Utkarsh1 Flashcards
Spiritual
*Title
- _પ્રતિકૂળતા શ્રેષ્ઠ કે અનુકૂળતા ?_
» ચેલેન્જ વાળી પરિસ્થિતિમાં સેવા કરે તો એની વાસના ઓછી થાય
Continue to do seva in the face of challenges, it helps overcome and reduce desires.
» જવાબદારી લે તો એની બુદ્ધિ ઠેકાણે આવે, right thinking કરી શકે
To make thinking right take responsibilities and own it
» દેશકાળ કઠણ આવે ત્યારે કોણ સારા થઈ શકે, સારા નીવડે એના આધારે મહારાજે ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યા છે
Ok
» જે પ્રતિકૂળતાથી ભાગે તેનો વિશ્વાસ નહીં
Don’t run away from unfavorable situations on the path of faith
» વાસ્તવમાં તો ત્યાગાશ્રમમાં જલ્દી નિર્વાસનિક થવાય પણ પ્રતિકૂળતાથી ભાગે છે એટલે નિર્વાસનિક નથી થવાતું
Ok
» દેહાભિમાન ઘર કરી ગયું હોય તો ભગવાન ભુલાવી દે
Increased emphasis & importance to body causes one to forget God
» ગૃહસ્થને પ્રતિકૂળતામાં ભગવાન તો જ સાંભરે, જો એણે નક્કી કરી રાખ્યું હોય કે આને આ જન્મે ભગવાનના ધામમાં જવું છે
Ok
» ત્યાગ આશ્રમમાં જો થોડું ભગવાનનું કામ કરે તો એને બધાના આશીર્વાદ મળે અને જલ્દી નિર્વાસનિક થાય, કામ થઈ જાય
Ok
» સગવડતા અને વેવલા હરિભક્તો છે એ માણસનું મન બગાડી નાખે છે
Ok
» અનુકૂળતામાં સેવા અનુકૂળતા કરે છે, આપણે નથી કરતા
Ok
» મુશ્કેલીમાં પણ મારે ભગવાનને રાજી કરવા છે એને નિષ્ઠા કહેવાય
Nishtha is exhibited when one has the desire to serve God during difficult times
*Title
- _કેવળ અંતકાળે ભગવાનને સંભારે તો કલ્યાણ થાય ?_
» આખી જિંદગી ભગવાનની ભક્તિ ન કરી હોય અને અંતકાળે ભગવાનને યાદ કરે તો ભગવાન લેવા આવે પણ કસર તો ટાળવાની બાકી રહે છે
Ok
» આખી જિંદગી ભગવાનને ભગવાનની ભક્તિ કરી હોય અને અંતકાળે જો ભગવાનને યાદ ન કરે અને બીજું પણ યાદ ન કરે તો વાંધો નહીં પણ બીજું કંઈ યાદ કરે તો એની ગતિ ન થાય
Ok
» કસર ટાળવા માટે આખી જિંદગી ભક્તિમય જવી જોઈએ અને અંતકાળે ગરબડ ન થવી જોઈએ એ બંને મહત્વનું છે
Two things are essential
1) worship God your whole life 2) don’t think of anything else other than God whole dying
» મહારાજે શાસ્ત્રની આરપાર નીકળી જાય એવી ભાષાનો ઉપયોગ કર્યો છે, મહારાજે એવું કહ્યું છે કે વિમુખ જીવ હોય અને બોલતા ચાલતા દેહ મૂકે તો એનું અકલ્યાણ થાય, ભગવાનને યાદ કરતાં કરતાં મૂકે એમ નથી કહ્યું
Ok
» અંતકાળે જીવન દરમિયાનનો ઢોંગ ચાલતો નથી, બધું ઓપન થઇ જાય છે
Ok
» ભગવાનની ગરજ જાગે તો એને મુમુક્ષુ અને વૈરાગી કહેવાય
Ok
» આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી હોય અને અંતકાળે ભગવાનને યાદ કરે તો ભગવાન એને ધામમાં તેડી જાય
Ok
» આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી હોય અને અંતકાળે કાંઈ યાદ ન આવે તો પણ ભગવાન તેને યાદ કરે છે અને ધામમાં તેડી જાય છે
Ok
» આખી જિંદગી ભગવાનની ભક્તિ ન કરી હોય અને અંતકાળે ભગવાનને યાદ કરે તો ભગવાન કસર કઢાવીને ધામમાં લઈ જાય છે
Ok
» આખી જિંદગી ભગવાનની ભક્તિ ન કરી હોય અને અંતકાળે પણ ભગવાનને યાદ ન કરે તો જમ તેડી જાય
Ok
*Title
- _એકાંતિકપણું સહેલું છે._
» પ્રયત્ન કરતા હોય એનો અર્થ એમ છે કે એને એમાં રસ છે, રસ હોય તો જ પ્રયત્ન થાય
Ok
» મહારાજનું વ્યક્તિત્વ એ મૂર્તિ કરતા અલગ છે
Ok
» મહારાજના સિદ્ધાંત, મૂર્તિ, રુચિ, ગમો-અણગમો, પ્રભાવ એ બધું મહારાજનું વ્યક્તિત્વ ગણાય
Ok
» મહારાજમાં રસ ન હોય એટલે સાધુ થયા પછી પણ એકાંતિકપણું નથી આવતું
Ok
» એકાંતિક એટલે કોઈ દિવસ નાશ ન થાય એવું
Ok
» સ્વભાવ હોય એટલે એને ભગવાનમાં રસ ન જ હોય એવું નથી
Ok
» સ્વભાવ ન હોય અને ભગવાનમાં રસ પણ ન હોય તો એ વ્યક્તિ જીવનમાં કાંઈ ન પામે
Ok
» સ્વભાવ હોય પણ જો એને ઓળખીને ટાળવાનો પ્રયત્ન કરતો હોય ને ભગવાનમાં રસ હોય તો એકાંતિકપણું જળવાઈ રહે
Ok
» ઘણા લોકો પાસે શક્તિ હોય પણ રસ ન હોય તો એકાંતિકપણું ન આવે, divert થઈ જાય
Ok
» રસ હોય અને શક્તિ ન હોય તો શક્તિ અને એકાંતિકપણું આવે
Ok
» ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત ગુણ-અવગુણ સહિતના વિવેકનું અને 16મું વચનામૃત ગુણ અવગુણને ઓળખવાનું અને સત-અસતના વિવેકનું છે
Ok
» ભક્તિ હોય એના બે પ્રભાવ છે એક તો મહારાજની આજ્ઞામાં ટૂક-ટૂક થઈ જાય અને મૂર્તિ ધારવામાં ક્યારેય કાયર ન થાય
Ok
*Title
- *“સત્સંગમાં કુસંગ” કોને કહેવાય ? *
» જેમ રામાનુજાચાર્યજી એ કર્મકાંડ સહિત ઉપાસના કહી છે એમ મહારાજે નિષ્કામ સેવા સહિત ઉપાસના કહી છે
Ok
» નિરુત્સાહપણું છે એ કુસંગનું પરિણામ છે
Ok
» નિષ્કામ ભાવે સેવા કરે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને પછી ઉપાસનાને યોગ્ય બને છે
Ok
» મહિમા છે એ સાધનનો પ્રેરક બનવું જોઈએ, ઘાતક નહીં
Ok
» નિષ્કામ ભાવે સેવા કરે તો જલ્દી સિદ્ધિ પ્રાપ્ત થાય છે
Ok
» જેને પોતાની નબળાઈનું પોષણ કરવું હોય એ જ હિમ્મત રહિતની વાત કરતા હોય છે
Ok
» સેવામાં જો નિષ્કામ ભાવ ન હોય તો ઘણો ફેર પડે છે
Ok
» અંતઃકરણ શુદ્ધ થયું છે એની સાબિતી આપે છે કે તેનું મન ભગવાનમાં સ્થિર થાય છે
Ok
» પુરુષાર્થહીનતાનું કારણ લઘુતાગ્રંથિ અથવા મહિમાનો ઓથ છે
Ok
» સાધનોને ગૌણ કરી દેવા એ કુસંગ છે
Ok
» પુરુષાર્થ કરે અને એનો અહંકાર ન કરે એના ઉપર ભગવાનની કૃપા થાય છે
Ok
» કામાદિક દોષો ન હોય તો પણ જે લઘુતાગ્રંથીથી પીડાતો હોય તો પુરુષાર્થહીન થઈ જાય છે
Ok
» સાધનમાં પ્રીતિ નથી તો સાધ્યમાં પણ પ્રીતિ નથી
Ok
*Title
- _અર્જુન જેવા ભક્ત કયારે થવાય ?_
» મહારાજે જે લીલા કરી હોય તે સનાતન થઈ જાય છે પછી કોઈ ભક્તને તેના દર્શન કરવા હોય તો પણ થાય છે
Ok
» જગત સંબંધી જે જે ક્રિયાઓ સાથે તે કુસંગ છે અને ભગવાન સંબંધી છે જે ક્રિયાઓ છે તો સત્સંગ છે
Ok
» જેવો સત્સંગનો મોટો પ્રતાપ છે એવો કુસંગનો પણ મોટો પ્રતાપ છે
Ok
» કુસંગ અને શાપ એ બેથી ભક્તિનો પણ નાશ થઈ જાય છે
Ok
» માણસને પોતાના પુરુષાર્થ ઉપર વિશ્વાસ નથી હોતો મફતમાં મળે એમાં હોય છે
Ok
» ભગવાનનું કામ કરવામાં “મારું શું” એ વિચારનો ત્યાગ કરવો છે એ વિચાર હોય છે એટલા માટે અર્જુન જેવા ભક્ત થવાતું નથી
Ok
» ભગવાન સંબંધી સંકલ્પ છે તેનો ક્યારેય નાશ નથી થતો પણ કુસંગ અને શાપથી તેનો નાશ થઈ જાય છે
Ok
» કાંઈ કામ કર્યા વિના પુરુષાર્થ કર્યા વિના આશીર્વાદની ઈચ્છા રાખવી એને પરચાની ઈચ્છા રાખી કહેવાય
Ok
“મારું શું” એનો કતોહળ છે એ પ્રકૃતિપુરુષ સુધી છે
Ok
» અર્જુનને ભગવાને ગીતા કીધી ત્યારે એ ભગવાનના કામમાં આવ્યા અને વાંદરાઓને ગીતા કહેવાની જરૂર ન પડી છતાં ભગવાનના કામમાં આવ્યા કારણકે વાંદરાઓને પાછળનું મગજ નથી એવી માર્મિક વાત કરી
Ok
» સત્સંગ એ સેન્સેટિવ છે એને ચાર્જ કરવો પડે છે જ્યારે કુસંગ ઓટો ચાર્જ છે, auto on છે અને ફાસ્ટ ચાર્જ છે
Ok
» મારે કાંઈ નથી જોતું એનાથી ભગવાનને શું લાભ ?
Ok
» શતધનવા કરતા અર્જુન શ્રેષ્ઠ ગણાણા કેમકે એ ભગવાનના કામમાં આવ્યા
Ok
*Title
- _આપણે અનાદિમુક્ત જેવા થઈ શકીએ?_”
» ભગવાનના માર્ગમાં જૂના કે નવા કોઈનો ઈજારો નથી જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ વધારે કરે તેને ભગવાનનું વધારે સુખ આવે છે અનાદિ કે આધુનિક મુક્તનો કાંઈ મેળ નથી.
Ok
» વિદ્યા, વૈરાગ્ય, ભક્તિ આદિ કોઈ પણ સદગુણે કરીને કોઇની મજબૂરીનો લાભ લેવો એ મહારાજને ગમતું નથી.
Ok
» મજબૂરીમાં મદદ કરવી એ મહારાજને ગમે છે.
Ok
» માણસ જગતના માર્ગે જેટલી મહેનત કરે છે એટલી ભગવાનના માર્ગમાં નથી કરતો એટલે એકાંતિક પણું નથી આવતું, અઘરું છે એટલે નથી આવતું એવું નથી.
Ok
» પુરુષાર્થ હિન માણસો જ સ્થાપિત હકોને પકડીને બેસી જાય છે પુરુષાર્થી હોય તો સ્થાપીત હકોને ઠોકર મારે છે.
Ok
» ભગવાનના ભક્ત પ્રત્યે હમદર્દી રાખીએ તો ભગવાન રાજી થાય.
Ok
» શિષ્ય કે દીકરો જીતે એ ગુરુ કે પિતાની જીત ગણાય.
Ok
» ધર્મનું ફળ સુખ અને વૈરાગ્ય બંને છે સુખનો તિરસ્કાર કરે તો વૈરાગ્ય આવે.
Ok
» ઉપશમના બે ફળ છે એશ્વર્ય અને એકાંતિક પણુ, ઐશ્વર્યનો ત્યાગ કરે તો એકાંતિક પણુ આવે.
Ok
» ઐશ્વર્યનું ગ્રહણ કરે તો ઉતરતો ઉતરતો ઉતરી જાય.
Ok
» બીજા માણસોને જેમાં રસ હોય છે એમાં જ આપણને રસ આવે છે એટલે આપણે એકાંતિક પણુ આવે એના માટે પ્રયત્ન નથી કરતા.
Ok
» દર્શન સેવા અને કથામાં વેગ ચડી જાય તો ઇન્દ્રિયોના સંયમ વિના પણ ઉપશમ આવે છે.
Ok
» આપણે અનાદિમુક્ત જેવું ન થવાય એ એમનું રિસ્પેક્ટ નથી પણ આપણી નાદારી છે.
Ok
» પુરુષાર્થના આધારે મોટા સંતોનુ રિસ્પેક્ટ ન રહે એ અહંકાર છે.
Ok
» ઉપશમમાં જેટલી વસ્તુ સૂક્ષ્મ હોય એટલું વધારે એશ્વર્ય આવે છે.
Ok
» આપણે નંદરાજા અને સૌભરી જેવું નથી કરતા એ આપણો વૈરાગ્ય નથી પણ શક્તિ અને વ્યવસ્થાનો અભાવ છે.
Ok
» ભલે વ્યવસ્થાના અભાવે પણ આપણે ત્યાં રાખતા હોઈએ પણ જો એમનામ પાર પડી જઈએ તો સારું કહેવાય
Ok
*Title
- _ભગવાન જેવા છે એવા ક્યારે દેખાય ?_
» કેવળ ‘રામ રામ’ કરવાથી ભગત નથી થવાતું પણ ભગવાનનું કામ કરે તો એ ભગત કહેવાય
Ok
» ભગવાનમાં શ્રદ્ધા અને આસ્થા રાખે તો ભગવાન ઓળખાય છે
Ok
» આપણને બધાને સમાસ થાય એટલા માટે ભગવાન પોતાનું રૂપ, તેજ અને શક્તિ એ દાબીને રાખે છે, માટે મનુષ્યબુધ્ધિ ટાળવી
Ok
» ભગવાનનું કામ કરે એ ભક્ત કહેવાય, સમાજનું કામ કરે એ સજ્જન કહેવાય અને કુટુંબનું કામ કરે એને સંસારી કહેવાય
Ok
» ઉદ્યમ કરવામાં જો ભગવાનને સાથે રાખ્યા હોય તો ઉદ્યમ સફળ થાય
Ok
» ભગવાનનું કામ કરવાથી આત્મ સંતોષ થાય છે, દા. ત. વ્યાસ ભગવાન
Ok
» ભગવાનની મૂર્તિ જેવી દેખાય છે એવી નથી એમાં તેજ અને ઐશ્વર્ય બધું રહ્યું છે અને ભક્તની શ્રધ્ધા અને સેવા ગ્રહણ કરે છે
Ok
» આ લોકમાં ભગવાનના અવતાર પણ કાયમી રહેતા નથી તો પછી વીરો અને ભેંસનું ખાડુ કાયમી કેમ રહીએ
Ok
» જીવનું કારણ શરીર છૂટી જાય ત્યારે ભગવાન જીવને દિવ્ય શરીર આપે છે તો ભગવાન કેટલા દિવ્ય કહેવાય
Ok
*Title
- *ધર્માદિક ચારેની એકબીજાની પૂરકતા અને મર્યાદા. *”
» ભક્તિની સાથે સાથે જો ભક્તમાં વૈરાગ્ય પણ હોય તો એ ખૂબ શોભે છે અને ન હોય તો વરહો લાગે છે.
Ok
» પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો પ્રીતિની સિધ્ધી થતી નથી.
Ok
» ભગવાન માટે, આત્મકલ્યાણ માટે સહન કરે એને જ આત્મનિષ્ઠા કહેવાય છે.
Ok
» ભક્તિ ને વૈરાગ્ય સાથે અને જ્ઞાનને ધર્મની સાથે સહજ ક્રોસિંગ છે.
Ok
» આ ચાર ગુણમાંથી પહેલા એક સિદ્ધ કરવો પછી બીજો સિદ્ધ કરવાનો ટાર્ગેટ રાખવો.
Ok
» વૈરાગ્ય હોય એને સંગ્રહ કરવાનું મન જ ન થાય.
Ok
» કર્ણમાં સહનશીલતા હતી પણ ભક્તિ ન હતી એટલે બ્રહ્માંડ બહાર ગતિ થતી નથી.
Ok
» આ ચારે ગુણમાં એક એક વિશિષ્ટતા છે અને ખામી પણ છે મહારાજે વિશિષ્ટતા નો લાભ લેવો અને ખામીનો ગેરલાભ ન લેવો એવું સરસ સંકલન કર્યું છે જે બીજા કોઈ શાસ્ત્રોમાં નથી.
Ok
*Title
- _મહારાજ અતિશે રાજી ક્યારે થાય?_”
» ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ને ભક્તિ એ ભગવાનને રાજી કરવાના ઉપાય છે અને અખંડ સ્મરણ, દેહ ભાવથી નોખું પડવું, અક્ષરની ભાવના કરવી, દેહના સંબંધીથી નોખું પડવું એ અતિશે રાજી કરવાનો ઉપાય છે.
Ok
» અક્ષર ભાવ એટલે અનન્ય ભાવે મહારાજની સેવા કરવી.
Ok
» આપણે સેવા તો કરીએ છીએ પણ ભગવાનની સાથે સાથે દેહની અને તેના સંબંધીઓની પણ સેવા કરીએ છીએ એટલે એ અનન્ય સેવા નથી રહેતી.
Ok
» જેને ભગવાનને રાજી કરવાની અતિશય ઈચ્છા હોય તે બીજા કોઈ સાથે વદાડ ન કરે.
Ok
» અખંડ વૃત્તિ છે એ અંતિમ સાધન છે એનાથી આગળ કાંઈ કરવાનું નથી.
Ok
» જેને ભગવાનને વિશેષ રાજી કરવાની ઇચ્છા હોય તેને વિશેષ કરવું.
Ok
» જેને ભગવાનને અતિશે રાજી કરવા હોય તેને પહેલા અતિશય રાજી કરવાની ડિઝાયર હોવી જોઈએ.
Ok
» ઉત્કૃષ્ટની અખંડ વૃત્તિ રાખે તો એને ઉપાસના કહેવાય પોતાથી સમાન કે નિકૃષ્ટ હોય તેમની અખંડ વૃત્તિ કરે તો એને ઉપાસના ન કહેવાય.
Ok
» નિષેધ ધર્મ અખંડ પાડવાનો હોય છે અને વિધિ ધર્મ એ સમયે સમયે પાડવાનો હોય છે.
Ok
» સિદ્ધિઓ બહુ લોભામણી હોય છે નજીકનો બતાવીને છેતરે છે.
Ok
» ઉત્કૃષ્ટ ભાવ વિના અખંડ સ્મૃતિ રહે તો પણ શું એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ અખંડ સ્મૃતિ રહે તો પણ શું એવું કહ્યું છે.
Ok
» કંસ અને શિશુપાળને અખંડ સ્મરણ હતું પણ તે ભગવાનને ઉત્કૃષ્ટ નહોતા માનતા એટલે ઉપાસના ન કહેવાય.
Ok
» ગોપીઓને પણ અખંડ સ્મરણ હતું પણ તેને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ઉત્કૃષ્ટ ભાવના હતી.
Ok
» મર્યાદામાં રહીને અતિશયાધાન કરે એની બ્રાન્ડ વધારે તેને શેષ કહેવાય સેવક કહેવાય.
Ok
» કોણ સંબંધી નથી એવો વિચાર કરીને સંસારના બધા સંબંધોથી વિછેદ કરવો.
Ok
*Title
- *સંગીત કે યોગ. *”
» સંગીત અને નિષ્કામ કર્મયોગ એ અષ્ટાંગયોગનો વિકલ્પ છે.
Ok
» સંગીતની સાથે ધ્યાન કે કોઈપણ ક્રિયા કરવામાં આવે તો થાક ઓછો લાગે છે.
Ok
» માણસને ક્રિયામાં પોતાના ઇરાદા પ્રમાણે રસ આવે છે ક્રિયા પ્રમાણે નહીં.
Ok
» ભગવાનને સંભારીને કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો એ કીર્તન ભક્તિ છે.
Ok
» સંગીત અથવા દરેક ક્રિયામાં પોતાનો એક સ્વાભાવિક રસ હોય છે, એનો ત્યાગ કરે તો ભગવાનમાં રસ આવે.
Ok
» શાસ્ત્રીજી મહારાજ રોટલા કરતા, છાણાં થાપતા મહારાજના તિલ ચિન્હ સંભારતા.
Ok
» 75% થાક માનસિક હોય છે અને ૨૫% જ શારીરિક હોય છે.
Ok
» કોઈપણ ક્રિયામાં ભક્તિરસ લઈ શકાય છે જો લેવો હોય તો.
Ok
» માણસને ફળમાં રસ હોય છે એમાં ન હોય તો ક્રિયામાં, એમાં ન હોય તો અહમમાં અને એમાં પણ ન હોય તો નવરાશમાં રસ હોય છે એનો ત્યાગ કરે ત્યારે ભગવાનમાં રસ આવે.
Ok
» શારીરિક ક્રિયામાં ભગવાનને યાદ કરવા અને માનસિક ક્રિયામાં સેવારસમાં રસ લેવો.
Ok
» યોગ કરતાં પણ સંગીત ભગવાનમાં જોડાવા માટે શ્રેષ્ઠ છે, કારણકે અષ્ટાંગ યોગથી નીરસ પણે મન જોડાય છે જ્યારે સંગીતથી રસ પૂર્વક જોડાય છે.
Ok
*Title
- _સત્સંગમાં સ્થિતિ કેમ થાય?_”
» સ્થિતિ એટલે અચળ ઊભું રહેવું, વિકૃતિના સમયમાં પણ.
Ok
» સ્થિતિ એટલે આપણે જે માર્ગ લીધો હોય સેવા, ભજન, નિષ્ઠા, ભાવના, સંતો-ભક્તોમાં હેત વર્તમાન એમાં ગમે તેવા દેશકાળે પણ ડગવું નહીં.
Ok
» મૂર્તિમાં સ્થિતિ એ સાધ્ય છે અને બીજી બધી સ્થિતિ એ સાધન ગણાય.
Ok
» દેહાભિમાને કરીને એક સ્થિતિ રહેતી નથી.
Ok
» ભગવાનના મનુષ્ય ચરિત્રમાં પણ સંશય ન થાય તો એ ભગવાન વિશેની સ્થિતિ ગણાય અને સ્થિતપ્રજ્ઞ ગણાય પરીક્ષિત અને ઉદ્ધવજી એના દ્રષ્ટાંતો છે.
Ok
» દેહનું સેટિંગ મૂકીને મહારાજની ઈચ્છા પ્રમાણે સેટિંગ કરે તો એની સ્થિતિ થાય.
Ok
» બ્રહ્મા શિવ નારદ એ બધાની સ્થિતિ પંચવિષયને આધારે ન રહી જ્યારે પરીક્ષિતની ભગવાનના વિષયમાં સ્થિતિ ન રહી.
Ok
» ત્રણ ત્રણ પેઢી બદલી ગઈ તોપણ કોઠારી સ્વામીની સેવામાં સ્થિતિ એવી ને એવી રહી.
Ok
» સાધનમાં સ્થિતિ થાય એટલે સાધ્યમાં થઈ જ ગણાય છતાં કાચું તો ગણાય ઘઉંના દ્રષ્ટાંતે.
Ok
*Title
- *સ્થિતિ ક્યારે ઓળખાય. *”
» વિપરીત સંજોગોમાં નિષ્ઠા અને સ્થિતિની ખબર પડે છે.
Ok
» વિપરીત સંજોગો એટલે પ્રતિકૂળતા અથવા અતિઅનુકુળતા.
Ok
» જ્યાં રસ હોય ત્યાં સ્થિતિ થાય છે.
Ok
» અતિઅનુકૂળતા જેને ઇશ્ક ન હોય અને હતી પ્રતિકૂળતા જેને અસહ્ય હોય ન એને સ્થિતિ થાય.
Ok
» માણસની નબળાઈ અતિઅનુકૂળતા અને અતિપ્રતિકૂળતામાં પ્રગટ થાય છે.
Ok
» માણસનો જીવ જ્યાં માને ત્યાં એને ઉપાસના થાય છે.
Ok
» ભગવાને ગીતામાં સમાધિ શબ્દ સ્થિતિના અર્થમાં વાપરો છે.
Ok
» ગઢડા પ્રથમ ના 23માં વચનામૃતમાં પોતાની સ્થિતિની મહારાજે વાત કરી છે અને 24માં ભગવાનમાં સ્થિતિની વાત કરી છે.
Ok
*Title
- _ભગવાનની પ્રાપ્તિ નો આનંદ ક્યારે આવે?_”
» શાસ્ત્રીજી મહારાજ છેલ્લે કહેતા કે હવે મને અંતરમાં પ્રકાશ પ્રકાશ દેખાય છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવો ને આવો પ્રકાશ ઠેઠ સુધી રહે એ જ્ઞાને કરીને સ્થિતિ થઇ કહેવાય.
Ok
» મહારાજની કમ્પેરીઝન કરે તો નિશ્ચય થાય અને મહારાજની પ્રાપ્તિથી ફળ મળ્યું છે એની કંપેરિઝન કરે તો ઉત્સાહ વધે.
Ok
» ભગવાનના વિશેષ જ્ઞાન વિના ભક્તિ, નિષ્ઠા કે સ્થિતિ થતી નથી.
Ok
» હું જે સેવા કરું છું એ ભગવાનની સેવા છે એવી અસંદિગ્ધતા હોય તેને પ્રકાશ થયો કહેવાય
Ok
» ભગવાને કરેલી તમામ ચેષ્ટાઓ સનાતન છે તેનો કાળ પણ નાશ નથી કરી શકતો.
Ok
» શાસ્ત્રોમાં ભગવાનનો મહિમા સૃષ્ટિ પ્રકરણને આધારે કહ્યો છે અર્થાત કાર્યના આધારે વ્યક્તિનો મહિમા હોય છે.
Ok
» અપૂર્ણપણુ મનાય છે તેનું કારણ મહિમાનો અભાવ છે એટલે કે કમ્પેરીઝનનો અભાવ છે.
Ok
» આપણે અત્યારે અખંડ સ્મૃતિ નથી કરી શકતા પણ મહારાજમાં અખંડ નિષ્ઠા અને સેવા તો કરી શકીએ.
Ok
» શાસ્ત્રીજી મહારાજને અંતરના જે પ્રકાશ દેખાતો તો એનો અર્થ વિવેક.
Ok
» કમ્પેરીઝન કર્યા વિના સુખ નથી આવતું.
Ok
» નિષ્ઠા થયા પછી પણ કમ્પેરીઝન ચાલુ રહેવી જોઈએ.
Ok
» સેવા અને શાસ્ત્રીજી મહારાજના રાજીપાને લઈને કોઠારી સ્વામીને એવી સ્થિતિ થઇ હતી.
Ok
» દેહભાવનો ઉછેદ થાય ત્યારે દુઃખનો અંત આવે.
Ok
» મહિમા એટલે ઈત્તર વિલક્ષણતા જાણવી, કમ્પેરીઝન કરવું.
Ok
» ભગવાન સંબંધી જ્ઞાન અને ભક્તિનો કાળ પણ ક્યારેય નાશ નથી કરી શકતો.
Ok
» ભગવાનના ભક્તને ભગવાનને અર્થે કરાયેલી ક્રિયાઓનો પણ કાળ નાશ નથી કરી શકતો.
Ok
» નિર્વિકાર તો મુકતો પણ છે પણ ભગવાન તો બીજાને પણ નિર્વિકાર કરી દે છે એટલે ભગવાન વિલક્ષણત છે.
Ok
*Title
- _પૂર્ણકામપણું શા માટે નથી મનાતું?_”
» સંતોષ અને પૂર્ણકામપણુ બંને અલગ અલગ છે બંનેના ફોર્મ સરખા છે પણ ફિલ્ડ અલગ અલગ છે.
Ok
» વૈરાગ્ય હોય તો લોકિક માર્ગમાં સંતોષ થાય છે.
Ok
» આત્મનિષ્ઠાથી આત્માની અને ભગવાનના મહિમાથી ભગવાનની અનુભૂતિ થાય છે.
Ok
» આત્મનિષ્ઠા છે એ અધ્યાત્મ માર્ગના બીજ છે, ફાઉન્ડેશન છે, જમીન છે.
Ok
» ગ્રંથના કર્તાને આધારે ગ્રંથમાં દૈવત આવે છે અને શાંતિ થાય છે.
Ok
» ભગવાનના માર્ગમાં સંતોષ એ અવરોધરૂપ છે.
Ok
» વિષયથી ડિસ્કનેક્ટ થઈને ભક્તિ કરે તો પૂર્ણકામ પણુ આવે.
Ok
» ભક્તચિંતામણીની સાંકળી યાદ કરતાં કરતાં સ્વામીને એવો સંકલ્પ થયો અને અનુભવ થયો કે જેવી શાંતિ ભક્તચિંતામણીના ચરિત્રોની સાંકળીથી થાય છે એવી હરિલીલામૃતની સાંકળીથી નથી થતી કારણકે કરતાં જુદા જુદા છે.
Ok
» તપ કરવાનું પ્રયોજન છે કે દેહ ભાવ ઓછો થવો જોઈએ.
Ok
» તત્વનો પરિચય થાય તો પૂર્ણકામપણુ મનાય.
Ok
» સ્વધર્મમાં રહીને પણ વિષય ભોગવી શકાય છે અને ત્યાં સુધી પૂર્ણકામપણું મનાતું નથી.
Ok
» વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિના ધર્મ અને ભક્તિ હોય તોપણ પ્રાકૃતતા જાતી નથી.
Ok
» સંતોષ છે લકિક સુખ સાધન હોય છે અને એમાં મારા જેવું કોઈ ને નથી મળવું એવી અનુભૂતિ હોય છે જ્યારે પૂર્ણ કામ પણ અધ્યાત્મ વિષયક હોય છે અને મને આવું ક્યારેય બન્યું નહોતું એવી અનુભૂતિ હોય છે
Ok
*Title
- _દેહભાવ યુવાનીમાં જ ઓછો થાય છે._”
» સેવા છે તે દેહભાવને ટાળવાનું મોટું સાધન છે પણ સેવાથી નોખો ન પડે તો દેહભાવ વધે પણ ખરો.
Ok
» દેવથી નોખું પાડવાનું કામ યુવાનીમાં જ થાય છે.
Ok
» લૌકિક સુરાતન જદૂ છે અને તત્વનુ શૂરાતન જુદૂ છે.
Ok
» કારણ શરીર અને સૂક્ષ્મ શરીર એ બ્રહ્મહત્યા છે કોઈ વાતે છૂટી પડતિ નથી.
Ok
» સેવામાં સફળતા-નિષ્ફળતા માન-અપમાન થાય તો પણ સેવા મૂકે નહીં તો એને આત્મભાવ આવે ભાવે.
Ok
» પૂર્ણકામપણુ એમાં મહિમાનો રોલ જાજો છે પણ આત્મનિષ્ઠા એ પાત્રતા છે ફાઉન્ડેશન છે એ ન હોય તો ન આવે.
Ok
» શાસ્ત્રને આધારે મનન કર્યું હોય તો દેહભાવ જલ્દી ટળે છે અને બીજાને પણ માર્ગદર્શન આપી શકે છે.
Ok
» ભગવાન અને ભગવાનના ભક્તમાં નિષ્ઠા હોય અને સમર્પણ હોય પણ જો દેહભાવ ટાળવાનું મનન ન કરે તો દેવભાવ તળતો નથી.
Ok
આજે મકરસંક્રાંતિના પુણ્ય પવિત્ર દિવસે પૂજ્યપાદ ગુરુમહારાજના આશીર્વાદ તથા પૂજ્યપાદ મહંત સ્વામીની પ્રેરણા અનુસાર કોલંબિયા દેશના કાલી શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની નૂતન શાખામાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પાવન પધરામણી અને શોડષોપચાર પૂજન કરવામાં આવ્યું.
Ok
*Title
- _નિશ્ચય દ્રઢ કેમ થાય ?_”
» નિર્વિકલ્પ સમાધિમાં બે વસ્તુ નડે છે એક તો પોતાની ખામી અને બીજું ભગવાનમાં ખામી જોવી તે.
Ok
» પોતાની ખામી હોય અને ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન માફ કરી દે છે,પણ ભગવાનના ચરિત્રમાં સંસય કરે એને ભગવાન માફ નથી કરતા.
Ok
» સવિકલ્પ એટલે અધુરાઈ સહિત અથવા ખામી વાળો અને નિર્વિકલ્પ એટલે ખામી રહિત.
Ok
» ભગવાન આપણી બીજાના દ્વારા રક્ષા કરે છે એમ માને એને નિશ્ચય થાય, ભાઈએ કે મિત્રે રક્ષા કરી એમ માને તો ન થાય.
Ok
» નિશ્ચય એટલે નિર્વિકલ્પ સમાધિ અને એ જ એકાંતિકપણું છે, અષ્ટાંગયોગથી એકાંતિક નથી થવાતું.
Ok
» શ્રોતા કથામાંથી પોતામાં જે પડ્યું હોય એ ગ્રહણ કરે છે વક્તા કે શાસ્ત્રમાં પડ્યું હોય તે નહીં.
Ok
» મોક્ષ માટે સૌથી ઉત્તમ સાધન એ કે ઉત્તમ વક્તાના મુખે ભગવાનની કથા સાંભળવી, એ સાધન મીમાંસા ભાગવતના બીજા સ્કંધમાં કહી છે.
Ok
» મહારાજ સાથે પોતાનો પર્સનલ સંબંધ બંધાય મારા પણું થાય એને નિશ્ચય કહેવાય.
Ok
» સર્ગસૃષ્ટિ એટલે બ્રહ્મ સુધીની સૃષ્ટિ અને વિસર્ગસૃષ્ટિ એટલે બ્રહ્માથી સ્તંભ સુધીની સૃષ્ટિ.
Ok
» ભગવાન આપણું કલ્યાણ પોતાના બિરુદ સામું જોઈને કરે છે, આપણા કર્મો સામું જોઈને નહીં.
Ok
» ભગવાને બાંધેલી મર્યાદાનો ભંગ કર્યા પછી હું કોણ છું એટલે કે કેટલી ઊંચી ગાદીએ છું એવું કંઈ ચાલતું નથી.
Ok
» તૃતીય સ્કંધમાં સ્થાન કથા છે એટલે કે ભગવાને બાંધેલી મર્યાદાની કથા છે ભરતજી ભગવાનના દીકરા હતા તો પણ ત્રણ જન્મ લેવા પડ્યા.
Ok
» ચોથા સ્કંધમાં પોષણ કથા છે એટલે કે ભગવાન, ભગવાનનું નામ ભગવાનના માર્ગમાં મરેલાને પણ બેઠા કરે છે. અજામિલ કથા.
Ok
» સાતમા સ્કંધમાં ઉતી કથા કહે છે એટલે કે વાસના કથા કહી છે એ બે પ્રકારની છે શુભ અને અશુભ પ્રહલાદ અને હિરણ્યકશિપુ.
Ok
» 10મા સ્કંધમાં નિરોધ કથા છે ગોપીઓના મનનો ભગવાનમાં નિરોધ થયો તે.
Ok
» સૃષ્ટિ લીલા એ કાર્ય લક્ષણ છે અને મનુષ્ય લીલા એ સ્વભાવ લક્ષણ છે.
Ok
» પોતાના મોક્ષ માટે કથા કરે એ ઉત્તમ વક્તા છે.
Ok
*Title
- *ભગવાનને સર્વ કર્તાહર્તા ક્યારે જાણ્યા કાહેવાય? *”
» આપણે મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ મને મારી ખામી ઓળખાવજો.
Ok
» પોતાની સફળતાની ક્રેડિટ ભગવાનને આપે અને પોતાની નિષ્ફળતાની જવાબદારી માથે લે તો ભગવાનને સર્વ કર્તાહર્તા જાણ્યા કહેવાય.
Ok
» ભગવાનને સર્વ કર્તાહર્તા જાણે એટલામાં જ જીવનનું કલ્યાણ થઈ જાય છે.
Ok
» ભગવાન પૃથ્વી ઉપર ન હોય ત્યારે પણ પોતાની વિકનેશ છે એ ભગવાનને સર્વ કરતા મનાવવા દેતી નથી.
Ok
» નબળું પરિણામ આવે એટલે સમજી લેવુ કે આપણો હાથ અડી ગયો છે, ભગવાનનો અડ્યો હોય તો નબળું પણ સારું થઈ જાય છે.
Ok
» આપણામાં વિકનેસ હોય એને મરતા પહેલા ટાળી નાખવી છે એવો ટાર્ગેટ રાખવો.
Ok
» આજનો સાયન્ટિફિક મેનેજમેન્ટ એવું કહે છે કે દરરોજ રાત્રે સુતા પહેલા એવું યાદ કરવું જોઈએ કે આજે મને કોણે કોણે મદદ કરી એનો ગ્રેટીટ્યુડ માનવો જોઈએ.
Ok
» યોગ્ય વ્યક્તિને ક્રેડિટ આપવી એને જ નિષ્કામ કર્મયોગ કહેવાય છે.
Ok
» મોક્ષ ભગવાન વતે જ થાય છે તોપણ આ જીવ ભગવાનને ક્રેડિટ આપી શકતા નથી અને સાધનનું અભિમાન કરે છે.
Ok
» આપણે સફળ થયા હોય તેની ક્રેડિટ બાજુવાળાને ન આપી શકે તો કમસેકમ ભગવાનને તો આપવી.
Ok
» આપણામાં જે કાંઈ સારુ છે એ ભગવાનના ઘેરથી આવેલુ છે, આપણાથી તો માખ પણ ઉડે એમ નથી.
Ok
» પોતાની નબળાઇ અને નિષ્ફળતાની જવાબદારી બહુ હિમ્મતવાન હોય એ જ લઈ શકે છે.
Ok
» દાનત ખોટા હોય એ પોતાની સફળતાની ક્રેડિટ બીજા પાસે જવા દેતા નથી.
Ok
» ભગવાને કાળ, કર્મ, માયા, સ્વભાવ અને જીવ બધાને અલગ અલગ કોટા આપેલા છે ભગવાન ધારે તેનાથી ઉપરવટ થઈ અને અન્યથા પણ કરી શકે છે.
Ok
*Title
- _સત્સંગમાં લીડર કોણ થઈ શકે ?_
» જેનો જીવ મહારાજમાં જોડાયેલો હોય એ જ બીજાના જીવને મહારાજમાં જોડી શકે છે
Ok
» જ્ઞાન અને વૈરાગ્ય એ અસાધારણ ભક્તિની બાય પ્રોડક્ટ છે
Ok
» શાસ્ત્રીજી મહારાજ ઋષિકેશ શિબિર વખતે એમ કહેતા કે “મારી રુચિ પ્રમાણે સેવા કરતા હોય અને એના ઉપર હું રાજી થઈ જાવ તો હું ભૂલ્યો ગણાવ, એ ભગવાન રાખે એ બરાબર.”
Ok
» વૈરાગ્ય એ સાધુનો શણગાર છે, સંસ્થાનો નહીં, સંસ્થાનો તો સમૃદ્ધિ શણગાર છે
Ok
» નંદ સંતોને સ્વામિનારાયણ ભગવાનનું ભૂત વળગ્યું હતું એટલે રાત્રે ઉઠી જાય તો પણ મહારાજ માટે શું કરૂ ? એના જ વિચારો આવતા હતા
Ok
» લીડરમાં ચારિત્ર્યની ખામી હોય તોયે પાછળના બધાને ભોગવવી પડે છે
Ok
» મને સત્તા મળે તો હું સેવા કરૂ એવી ઇચ્છા હોય એ લાલચુ છે
Ok
» લીડરમાં આખા સમૂહને કઈ દિશામાં લઈ જવો ? એવું વિઝન પણ હોવું જોઈએ અને તેની capacity પણ હોવી જોઈએ
Ok
» લીડર છે એ જે-તે યુનિટનું પ્રારબ્ધ ગણાય
Ok
» જેની છત્રછાયામાં બીજા લોકો શાંતિથી ભજન કરી શકે એ લીડર કહેવાય, પોતે એકલો કરી શકે એ નહીં
Ok
» લીડર હોય એને ન્યાયથી ખજાનો ભરવો જોઈએ, આડેધડ નહીં
Ok
» દુષ્ટને દંડ આપવો એટલે દુષ્ટ ઈરાદાવાળાને sideline કરવાની હિંમત હોવી જોઈએ
Ok
» સાધુને પર્સનલ સમૃદ્ધિ ન વધવી જોઈએ પણ સંસ્થાની સમૃદ્ધિની પણ એલર્જી હોય એ ખામી ગણાય
Ok
» જેને એક સ્વામિનારાયણ ભગવાનના ચિન્હ, ચરિત્ર ને ચેષ્ટા ગમતા હોય તો એ પોઝિશન વિના પણ લીડર છે
Ok
» સંસ્થા કે દેશ ખાડે જાય એના માટે લીડર responsible છે
Ok
» શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ એવો હતો કે કોઈ એમની સાચા ભાવથી અંગત સેવા કરતા હોય તો પણ એમને misguide ન કરી શકે
Ok
» યોગ્ય વ્યક્તિ અને સ્કિલ એનું સન્માન ન થાય તે સંસ્થા ખાડે જાય
Ok
» સ્વામિનારાયણ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનનું કલ્ચર લીડ કરી શકે એવા વિઝનરી લીડર જોઈએ છે
Ok
*Title
- _LEVEL 5 LEADER_
» જેવું દેહમાં હેત છે તેવું ભગવાનના ભક્તમાં હેત થાય તો તેને આત્મબુદ્ધિ કહેવાય
Ok
» પોતાની ગેરહાજરીમાં પણ પોતાની હાજરી કરતાં સવાયું કામ થાય તો તેને લેવલ 5 લીડર કહેવાય
Ok
» જો બીજાને દબાવતા શીખ્યા તો જાણવું કે અંધારું ફરી વળ્યું, દીવો ઓલવાય ગયો
Ok
» સત્સંગમાં મોનોપોલી જેના હાથમાં આવી હોય અને પોતા માટે ઉપયોગ કરે તે દીવા જેવા કહેવાય
Ok
» શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે “ જો પાણી હોય તો મારા કરતાં સવાયા થાય “ પોતાનો હોદો જવાની બીક એમને નહોતી
Ok
» વચનામૃત સિદ્ધાંતો આધુનિક ભાષામાં good to great બુકમાં છે
Ok
» લેવલ 4 લીડર હજારો હેલ્પર ઊભા કરે છે અને લેવલ 5 લીડર હજારો પોતાના જેવા લીડર ઊભા કરે છે
Ok
» વીજળી જેવા લીડર છે તે બહાર દેખાય છે, જ્યારે વડવાનળ જેવા લીડર છે તે બહાર દેખાતા નથી પણ તેનું કામ દેખાય છે એ જ અવધૂત પરમહંસ છે
Ok
» લેવલ 5 લીડર એટલે self lessness અને credit lessness અને will power વાળા
Ok
» અધ્યાત્મનો માર્ગ મોટેરાની સેવા અને વિશ્વાસથી આવે છે
Ok
» કેટલી કલાક કથા સાંભળી એનાથી સત્સંગ નથી પણ કેટલી આત્મબુદ્ધિ થઈ એ સત્સંગ છે
Ok
» અડધી અથવા પૂરી જિંદગી પછી બીજા બધાને પણ ધૂંધવે અને સલવાડે તેને મસાલ જેવા લીડર છે
Ok
» મોટાઈ રાતિ દદાતિ ઈતિ મોટેરા, એટલે બીજાને મોટાઈ આપે તે મોટેરા, પોતે રાખે તે નહીં
Ok
» સ્વામિનારાયણ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપો મંદિરોમાં પધરાવ્યા તોપણ મહારાજના કોઈપણ આશ્રિતોએ સ્વામિનારાયણ સિવાય કોઈની માળા ફેરવી હોય તો કહો.
Ok
» એ જ મહારાજનું સર્વોપરીપણું કહેવાય અને પાણી કહેવાય કે મને જે કોઈ જાણશે એ બીજા પાસે ક્યારેય નહિ જાય
Ok
*Title
- _ધ્યાન જલ્દી સિદ્ધ કેમ થાય ?_
» જાગ્રત અવસ્થા એટલે ઇન્દ્રિયોની જાગૃતિ સ્વપ્ન અવસ્થા એટલે અંતઃકરણની જાગૃતિ સુષુપ્તિ અવસ્થા એટલે ઇન્દ્રિય અંતઃકરણની અજાગૃતિ અને તૂર્યા અવસ્થા એટલે જીવની જાગૃતિ
Ok
» મનને જે ગમે તે ધારવું અતિ સહેલું છે, ભગવાનની મૂર્તિ કાં તો ગમતી નથી ને કાતો અભ્યાસ નથી એટલે ધારવી કઠણ પડે છે
Ok
» આશ્રય હોય પણ પુરુષપ્રયત્ન ન હોય તો પણ કામ થતું નથી
Ok
» શ્રોત્ર ઇંદ્રિય દ્વારા મૂર્તિને અંદર લઈ જવી એટલે સારું સંગીત કે વાર્તાલાપની સાથે અંદર ધારવી
Ok
» કીર્તન ભક્તિ થતી હોય અને ભગવાનની મૂર્તિને યાદ કરવી એ બેસીને યાદ કરવા કરતાં પણ શ્રેષ્ઠ છે
Ok
» મહારાજે સત્સંગની પ્રણાલી એવી ગોઠવી છે અષ્ટાંગ યોગ વગર સાધે સધાય જાય
Ok
» આપણે કીર્તન ગાઇને મૂર્તિને યાદ કરીએ એ કર્મેન્દ્રિયથી યાદ કરાય, બીજા ગાતા હોય ને આપણે યાદ કરીએ એ જ્ઞાનેન્દ્રિયથી યાદ કરે
Ok
» મનનો એવો સ્વભાવ છે કે એને જ્યાં ગમે ત્યાંથી કોઈ ઉખેડી ન શકે ન ગમે ત્યાં કોઈ ચોંટાડી ન શકે
Ok
» પ્રતિલોમ કરે તો કારણ શરીર જલ્દી નોખુ પડી જાય છે
Ok
» ભગવાન અને મહાપુરુષોએ કહ્યું હોય એમાં ભૂલ ન હોય, તેમાં મેળ બેસાડવા આપણે પ્રયત્ન કરવો જોઈએ કરવો
Ok
» આ વચનામૃતમાં કહી છે એવી પ્રેક્ટિસ કરે તો ધ્યાન જલ્દી સિદ્ધ થાય છે
Ok
» स्वमहसा पृथगिक्ष माणम પોતાના જીવમાં પાણી રાખવું અને હું ઇન્દ્રિયો અંતઃકરણથી નોખો છું એમ માનવું
Ok
*Title
- _ધ્યાનની શરૂઆત કેમ કરવી ?_
» મહારાજના વ્યક્તિત્વનું ધ્યાન એટલે મહારાજના ગુણોનું ધ્યાન અને તેનાથી નિશ્ચય દ્રઢ છે અને નિષ્ઠા આવે છે
Ok
» કર્ણ ઈંદ્રિયે કરીને જેટલી ભગવાનની મૂર્તિ જીવમાં આવે છે એટલે નેત્રે કરીને નથી આવતી
Ok
» ધ્યાન અને વચનથી કારણ શરીર ટળે છે એનો અર્થ કે ધીરે ધીરે ટળે છે
Ok
» મહારાજની મૂર્તિને સિંહાસનમાંથી પાંચેય ઈન્દ્રિયો દ્વારા અંદર લાવવાનો જે અભ્યાસ છે અથવા તો પતંગની જેમ ઉંચે નીચે ચઢાવવાનો જે અભ્યાસ છે એનાથી મોટો ફાયદો એ થાય છે કે મૂર્તિમાં ચૈતન્યભાવ છે, પાષાણ ચિત્રમાણનો ભાવ દૂર થાય છે
Ok
» ધ્યાન બુદ્ધિ દ્વારા જ થાય છે, કોઈ પણ ઈન્દ્રિય દ્વારા ભગવાનની મૂર્તિને અંદર લાવ્યા હોય તોપણ
Ok
» બુદ્ધિમાં ધ્યાન થઈ ગયું એટલે જીવમાં પણ ધ્યાન થઈ ગયું એમ જાણવું
Ok
» ધ્યાનનો અભ્યાસ કરવામાં પ્રથમ સમગ્રતા આવે એટલે આખી મૂર્તિનું ધ્યાન કરવું અને પછી એક એક અંગનું ધ્યાન કરવું
Ok
» ભગવાનના વ્યક્તિત્વનું ધ્યાન અને મૂર્તિનું ધ્યાન એ બંને અલગ અલગ છે
Ok
» પ્રથમ સામાન્ય જ્ઞાન થાય પછી જ વિશેષ જ્ઞાન થાય છે એટલે પ્રથમ સમગ્ર મૂર્તિનું ધ્યાન પછી એક અંગનું ધ્યાન કરવું
Ok
» રસ હોય તો જ ધ્યાન થાય અને આનંદ આવે
Ok
» પર્વતભાઈની જેમ પોતાના જીવમાં મહારાજની મૂર્તિને ધારવી એ અંતિમ ધ્યેય ગણાય
Ok
Atmanishtha without Devotion
Ok
ભક્તિ વિનાની આત્મનિષ્ઠા ગતિ ન પામે
Ok
*Title
- _માયા એટલે પોતાની માન્યતા ન મૂકવી_
» પોતાના સદગુણો જ્યાં સુધી ભગવાનના કામમાં કે પોતાના આત્મકલ્યાણના કામમાં નથી આવતા તો એ સદગુણો નથી દુર્ગુણો છે
Ok
» બ્રહ્મરૂપ થઈ જાય તોપણ દાસભાવ ન જાય તો એને મહારાજે ઉપાસના કહી છે
Ok
» માયા બે સ્વરૂપે છે એક તો પોતાની ખામીરૂપે અને બીજી ભગવાનના મનુષ્યચરિત્રમાં સંશયરૂપી
Ok
» પોતાની ખામીને તો ભગવાન ટાળે છે પણ ચરિત્રમાં સંશયરૂપી માયાને ભગવાન પણ ટાળી શકતા નથી
Ok
» રામાનુજાચાર્યજીએ કહ્યું છે કે જ્યાં સુધી ભગવાનના ધામમાં ન પહોંચી જાય ત્યાં સુધી માયાની સંભાવના રહે છે
Ok
» મુકત આ લોકમાં આવ્યા હોય તોપણ ભયની સંભાવના છે, એક ભગવાનના ધામમાં જ નિર્ભયતા છે
Ok
» પોતાના સદગુણોનું, વૈરાગ્ય કે આત્મનિષ્ઠાનું પણ જો પોતાને ભાન થઇ જાય તોય અહંકારને જ વધારે છે
Ok
» તમોગુણ ઉંઘ આળસમાં - કાવાદાવામાં, રજોગુણ લાલચમાં - રાગમાં અને સત્વગુણ સુખ અને જ્ઞાનમાં બાંધે છે
Ok
» કામ આદિકમાંથી બહાર આવવા કરતાં પણ પોતાની બુદ્ધિની ખોટી માન્યતામાંથી બહાર આવવું કઠણ છે
Ok
» પોતાની ખોટી માન્યતાને મૂકી ભગવાન અને જેની માયા દૂર થઈ ગઈ છે એવા આ મહાપુરૂષની માન્યતા મનાય તો માયાને તર્યા કેવાય
Ok
» ખામી ટાળવા માટે આલોક જેવું અક્ષરધામ પણ નથી
Ok
» આ લોકમાં અક્ષરધામનું સુખ કોને આવે ? તો જેની બુદ્ધિ આ લોકમાં ભરાઈ ગઈ ન હોય તેને
Ok
» પોતાની માન્યતાને મૂકીને ભગવાન અને ભગવાનના સાચા સંતોની માન્યતામાં ફીટ કરવી એ પુરંજનના આખ્યાનનો સાર છે
Ok
» રસ હોય ત્યાં ઊંઘ આવતી નથી પછી ભલેને એ ગમે એવું અઘરું હોય કે થાક લાગે એવું હોય
Ok
» પોતાના સદગુણોની માર્કેટ વેલ્યુનો ત્યાગ કરે તો ભગવાનનું સુખ આવે
Ok
» જ્ઞાન અને વૈરાગ્યનો સદુપયોગ ન કરે તો અહંકાર વધારે
Ok
*Title
- _આશરાના લક્ષણો_
» ગમે તેવો પાપી હોય તેનો ભગવાનને દ્વેષ નથી પણ અભિમાની હોય તેનો તિરસ્કાર છે, પાપી આશરો કરી શકે છે અભિમાની ક્યારેય નથી કરી શકતો
Ok
» જેને પોતાના પૂર્વજો અને પરંપરાનું ગૌરવ ન હોય એને ભગવાનનો વિશ્વાસ ન આવે
Ok
» પોતે અધર્મ ન કરતો હોય પણ અધર્મને સાથ આપતો હોય તો ભગવાનની દ્રષ્ટિએ એ અધર્મી છે
Ok
» ભગવાનનો નિશ્ચય થાય એટલે ભગવાનના ગુણ એમાં આવતા નથી અને માન અને ઈર્ષા વધતા રહે છે એનું કારણ છે ભગવાનના ભક્તનો નિશ્ચય નથી
Ok
» શરણાગતિમાં આત્મનિક્ષેપ (બધું સમર્પણ કરીને પણ) પછીદીનતા જરૂરી છે તો આશરો ગણાય
Ok
» અર્જુનની માન્યતાઓ શાસ્ત્રીય હતી તોપણ શ્રીકૃષ્ણની ઈચ્છા પ્રમાણે ન હતી
Ok
» આશરાના બે મુખ્ય અંગ છે અકિંચનતા અને અનન્ય ગતિક્તા
Ok
» અનન્યતા એટલે બીજો કોઈ નહિ અને અકિંચનતા એટલે અભિમાન શૂન્યતા
Ok
» આપણને મહારાજની ઓળખાણ થઈ હોય તો બીજે ઠેકાણે આસ્થા ઓછી થવી જોઈએ
Ok
» સંસારીઓને સંપત્તિ મળે અને સાધુઓને સદગુણો મળે ત્યારે માથું ફરતું હોય છે
Ok
» શરણાગતિમાં ગોપતૃત્વ વર્ણ એટલે પ્રાર્થનાની પણ જરૂર પડે છે
Ok
» આસુરી ભાવમાં જવાનું કારણ ભગવાન નથી પણ ભગવાનના ભક્તનો દ્રોહ છે
Ok
» અર્જુનની દલીલો શાસ્ત્ર બહારની ન હતી છતાં પણ એ સમયે બરાબર ન હતી
Ok
» આપણી માન્યતાઓને ભગવાન ને ભગવાનના સાચા સંતોની આગળ મૂકી દેવી એ આશરો ગણાય
Ok
*Title
- _કોની સેવાથી આ ને આ જન્મે કલ્યાણ થાય ?_”
» ભગવાનની માનસી પૂજા કરતા ભગવાનના ઉત્તમ ભક્ત ની માનસી પૂજાનું ફળ સો ગણું વધારે કહ્યું છે એનો અર્થ કે સો ગણી વધારે કઠણ છે
Ok
» આ સત્સંગ છે એ પ્રયોગશાળા છે એમાં ભગવાનના નાના ભક્ત સાથે જેવો આપણો વ્યવહાર હોય એવો ભગવાન સાથે પણ દેશકાળે એવો થાય
Ok
» દેહભાવ છે એ આશરો બ્રેક કરે છે
Ok
» આપણા સ્વભાવને ઘસારો આપે એ ઉત્તમ ભક્ત છે નઈ કે આપણને વધારે હેત હોય તે
Ok
» ગ્રહસ્થને ધન એ કરોડરજજૂ છે એટલે તેનો ઘસારો સહન કરવો અને ત્યાગીને સ્વભાવ મુકવાનો ઘસારો ખમવો
Ok
» માનસી પૂજા કરવી એટલે અંતરથી પોતાના કરતાં પણ વધારે રિસ્પેક્ટ આપો
Ok
» આપણને હેત હોય અને આપણે એને 100% માની લઈએ અને એ 50% ટકા જ હોય તો એની માનસી પૂજા કરીએ તો તેનું 50% જ ફળ મળે
Ok
» ખુણે બેસીને ભગવાનનું ભજન કરે છે એટલે એને ભગવાનનો આશરો તો છે પણ ભગવાનના ભક્તનો આશરો નથી
Ok
» માનસી પૂજા કોની કરવી? વર્તમાન ઉત્તમ ભક્ત ની કે ધામમાં ગયેલા હોય તેની ? તો બંનેની કરવી
Ok
» વર્તમાનમાં ઉત્તમ ભક્ત આપણને ન મળે એનો અર્થ આપણી ખામી છે, ઉત્તમ હોય તો ખરા પણ 100% ના હોય
Ok
» ધામમાં ગયેલા 100% હોય અને વર્તમાન 90% હોય તોપણ વર્તમાનની માનસીપૂજા વધારે ફળ આપે છે
Ok
» વર્તમાનની માનસી પૂજા કે સેવામાં, ધામમાં ગયેલા કરતા બધી રીતે ધસારો વધારે હોય છે માટે એનું ફળ વધારે છે
Ok
» ઉત્તમ ભક્ત એ ગણાય કે જે ભગવાન ને ભગવાનના ભક્તને ખાતર પોતાના સ્વભાવને ઘસતા હોય
Ok
» વર્તમાન ઉત્તમ ભક્તનો ઘસારો ખમે તો આશરો દ્રઢ થાય
Ok
» હું સેકન્ડ નંબર માં છું ને ભગવાનના ભક્ત 1st નંબરમાં છે એવું તો સો જન્મે પણ નથી મનાતું એટલે આશરો દ્રઢ થતો નથી
Ok
*Title
- _કલ્યાણમાં કર્મનું પ્રધાનપણું નથી_”
» ગમે તેવો ઉત્તમ મુમુક્ષુ હોય તો પણ તેણે જ્યાં સાચા સત્પુરુષનો યોગ હોય ત્યાં જઈને રહેવું તો કલ્યાણ થાય નહી તો રહી જાય
Ok
» સત્સંગનો યોગ થાય છે એ સત્કર્મોના પુણ્ય થી નથી થતા પણ ભગવાનની કરુણા અને મહાપુરુષના રાજીપા થી થાય છે
Ok
» ગમે તેવા ઘોર કર્મ હોય તો પણ જીવનું કલ્યાણ થવામાં તે રોકતા નથી જો એને બર્નિંગ ડિઝાયર હોય તો
Ok
» નબળા સ્થાનનો ત્યાગ કરીને ઉત્તમ સ્થાન હોય ત્યાં જઈને રહે તો કલ્યાણ થાય
Ok
» આગેવાન છે એ કાળ નું કારણ છે એટલે કે માહોલનું, કલ્ચરનું કારણ છે
Ok
» સૃષ્ટિમાં ભગવાન, કાળ અને કર્મ આ ત્રણેનો સામાન્યપણે રોલ છે પણ અપવાદ તરીકે ભગવાનની ઈચ્છાથી કાળ અને કર્મનું પ્રધાનપણું થઈ શકે છે
Ok
» ગુરુકુલમાં અજ્ઞાન દશામાં વિદ્યાર્થીઓ ભજન સેવા વગેરે કરે છે એ એના કર્મનું ફળ ન ગણાય શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષના કર્મનું ફળ ગણાય
Ok
» ભગવાન જ્યારે પ્રગટ હોય ત્યારે સારા કાળની કે ઉત્તમ મુમુક્ષુની રાહ નથી જોતા બધાનું કલ્યાણ કરે છે એ પૃથ્વી પર હોય ત્યારે વિશેષતા છે
Ok
» પુણ્ય અને પાપ બે પ્રકારના છે સત્કર્મો ના આધારે અને મોટા પુરુષના રાજીપા કુરાજીપાના આધારે છે
Ok
*Title
- _પોતાનું જાળું કેમ ગુંથવું ?_”
» આપણું જાળું આપણે પોતે જ બનાવવું પડે છે બીજાનું રેડીમેડ ચાલતું નથી
Ok
» કથા-વાર્તા, ચરિત્રો અને દર્શન વગેરેનું જાળું પોતાની રુચિ પ્રમાણે બનાવી શકાય
Ok
» ભગવાનરૂપી થાંભલામાં વૃત્તિ રાખવી એટલે મહિમા સમજવો, મૂર્તિ યાદ કરવી
Ok
» આસ્તિક થઈને કથા-વાર્તા સાંભળે અને મનન કરે ત્યારે જેવું મન નિર્વિષયી થાય છે એવું ધ્યાને કરીને પણ થતું નથી
Ok
» મોહ ની નિદ્રામાંથી જાગવું એને તુરીયા અવસ્થા કહેવાય છે
Ok
» જ્યાં સુધી ભોગ અને ઐશ્વર્ય માં એટલે કે અમો વ્યાપેલો હોય ત્યાં સુધી માણસ ભગવાનના માર્ગનો સારો નિર્ણય પણ કરી શકતો નથી
Ok
» વચનામૃતમાં કરોડીયાના દ્રષ્ટાંત માં એક થાંભલો એ ભગવાન છે બીજો થાંભલો આપણું અંતઃકરણ છે ચરિત્ર દર્શન કથા એ જાણવું છે અને આપણો જીવ એ કરોળિયો છે
Ok
“વૃત્તિ લાલ દેખાય છે કે પીળી દેખાય છે” એમાં પડવું એ તો બીજે માર્ગે ચડી જવાની વાત છે
Ok
» કથા-વાર્તા સાંભળે પછી એનું મનન થતું નથી એટલે આપણી સ્થિતિ બદલતી નથી
Ok
» મન રોકવાથી બધા બહુ ભાગે છે પાંચ મિનિટ પણ આંખો બંધ કરીને મનનની ટેવ પાડતા નથી
Ok
» ત્રણ અવસ્થા અને ત્રણ શરીરથી પર થઈ ભગવાનની મૂર્તિમાં એને વિશ્રાંતિ પામે એને યોગનિદ્રા કહેવાય
Ok
*Title
- _ભગવાનનું સુખ કેમ આવે?_”
» યુવાની અવસ્થામાં ભગવાન રાજી થાય એવી સાધના કરી લેવી તો મોટી ઉમરમાં શું આવે.
Ok
» બીજા હેરાન થાય કે ગોથા ખાઈ જાય અને આપણને સુખ આવે તેને તામસી સુખ કહેવાય.
Ok
» જ્યાં સુધી કામના હોય,આ લોકમાં ભરાયેલો હોય ત્યાં સુધી ભગવાનનુ સુખ સાધનો કરવા છતાં ન આવે.
Ok
» યુવા અધ્યાપક એટલે બીજાને પણ ભગવાનનું સુખ લેતા શીખવાડવું તો પોતાને વધારે આવે.
Ok
» બીજા ભગવાનનું સુખ લેતા હોય અને એને ટાળી નાખે તો એને ક્યારેય ન આવે.
Ok
» જગતના ભોગ માંથી જે સુખ આવે એ રાજસી સુખ કહેવાય.
Ok
» તપ, સાધના કે બીજાને મદદ કરવાથી જે સુખ આવે એ સાત્વિક સુખ કહેવાય.
Ok
» મોટાના આશીર્વાદ મેળવ્યા હોય તો એને ભગવાનનું સુખ પચે છે.
Ok
» આલોકનું સુખ લઈ લે એને ભગવાનનું સુખ નથી આવતું.
Ok
» આ વચનામૃતમાં મહારાજે ભગવાનના સુખનો પ્રભાવ અને ક્વોલિટી કહી છે અને પંચાળા ના પહેલા વચનામૃતમાં કોન્ટેટી કહી છે.
Ok
» પૂજા, સેવા, સત્સંગ આ બધા ભગવાનનુ સુખ લેવાના સાધનો છે પણ નથી આવતું એનું કારણ છે આપણી કામના.
Ok
» જગતમાં આસક્તિ, ઈર્ષા, અદેખાય, બીજાનું સારું જોઈને બળી ઉઠતા હોય એને સત્સંગના સાધનો કરવા છતાંય ભગવાનનું સુખ આવતું નથી.
Ok
*Title
- _ઓળખાણ થી કલ્યાણ થાય છે_”
» જીવનું કલ્યાણ ભગવાનની ઓળખાણ થી થાય છે ખાલી મળવાથી નહીં
Ok
» ભગવાનને સાધુની ઓળખાણ બહુ દુર્લભ છે ભગવાને ગીતામાં કહ્યું છે હજારોમાં કોઈકને જ થાય છે
Ok
» ભગવાન પૃથ્વી પર આવે ત્યારે કાં તો રાજારૂપે ને કાં તો સાધુરૂપે આવે છે એનો અર્થ એવો નહીં કે બધા રાજા અને બધા સાધુ એ ભગવાન હોય
Ok
» રાહુ અમર થયો એ અમૃત પીવાથી નહીં પણ ભગવાનની ઓળખાણ થી થયો
Ok
» ભગવાન બ્લડ રિલેશન ને રિલેશન નથી માનતા પણ જેને પોતાની ઓળખાણ થાય તેને જ માને છે
Ok
» ભગવાન અને સાચા સંતની કોઈ વોચ રાખે તો એમને ગમે છે અને ખોટા હોય તેનાથી દૂર ભાગે છે
Ok
» ભગવાન અને સાધુ એશ્વર્ય થી નથી પણ લક્ષણે કરીને છે
Ok
» ભગવાનની ઓળખાણ સત્સંગથી થાય છે અને મુમુક્ષુતા થી થાય છે
Ok
» કલ્યાણૈકતાન અને હેયપ્રતિભટ્ટતા એ ભગવાન ની લાક્ષણિકતા છે
Ok
» ભગવાનની ઓળખાણ કઠણ હોય તો સાધુની ઓળખાણ તો એનાથી પણ કઠણ છે
Ok
» સાધુ નું માથું મોટે ભાગે મોટી ઉંમર થાય પછી જ ફરતું હોય છે માટે ઘડી ઘડી એ જોવાની જરૂર છે
Ok
» ઓળખાણ વિનાની ભક્તિ છે એ નિષ્ફળ તો નથી જતી પણ ખાલી બીજબળ થાય છે
Ok
*Title
- _ભગવાનને કોણ પ્રિય છે ?_”
» ભગવાન વિપ્ર, ધેનું, સુર અને સંત માટે અવતાર ધારણ કરે છે કારણ કે એ બધાની પ્રવૃત્તિ ભગવાનના મિશનમાં સહાયક છે
Ok
» ભગવાનને પોતાના મિશનમાં જે ઉપયોગી થાય એની સાથે પ્રીતિ છે નહિ કે કોઈ જાતિવાદ કે વ્યક્તિવાદ ની સાથે
Ok
» મંદિર, આચાર્ય, સાધુ અને સત્સંગી નો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થાય કારણ કે એ ચારે આત્યંતિક કલ્યાણના પ્રાણ છે
Ok
» આજે સમયનો પ્રવાહ એવો છે કે બહુ જાળવીને ચાલવા જેવું છે સાચાને ઓળખે નહિ તો પણ કલ્યાણ બગડે અને એનાથી દૂર રહે તોપણ કલ્યાણ ન થાય માટે વિવેક રાખવો
Ok
» બદલો લેવાની સામર્થી હોય અને છતાં બદલો લેવાની ઇચ્છા ન થાય એને ગરીબ કહેવાય
Ok
» અસમર્થ હોય ને સહન કરી લે એ મજબૂરી કહેવાય ગરીબ નહીં
Ok
» સ્વભાવના કલાટ હોય એ ક્યારેય ગરીબ ન થઈ શકે
Ok
» અનુકૂળતા હોય ત્યારે ભગવાન માટે કંઈક કરે લે તો પોતાના જીવનું કલ્યાણ થાય
Ok
» જે ભગવાનનું કામ કરતા હોય એનો દ્રોહ ક્યારેય ન કરવો
Ok
» ભગવાને જે યુનિટો બનાવ્યા છે તે શા માટે બનાવ્યા છે અને એનો રોલ શું છે એનો વિચાર કરવો
Ok
» બ્રાહ્મણોએ પોતાના ભોગે હિંદુ સંસ્કૃતિ અને શાસ્ત્રની રક્ષા કરી છે એટલે કે કલ્યાણના માર્ગ ની રક્ષા કરી છે માટે એ ભગવાનને વહાલા છે
Ok
» ગાય છે એ યજ્ઞ નું રક્ષણ કરે છે માટે ભગવાન એની રક્ષા કરે છે
Ok
*Title
- _અંગ કેવી રીતે બાંધવું._”
» સત્સંગનો યોગ પુણ્યના પ્રતાપે નથી થતો ભગવાનની કૃપાથી થાય છે.
Ok
» આપણે સત્સંગમાં આવ્યા હોય ત્યારે જેવો સંકલ્પ હોય એવો એજન્ડા ને ડિઝાઇન બને છે.
Ok
» શાસ્ત્રીજી મહારાજ નાના હતા ત્યારે એવો સંકલ્પ કરેલો કે મારે મૂળ પુરુષના સિદ્ધાંતો જાણવા છે.
Ok
» વૈરાગ્ય હોય અથવા શરૂઆતમાં સારું અંગ પડી ગયું હોય અથવા સાચા સંત પુરુષમાં હેત થાય તો સત્સંગ પ્રધાન થાય.
Ok
» સત્સંગના યોગમાં ભગવાનનો રોલ છે પછી પોતાનો રોલ છે.
Ok
» સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું એનો કોઈ વિચાર નથી કરતા પણ ફલાણા સ્વામી એ આમ કીધું એને પકડીને વગાડે રાખે છે.
Ok
» આપણે સત્સંગમાં આવીએ ત્યારે જેવા સારા અરમાનો હોય એવા છેલ્લા શ્વાસ સુધી રાખવા.
Ok
» સ્વામી સેવક ભાવ સંબંધ લોકિક પણ છે અને પરમેનેન્ટ પણ છે જ્યારે બીજા સંબંધો ધામમાં ગયા પછી નથી ચાલતા, ત્યાં કોઈ ગોપી નથી.
Ok
» પોતાનું અંગે ઓળખીને ભગવાન સાથે લોકિક સંબંધ બાંધવો.
Ok
» સત્સંગમાં આવતા જેવો સંકલ્પ હોય એવું ફળ મળે છે.
Ok
» સત્સંગમાં આવ્યા એને 60 વર્ષ થયા હોય તો પણ આપણો અને ભગવાન વચ્ચેનો સંબંધ નક્કી નથી કર્યો હોતો.
Ok
*Title
- _નિશ્ચયનો રણકાર આને કહેવાય !!_”
» પોતાની મેળે નિશ્ચય કર્યો હોય એ લાંબો ટકતો નથી શાસ્ત્રના આધારે સત્પુરુષ દ્વારા કરેલો હોય એ જ લાંબો ટકે છે
Ok
» બીજા પાસે આચરણના પરફેક્શન ની ઈચ્છા રાખવી એ ખામી ગણાય વ્યવહારિકતા ની અપેક્ષા રાખી શકાય
Ok
» નિશ્ચયનું અધાન સત્પુરુષ થી થાય છે શાસ્ત્ર તો ખાતર પાણી નું કામ કરે છે
Ok
» પરંપરા બગડી ગઈ હોય એટલેનિશ્ચય પણ બગડી જાય છે
Ok
» નિશ્ચય એટલે મારાપણું, ખોવાયેલા બાળકને જેમ બીજી માં મારી માં મનાતી નથી એ પ્રમાણે મહારાજને વિશે મારાપણુ એવો નિશ્ચય થવો જોઈએ
Ok
» મારા પણું આપણે મહારાજ સાથે શા માટે નક્કી કર્યું છે દેવા માટે કે લેવા માટે એ નક્કી કરવું જોઈએ
Ok
» નિશ્ચયના વિઘટન કરનારા બે પરિબળો છે એક તો પોતાના આચરણની ખામી અને બીજી ભગવાનના ચરિત્રમાં સંશય
Ok
» અત્યારે આપણે જેવું કરતાં હોય એવો આપણને રણકાર આવે છે
Ok
» સચ્ચિદાનંદ સ્વામી જેવું કમિટમેન્ટ કર્યું હોય એને નિશ્ચય કહેવાય
Ok
*Title
- _ભગવાનની મૂર્તિનું ખેચણ કેવું !_”
» ભગવાન પ્રગટ હોય ત્યારે ભગવાનની મૂર્તિમાં એવું અલૌકિક લોહચુંબક જેવું ખેંચાણ હોય છે મોટા મોટાને ખેંચી લે છે.
Ok
» અપહદપાપમાં એટલે ભગવાન ગમે તેવા કર્મો કરે તો પણ કર્મ ભગવાનને અડતું નથી.
Ok
» અગ્નિ જેમ કાસ્ટમાં હોય તોપણ કાસ્ટને કાપવાથી અગ્નિ કપાતો નથી કેમ ભગવાન મૂર્તિમાંનથકા વ્યાપક છે તોપણ એને માયાના દોષ અડતા નથી.
Ok
» ભગવાન પ્રત્યેનીક છે એટલે ભગવાનની રાસલીલાને કોઈ ગાય તેના કામને બાળી નાખે છે.
Ok
» ભગવાનમાં દરેક ગુણ અસાધારણ છે એના પારને કોઈ પામી શકતું નથી.
Ok
» મહારાજનો મત છે કે ભગવાન એક દેશી થકા સર્વ દેશી છે એટલે કે અક્ષરધામમાં રહેલું સ્વરૂપ મુખ્ય છે.
Ok
» ભગવાનની મૂર્તિમાં તો અલૌકિક છે જ પણ શ્રદ્ધા વાળાને એની અનુભૂતિ થાય છે.
Ok
*Title
- _ભગવાનની મૂર્તિની અલૌકિકતા !_”
» ભગવાનનો એક ગુણ છે અમલત્વમ્ એટલે સમુદ્રની જેમ કચરાને સહન નથી કરી શકતા.
Ok
» ભગવાને પોતાની તમામ શક્તિ મુમુક્ષુઓને માટે શ્રીકૃષ્ણ અર્પણ કરી રાખી છે.
Ok
» ભગવાનના ગુણોનું ધ્યાન એ કરોડો ધ્યાન કરતા શ્રેષ્ઠ છે.
Ok
» ભગવાનના કલ્પનાતીત ગુણો એ બુદ્ધિથી નહીં શ્રદ્ધાથી ગ્રહણ થાય છે.
Ok
» જેમ સુવર્ણને કાટ લાગતો નથી એમ ભગવાનને કર્મો અડતા નથી કારણકે ભગવાનનું બંધારણ જ એવું છે એ સિવાય સાધકો ઋષિઓ મુક્ત બધાને કર્મ લાગે છે.
Ok
» ભગવાનની આગ્ના લોપે તો એની કિંમત કોડીની પણ રહેતી નથી અને સામાન્ય હોય અને આજ્ઞામાં રહે તો બ્રહ્માદિક ને વંદન કરવા યોગ્ય બને છે.
Ok
» એક દેશી થતા સર્વ દેશી એટલે ભગવાન અક્ષરધામમાં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવું ઘટે એવું દર્શન, વાતો, રક્ષણ કરી શકે છે.
Ok
» શરીરનો સ્વભાવ એવો છે કે કચરાને બહાર કાઢે અને મનનો સ્વભાવ એવો છે કે આખા ગામનો કચરો ભેગો કરે.
Ok
» માણસ છે એ મૃત્યુથી નથી ડરતો પણ પોતાના કર્મોના હિસાબથી ડરે છે.
Ok
» ઉપનિષદોએ કહ્યું કે ભગવાન એક સાથે બધાને, ડાયરેક્ટ, હંમેશા અને સહજ પણે જોવે છે.
Ok
» દિવ્યચક્ષુ એટલે દિવ્યબુદ્ધિથી ભગવાનની અલૌકિકતા દેખાય છે.
Ok
» આપણે કોઈ માણસની ચિકિત્સા કરીએ ત્યારે માણસ મૂર્તિમાંન દેખાય છે, એમ ભગવાનના ગુણોનું ધ્યાન કરીએ, તો ધ્યાન ઓટોમેટીક થાય છે.
Ok
» જીવોનું કલ્યાણ કરવું એ કેવળ ભગવાન અને ભગવાનના અવતારોનું કાર્ય છે પણ મહારાજે એવી અલૌકિક સામર્થ્યી વાપરી કે એ સામર્થ્ય આચાર્ય, સાધુ, અને સત્સંગીને પણ આપી દીધી.
Ok
*Title
- _ભગવાનમાં ચોટવાની પાત્રતા કઈ?_”
» સજ્જન માણસોને પક્ષપાત નથી હોતો પણ ભગતને તો પક્ષપાત હોય છે.
Ok
» સંતમાં અને ભગવાનના ભક્તમાં ઉથડક હોય તો ભગવાનમાં પણ રહે.
Ok
» ભગવાનના ભક્તમાં અસજ્જનતા પણ હોય ને તેની સાથે આપણને ઉથડક રહે તો વાંધો નહીં પણ ભક્તપણા સાથે ઉથડક ન રહેવું જોઈએ
Ok
» સત્પુરુષના ગુણમાં આપણો જીવ પ્રભાવિત થઈ જાય તો ભગવાનમાં ચોટે.
Ok
» ઘણીવાર તળિયેથી નીચેથી આવતા હોય એને જલ્દી ગુણ આવી જાય છે પણ ઉપરથી આવતા હોય એને ગુણ જલ્દી આવતો નથી.
Ok
» ભગવાનમાં ચોટવામાં પાપ અને ભક્તનો દ્રોહ બંને અંતરાય કરે છે પણ સત્પુરુષનો દ્રોહ એ વધારે અંતરાય કરે છે.
Ok
» ધર્મશાસ્ત્રના વિધિવિધાન કે પુણ્ય ભગવાનમાં ચોટવામાં અંતરાય કરે છે પણ સત્પુરુષમાં ગુણ આવે એ મુખ્ય યોગ્યતા છે.
Ok
» ભગવાનના સાચા ભક્ત સાથે જેને સુવાણ નથી થતી એને ભગવાન સાથે પણ નથી થતી.
Ok
» સ્વર્ગમાં જવાની યોગ્યતા અને ભગવાનના ધામમાં જવાની યોગ્યતા એ અલગ અલગ છે.
Ok
» આ વચનામૃતમાં પાત્રતા એટલે ભગવાનમાં ચોટવાની પાત્રતાની વાત મહારાજે કરી છે.
Ok
» લોક એટલે ભગત સિવાયના સજ્જન ધાર્મિક માણસો.
Ok
» ભગવાનના ભક્ત હોય પણ જો સજ્જનતા ન હોય તો ભગવાનને લાજ આવે છે.
Ok
» રિલિજિયસ એટલે ધર્મશાસ્ત્રના વિધાનો પાળતો હોય તે અને સ્પરિચયલ એટલે ભગવાનમાં ચોટેલો હોય તે.
Ok
» વિષયમાં લંપટ હોય એ પામર ગણાય અને બ્રહ્મહત્યાદિક પાપ કર્યા હોય એ પતિત ગણાય.
Ok
» ભગત એટલે ભગવાનની કીર્તિમા, બ્રાન્ડમાં એક સ્ટાર વધારે. દાખલા તરીકે શાસ્ત્રીજી મહારાજ.
Ok
» જ્યાં સુધી સાચા સત્પુરુષનો ગુણ ન આવે ત્યાં સુધી એ જીવને ઉગરવાનો ચાન્સ નથી.
Ok
» આપણે આપણી અન્ડરસ્ટેન્ડિંગ નક્કી કરી રાખી છે એને આધારે અવગુણ આવે છે પણ મહારાજે આમાં કહી એવી અન્ડરસ્ટેન્ડિંગ કરવી.
Ok
*Title
- _સાચી રસિક્તા કઈ ?_
» જે ભગવાન સાથે કમિટમેન્ટ કરે છે એ જ ભગવાન ભજી શકે છે, કમિટમેન્ટથી ભાગે છે એ નથી ભજી શકતા
Ok
» બધુ ભગવાનનું કર્યું થાય છે તો પછી દેવતાઓ વરસાદ વરસાવે છે, અગ્નિ બાળે છે એનું શું ? ભગવાન એમના અંતર્યામી છે અને ભગવાન નીકળી જાય તો ન કરી શકે માટે સાક્ષાત ભગવાન જ કરે છે
Ok
» ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે એના કરતાં દર્શન પછીથી સંભારે એ રસિકતા સાબિત કરે છે
Ok
» ભગવાનનું દર્શન જાગ્રતમાં થાય કે સ્વપ્નમાં બંને સત્ય છે
Ok
» સ્વપ્નમાં વિવેક આવી જાય તો એને જાગ્રતમાં વિવેક આવી જ ગયો હોય
Ok
» માન અપમાનમાં સમભાવ એટલે બંનેને મિનિંગ લેસ, પ્રયોજન શૂન્ય કરી દેવા
Ok
» વરસાદ વરસે છે ભગવાનથી જ વરસે છે અને દુષ્કાળ પડે છે એ માણસથી જ પડે છે
Ok
» બધું જ સાક્ષાત્ ભગવાન કરે છે તો પણ દેખાતા નથી એવો ભગવાને નિયમ રાખ્યો છે
Ok
» શ્રાપ દેવો કે આશીર્વાદ દેવા એ મોટાઈ નથી પણ માયાનો ભાગ છે
Ok
» મહારાજે કીર્તન જોડી રાખ્યું છે એટલે કે રસનો વિષય નક્કી કરી રહ્યો છે
Ok
*Title
- _પાકો આશરો કોને કહેવાય ?_”
» આચરણમાંની ખામી હોય તો ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન તેને માફ કરે છે પણ ભગવાનના આચરણમાં ખામી દેખાતી હોય તો ભગવાન માફ નથી કરતા કરી શકતા.
Ok
» મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તોપણ બીજા પાસે માગે નહિ તેને પરિપૂર્ણ આશરો કહેવાય.
Ok
» ભગવાનના ધામમાં જવામાં બે પ્રકારની ખામી નડે છે પોતાના આચરણની ખામી અને ભગવાનના આચરણમાં ખામી દેખાવી.
Ok
» ઝીણાભાઈ દરબાર હતા તો પણ તેમણે કમળશી વાંઝાની સેવા કરી એ તેમનો પાકો આશરો બતાવે છે.
Ok
» ભગવાન આવું ચરિત્ર કરે તો મને કેમ થાય એવી મેન્ટલ પ્રેક્ટિસ કરવી તો ભગવાનમાં સંશય ન થાય.
Ok
» ભગવાન પાસે માગવાથી આશરો બ્રેક નથી થતો તો પણ ન માગે એ ભગવાનને વધુ ગમે છે.
Ok
» અભિમાન શૂન્યતા એટલે ભગવાનના ભક્તની આગળ અભિમાન શુન્ય રહે તે કહેવાય.
Ok
» કલોગો વ્યવહાર કરે ત્યારે આશરાની ખબર પડે છે.
Ok
*Title
- _ભગવાન કોણ ભજી શકે અને ભજાવી શકે ?_
» ભોગમાં જેનું મન ખેંચાઈ ગયું હોય એ ક્યારેય ભગવાન ભજી શકે નહીં
Ok
» ભગવાનમાં રસ આવે તો જ્ઞાન વૈરાગ્ય ઓટોમેટીક આવે છે
Ok
» ચોર હોય એને જ ચોરનું મહત્વ હોય છે એમ જગત તુચ્છ છે અને તેની જેને મહત્તા હોય એ પણ તુચ્છ છે
Ok
» શ્રદ્ધા હોય તો વિશ્વાસ આવે ને વિશ્વાસ હોય રસ આવે અને રસ આવે તો સુખ આવે અને જેને સુખ આવે એ ભગવાનનો અતિવાદ કરી શકે
Ok
» ભગવાનના માર્ગમાં ભગવાનને માટે, વગર કારણે, ઝાઝા અપમાન સહન કરે એ મોટાઈ છે
Ok
» જે અપમાનમા નિર્લેપ રહી શકે એ માનમાં પણ રહી શકે અને માનમાં રહી શકે એ અપમાનમાં પણ રહી શકે છતાં માનમાં નિર્લેપ રહેવું એ કઠણ છે
Ok
» બદલો લેવાની ઇચ્છાવાળા ક્યારેય ભગવાન ન ભજી શકે
Ok
» રસ છે એ જ સુખ છે માટે ભગવાનમાં રસ હોવો જોઈએ
Ok
» ભગવાન ભજવાનું કમિટમેન્ટ કરે એ જ ભગવાન ભજી શકે
Ok
» કચરો અને કંચન સમાન માનવા એટલે બંનેમાંથી એકથી પણ પ્રયોજન ન રાખવું
Ok
» જગત એટલે સ્ત્રી, ધન અને માન-મોટાઈ
Ok
» બીજાની સમૃદ્ધિ જોઈને તેનું મન પાણી પાણી થઈ જતું હોય એ ભગવાન ભજી ન શકે
Ok
» પ્રતિકૂળતામાં તો સુરાતન આવતું હોય, વૈરાગ્ય વધે છે, અનુકૂળમાં વૈરાગ્ય ઢીલો પડી ગઈ છે
Ok