનના સંત
Ok
» જીવો જીવસ્ય જીવનમ્ એનો અર્થ એક જીવ બીજા જીવનું ભોજન છે એવું નહીં પણ રક્ષક છે એવો અર્થ છે
Ok
*Title
- _ક્યારે ક્રોધ કરવો અને ક્યારે ન કરવો?_”
» મોટા પુરુષ નિરસ્વાદિ થકા સ્વાદ કરતા હોય, નિર્લોભી થતાં લોભ કરતા હોય પણ નિષ્કામી થતાં કામ રાખતા હોય એવું ક્યારેય ન બને એ તો એક અને એક ભગવાનનો જ ધર્મ છે
Ok
» ક્રોધ વિફળ ન હોવો જોઈએ સફળ ક્રોધ હોવો જોઈએ અને એ પણ પોતાના અધિકારમાં
Ok
» ભાગવત ધર્મના પોષણ માટે પોતાના અધિકારમાં રહીને ક્રોધ કરે તો એ બાધરૂપ નથી
Ok
» અહમ અને મમત્વમાંથી જ ક્રોધ થાય છે
Ok
» જે ક્રોધ અને રાજીપાથી સામેવાળાને કોઈ ફરક ન પડે એવો ક્રોધ કે રાજીપો ન કરવો અને કરે તો એ સ્વભાવવસ કહેવાય અને અપલખાણ કહેવાય
Ok
» પોતાની પ્રકૃતિ ઉપર પોતાનો કંટ્રોલ હોય અને પછી ક્રોધ કરે તો એ ક્રોધ દોષરુપ નથી થતો
Ok
» સીતાજીનો ત્યાગ પતિ એવા રામ ભગવાને નહોતો કર્યો પણ અયોધ્યાના રાજા રામે કર્યો હતો
Ok
» પોતાના અધિકાર બહાર જઈને ક્રોધ કરે અથવા અધિકારમાં ન હોય અને કરે તો એ બંને દોષ રૂપ છે
Ok
» સાધુતાના ધર્મ એ વ્યક્તિગત છે જ્યારે મિશનને અનુલક્ષીને જે ધર્મ હોય એ વિશેષ છે
Ok
» 30 લક્ષણે યુક્ત બધા સાધુઓ ભાગવત ધર્મનું પ્રવર્તન કરતા જ હોય એવું ન હોય
Ok
» સ્વભાવને વશ થઈને ક્રોધ કરે એ બધાને દોષ રૂપ છે માટે જાગૃતિ રાખવી
Ok
*Title
- _સત્સંગ અને કુસંગ નો રોલ શું ?_”
» સત્સંગ અને કુસંગનો સ્ટોરેજ જીવમાં જ થાય છે
Ok
» નબળા સંકલ્પ થાય તો એવો તપાસ કરવો કે આજે ક્યાં કુસંગ કરી આવ્યા છીએ
Ok
» નામુ લખવું તો સત્સંગ અને કુસંગનું નામુ લખવું
Ok
» અડગ સત્સંગ થાય તો અડગ નિશ્ચય થાય
Ok
» માત્રને માત્ર જીવના કલ્યાણને અર્થે સત્સંગ કરે તો અડગ સત્સંગ થાય
Ok
» આપણાથી કંઈ સારું કામ થાય અથવા સફળતા મળે તો એમ ન માનવું કે મેં કર્યું પણ સત્સંગના પ્રતાપથી થયું એમ માનવું
Ok
» સાધુ થવું કે સેવા કરવી તો પોતાના જીવનું કલ્યાણ થાય એવી કરવી
Ok
» પોતાની બુદ્ધિ એ પણ કુસંગ છે
Ok
» જ્યારે આપણને એમ લાગે કે આપણું મન ઠેકાણે નથી ત્યારે મન નહીં પણ જીવ ઠેકાણે નથી હોતો
Ok
» સત્સંગ અને કુસંગ છે એ બુદ્ધિથી પણ પર છે માટે બ્રહ્મરૂપ થયા પછી પણ રહે છે
Ok
» અંદરના કુસંગ અને સત્સંગને બારના કુસંગ અને સત્સંગની સાથે રિમોટ કનેક્શન છે
Ok
» આ વચનામૃત બહુ સરસ છે નવીન છે આવો કોન્સેપ્ટ કોઈ બીજા વચનામૃતમાં કે શાસ્ત્રમાં પણ નથી આપ્યો કે બે જ વાતનું ધ્યાન રાખવાનું સત્સંગ અને કુસંગ
Ok
» જગતનો વિચાર એ જ કુસંગ છે
Ok
» આપણી અંદર ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ એમનું સ્વરૂપ કેટલું બેઠું છે એનો વિચાર કરવો
Ok
» કોઈ જીવના કલ્યાણને માટે અથવા સત્સંગને માટે સારું કામ કરે તો એની રક્ષાની જવાબદારી મહારાજ પોતે લે છે જેમ કે શાસ્ત્રીજી મહારાજે 2001નો યજ્ઞ કર્યો હતો તેમ
Ok
» પોતાના કુસંગ સાથે લડાઈ આજીવન લેતો રહે અને કદાચ હારી જાય તો પણ એ જીતી ગયો છે
Ok