Utkarsh3 Flashcards
Spiritual
*Title
- _પોતાનું અંગ કેવી રીતે ઓળખાય ?_
» બધા ભક્તોમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ સામાન્યપણે તો હોય પણ જેને જેની નિષ્ઠા હોય એ એમાંનો ઉત્તમ વિકલ્પ પસંદ કરે દાખલા તરીકે ધર્મ નિષ્ઠા હોય તો એકાદશીએ નકોરડો ઉપવાસ કરવાનું પસંદ કરે
Ok
» જો પોતાનું અંગ ઓળખે નહીં તો જે હોય એ પણ ભૂંસાઇ જાય છે
Ok
» અંગ એને કહેવાય કે પોતાની જે સ્કીલ રુચિ કે માસ્ટરી હોય એને ભગવાનને રાજી કરવામાં અને ભગવાનમાં જોડાવામાં ઉપયોગ કરે
Ok
» જેને કથામાં સાંભળવામાં રુચિ નથી એને સારું અંગ બંધાતું નથી, કથા કરવામાં તો બધાને હોય છે
Ok
» ભગવાનની સેવામાં અને ભક્તિમાં કામ આવે એવા આપણા રસને અંગ કહેવાય છે
Ok
» આત્મભાવનું અંગ એટલે સેવા કરતા-કરતા નિર્લેપભાવ કેળવવો
Ok
» અંગ એને કહેવાય કે જેમાં આપણે બીજા કરતા વિશેષ મહારાજને રાજી કરી શકતા હોય, હરીફાઈમાં આગળ રહી શકતા હોઈએ
Ok
» આપણને કેવું શાસ્ત્ર, કેવી વ્યક્તિ, અને કેવી ક્રિયામાં રુચિ છે એના જેવું આપણું અંગ હોય
Ok
» અંગ ઓળખે તો સમાસ બહુ થાય એટલે કે પ્રોગ્રેસ બહુ થાય
Ok
» સેવા કરતા-કરતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ કોનું પ્રોટેક્શન કરે છે, કેર કરે છે એ એનું અંગ ગણાય
Ok
» અંગ ઓળખવાનો હેતુ એ છે કે એને ડેવલપ કરી શકાય
Ok
» કથામાં માણસ પોતાનું મુખ નથી જોતો, બીજાનું મોઢું જોવે છે
Ok
» જેને જેનું અંગ હોય એ એને સ્વાભાવિક પાળી શકે છે બીજાને પ્રયત્ન પૂર્વક કરવું પડે છે
Ok
» આપણે અલગ અલગ વિભાગ સંભાળીએ છીએ કે સંસ્થા સંભાળીએ છીએ એ આપણું અંગ ના કહેવાય, એના દ્વારા આપણે મહારાજમાં કેટલા જોડાઈએ છીએ એ અંગ કહેવાય
Ok
» ધર્મનિષ્ઠા વાળો હોય એ થાળ કે વસ્ત્રાલંકાર ધરાવતો હોય, જ્યારે ભક્તિનિષ્ઠા વાળો હોય એ એ જ કર્યા કરતો હોય તો પણ ભગવાન વિના બીજું કાઈ સહન ન કરી શકતો હોય
Ok
» નામુ લખવું એટલે આ વચનામૃતમાં કહ્યું છે એને પોતાના જીવનમાં સરખાવવું
Ok
*Title
- _અંગ સિદ્ધ કેમ થાય ?_
» ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચારમાંથી એક અંગ સંપૂર્ણ સિદ્ધ થઈ ગયું હોય તો પણ પોતાને પૂરા ન માનવા, ચારેય સિદ્ધ કરવા
Ok
» આપણાથી મોટા હોય કે નાના હોય તેમાં કોની સાથે આપણને સુવાણ થાય છે એવું આપણું અંગ હોય
Ok
» જેને પોતાનું અંગ નક્કી ન હોય એ એકાંતિકના માર્ગે આગળ વધી શકતો નથી
Ok
» આપણે નવરા હોય ત્યારે શું કરીએ છીએ એવી આપણી રુચિ અને અંગ ગણાય
Ok
» અંગ સિદ્ધ કરવાનો ઉપાય છે કે પહેલા પોતાનું અંગ ઓળખી તેને સિદ્ધ કરવું
Ok
» ભાગવત ધર્મમાં આધ્યાત્મિક પરોપકાર મુખ્ય હોય છે જ્યારે ભક્તિમાં ભગવાન સિવાય ભક્તને પણ ધારી શકતો નથી
Ok
» સેવાની સાથે સાથે નિષ્કામ ભાવ, સત્સંગ એટલે કથા વાર્તા શ્રવણ અને સ્મરણ હોય તો એ ભાગવત ધર્મ બને છે
Ok
*Title
- *ભગવાનની ભક્તિનો મહિમા. *”
» બે વચ્ચેની તુલનાને, સરખામણીને મહિમા કહેવાય છે.
Ok
» વ્યક્તિ હાજર ન હોય ને કામ કરે એને એનો પ્રભાવ કહેવાય.
Ok
» ભગવાન કરતાં પણ ભગવાનના નામે વધારેને તાર્યા છે એ ભગવાનનો પ્રતાપ કહેવાય.
Ok
» બધી ધાતુઓમાં જેમ સુવર્ણ વિલક્ષણ છે એમ ભગવાન બધા કરતાં વિલક્ષણ છે.
Ok
» ભગવાનની ભક્તિનો પણ મહિમા એવો છે તેને બીજા કોઈ સાધન બીટ નથી કરી શકતા.
Ok
» માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો ભક્તિમાં વિઘ્ન ન આવે.
Ok
» સદાચાર જેટલો પળે એટલો અવશ્ય પાળવો જોઈએ એમાં દાનત ખોટી ન રાખવી.
Ok
» ભગવાનના સાચા સંતમાં સત્સંગ અને પ્રસંગથી આવી માહાત્મ્યે સહિત ભક્તિ આવે છે શાસ્ત્ર ભણવાથી નહીં.
Ok
» સેવા કરતો હોય પણ સાચા સંતમાં એક જીવ ન જોડ્યો હોય તો એવી ભક્તિ નથી આવતી.
Ok
» સાચા સંતમાં જીવ જોડ્યો હોય પણ એને સેવાએ કરીને રાજી ન કરે તો પણ એવી ભક્તિ આવતી નથી.
Ok
» મહારાજની સાથે 2000 ભગવાન આવ્યા હતા અને મહારાજ તો એ ભગવાનના પણ ભગવાન હતા.
Ok
*Title
- _ભગવાન નું મહાસુખ કોને મળે?_”
» નિર્દોષ હોય એટલે અનન્ય હોય જ એવું ન પણ બને
Ok
» ભગવાનમાં અનન્યતા છે એ નિર્વાસનિકપણાં આ કરતાં પણ શ્રેષ્ઠ છે
Ok
» પતિવ્રતાપણું અને નિર્વાસનિકપણું એ બંને જુદા છે
Ok
» અનન્ય ભાવ હોય અને કચાસ હોય તોપણ તે ભગવાનનું વધુ સુખ પામે છે
Ok
» સ્વતંત્ર પણ અને જગતમાં આ તકથી એ બેમાં મોટો દોષ થયો છે સ્વતંત્ર ભણો
Ok
» ગરજ છે એ અનન્યતા થી આવે છે
Ok
» બ્રહ્મરૂપ થયો હોય તોપણ દાંત નો દાસ થઈને રહે એને સંપૂર્ણ સત્સંગ થયો કહેવાય
Ok
» દાસ નો દાસ થવું એ productive વસ્તુ છે
Ok
» દેહભાવને લઈને બીજાના દાસ થવું પડતું હોય છે જરૂરિયાત વિના કોઈ કોઈનો દાસ થતો નથી
Ok
» ભગવાન શિવાય બીજું કાંઈ ન ખપે તેને અનન્યતા કહેવાય
Ok
*Title
- _ભક્તિ કરવાની સાવધાનીઓ._”
» આ વચનામૃતમાં મહારાજે ભક્તિ કરવાના rules and regulations કહ્યા છે.
Ok
» ભગવાનની ભક્તિ કેવળ જીવના કલ્યાણને અર્થે કરવી.
Ok
» ભગવાનની ભક્તિ ઈર્ષાથી ન કરવી.
Ok
» ભગવાનની ભક્તિ મત્સર રહિત અને શ્રદ્ધા સહિત કરવી.
Ok
» ભક્તિ દંભી કરીને ન કરવી, નકલ કરીને ન કરવી, બીજાને દેખાડવા માટે ન કરવી.
Ok
» ભક્તિ હરીફાઈથી ન કરવી.
Ok
» ભક્તિ અમથી અમથી પણ ન કરવી મહારાજને રાજી કરવા માટે કરવી.
Ok
» ભક્તિ કરતા કંઈક અપરાધ થઈ જાય તો એ પોતાની માથે લેવો બીજાની માથે ન નાખવો.
Ok
» જે પોતાના નબળા પરિણામને સ્વીકારે એને કોઈ પ્રકારનો પ્રસંગ અડી શકતો નથી.
Ok
» હું પરફેક્ટ છું એમ માનવું છે અભિમાન છે અને બીજા પાસે પરફેક્શનની ઈચ્છા રાખવી એ મૂર્ખાઈ છે.
Ok
» પોતાની ખામીને સ્વીકારતા શીખે તો સુધારો થાય.
Ok
» એક મત્સર એવો છે કે બધા જ સારા કામ કરાવે અને પરિણામ નબળું આપે.
Ok
» જીવ અને મનની મિત્રતા છે એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયોની મિત્રતા છે.
Ok
» પોતાના ગમે તેવા સ્વભાવ હોય પણ એ જીવના કંટ્રોલ બહાર નથી, જીવ કંટ્રોલ કરતો નથી કારણકે એની દાનત ખોટી છે.
Ok
» નવધા ભક્તિ છે એ રૂટિનથી ન કરવી.
Ok
» હું સત્સંગ, પૂજા, સેવા, કથા કે નવધા ભક્તિ શા માટે કરું છું એનો વિચાર કરવો.
Ok
» મોટા સંતો કે ભક્તોના જીવન માંથી એમના જેવુ કરવાની ઈચ્છા થાય એને અનુવૃત્તિ કે પ્રેરણા કહેવાય.
Ok
» પ્રેરણા અને નકલ માં ફેર છે, નકલમાં દેખાડો વધારે હોય છે.
Ok
» નકલ અને ઝલકમાં પણ ફેર છે ઝલક દબાવી રાખે તો પણ ક્યારેક બહાર નીકળી જતી હોય છે શાસ્ત્રીજી મહારાજમાં નંદ સંતોની ઝલક દેખાતી હતી.
Ok
*Title
- _સત્સંગમાં અર્જન્ટ અને ઈમ્પોર્ટન્ટ શું?_”
» આ વચનામૃત કેવળ સદા સુખી રહેવા માટે નથી પણ સત્સંગમાં સદા સુખી રહેવા માટેનું છે.
Ok
» વચનામૃતમાં બે વિભાગ છે important and arjant શું છે.
Ok
» વૈરાગ્ય અને ધર્મ હોય તો પણ સત્સંગમાં જો ભગવાનના ભક્તમાં પ્રીતિ ન હોય તો એને સુખ આવતું નથી ઉડુ ઉડુ લાગે છે.
Ok
» જેને જેટલી વધારે રિક્વાયરમેન્ટ એ એટલો વધારે કંગાલ.
Ok
» ધર્મ અને વૈરાગ્ય કરતાં પણ ભગવાનના ભક્તમાં હેત કરવું એ વધારે પ્રાયોરિટી છે.
Ok
» આ વચનામૃતમાં મહારાજ ધર્મ અને વૈરાગ્યના આધારે ભગવાનમાં હેત અને ભગવાનના ભક્તમાં હેતના આધારે ધર્મ અને વૈરાગ્યને ઇગ્નોર કરવાના નથી પણ કોની પ્રાયોરિટી કેટલી છે એ ખ્યાલ આવે તો વધારે પુરુષાર્થ ક્યાં કરવો તે ખ્યાલ આવે.
Ok
» જીવ વિષયથી પાછો ન પડે તો દુઃખ થાય માટે વૈરાગ્ય અને ધર્મ પણ જરૂરી છે.
Ok
» મિત્રતા એટલે સુવાણ થવી.
Ok
» મહારાજના ઉત્તર ઉપરથી પ્રશ્નમાં વધારો કરી શકાય.
Ok
» અર્જન્ટ કામ ન કરીએ તો ઈમ્પોર્ટન્ટ કામ ગોથા ખાઈ જાય રખડી પડે છે.
Ok
» ધર્મ અને વૈરાગ્ય એ અર્જન્ટ ગણાય અને ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત સત્સંગમાં દ્રઢ પાયો કરવો એ ઈમ્પોર્ટન્ટ કામ ગણાય.
Ok
» ડાહ્યા માણસો ઈમ્પોર્ટન્ટ કામ હોય એના પર ફોકસ કરે છે અર્જન્ટ હોય એ તો કરવાનું જ હોય છે.
Ok
» ઈમ્પોર્ટન્ટ ન કરે તો કાયમી હેરાનગતિ થાય છે અને અર્જન્ટ ન કરે તો ટેમ્પરરી હેરાન થાય છે.
Ok
» જ્ઞાન-વૈરાગ્ય ને ધર્મની જેટલી માર્કેટ વેલ્યુ છે એટલી ભગવાનના ભક્તમાં હેતની નથી માટે આપણે એને ફોકસ નથી કરતા.
Ok
*Title
- _નબળી રુચિ બદલી શકે છે._”
» સારો માહોલ અને સારો સંગ હોય તો રુચિ બદલી શકે છે.
Ok
» જ્ઞાન થાય તો પણ પૂર્વ સંસ્કારો નાસ થતા નથી.
Ok
» જીવને ભગવાનને માર્ગે ચાલવામાં પૂર્વકર્મો નથી નડી શકતા પણ એ કર્મોના સંસ્કારો તો જરૂર નડે છે માટે એની સાથે ફાઈટિંગ કરવી પડે છે.
Ok
» સારી વ્યક્તિની સાથે હેત અને ગોલ એ બંનેથી નબડી રુચિ પણ સારી થઈ શકે છે.
Ok
» રુચિ પૂર્વ સંસ્કારને આધારે હોય છે પણ બદલાવી બદલી શકે છે જો બદલાવવી હોય તો.
Ok
» મહારાજે વચનામૃતમાં કહ્યું છે જ્યાં સુધી જીવના હૃદયમાં ગુણનો પ્રવેશ છે ત્યાં સુધી કોઈ જીવ સુખી થઇ શકતો નથી તો પછી સત્વ ગુણ હોય તો શું થાય? તો કે કાયમી સુખ ન થાય કારણકે સત્વગુણને પણ રજોગુણ અને તમોગુણ સાથે સાઠ ગાંઠ છે.
Ok
» મહારાજને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ બહુ ગમે છે કારણ કે દેહ ભાવથી રહિત થઈને ભગવાનની ભક્તિની રીત કહી છે.
Ok
» પરીક્ષિત મહારાજાને સંકા થઈ એટલે દેહ ભાવ હતો પણ શુકદેવજીની સાથે સુવર્ણ હતી એટલે ભગવાનના ધામમાં પહોંચાડ્યા.
Ok
» સાધુતાના ગુણો છે એ સત્વગુણ વિના આવી શકતા નથી માટે સત્વગુણ જોઈએ.
Ok
» આપણે જીવમાંથી એવું નક્કી થાય કે આ જન્મે ભગવાનના ધામમાં જવું છે તો એની રુચિ બદલી શકે છે.
Ok
*Title
- _તીર્થો દિવ્ય કે નિત્ય?_”
» શાસ્ત્રનું યથાર્થ તાત્પર્ય કોણ કાઢી શકે તો જેને એક્સ્ટ્રીમ વૈરાગ્ય અને એક્સ્ટ્રીમ ભક્તિ હોય એ જ કાઢી શકે.
Ok
» કાળ છે એ પ્રલય અવસ્થામાં પ્રાકૃતાનો નાશ કરી નાખે છે પણ ભગવાને, મહાપુરુષોએ તે સ્થાનમાં જે દિવ્ય સંકલ્પો કર્યા હોય એનો નાશ નથી કરી શકતો માટે તીર્થનો ક્યારેય નાશ થતો નથી.
Ok
» આ વચનામૃતમાં મહારાજે છે પરોક્ષની કે આપણી વેવલી સમજણને પડકાર ફેંક્યો છે.
Ok
» પોતામાં જેવુ પડ્યું હોય એવું માણસો શાસ્ત્રોમાં ફીટ કરતા હોય છે.
Ok
» પૃથ્વી પરના તીર્થોને કે ભગવાનના જન્મ સ્થાનોને દિવ્ય માની શકાય પણ નિત્ય ન માની શકાય નિત્ય માનવા એ વેવલી સમજણ કહેવાય.
Ok
» તીર્થસ્થાનોની ગંદકી એ તીર્થોના તીર્થત્વને બગાડી શકતી નથી.
Ok
» તીર્થને તીર્થ તરીકે સમજે તો એનો લાભ મળે.
Ok
» વિશિષ્ટાદ્વૈત મત એ વેદો ઉપરનો એંગલ છે દ્રષ્ટિ છે મહારાજે કોઈની નકલ કરી હોય એવું નથી.
Ok
» ઉપાસક એને કહેવાય કે પોતાના ઇષ્ટદેવની રચના, કાર્યને વધારે ઉજાગર કરે નઈ કે લજાવે.
Ok
» જીવ ભગવાનનો અંશ છે એટલે કે પ્રતિકૃતિ છે ભગવાનનો ટુકડો છે એમ નહીં.
Ok
» મહારાજ વ્યાસ ભગવાન કરતાં મોટા છેં તોપણ શાસ્ત્ર બહાર જઈને કે વ્યાસ ભગવાનથી ઉપરવટ થઈને મહારાજે કાઇ પ્રતિપાદન નથી કર્યું.
Ok
*Title
- _ઇન્દ્રિયોનો કંટ્રોલ અને નિગ્રહ એટલે શું?_”
» વૈરાગ્ય,સ્વધર્મ,તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો અંતઃકરણ કંટ્રોલમાં આવે છે.
Ok
» આપણે પણ સત્સંગમાં ઠેરાવ કરી રાખવો જોઈએ જેવી રીતે સીતાજી એ કર્યો હતો.
Ok
» ફણા વગરનું બાણ અને પુછલેલ ઢોરની જેમ વિષયોનો અભાવ હોય તો વિષયો જીતાણા ગણાય.
Ok
» દોષોના પરિણામ જોવાથી, શાસ્ત્રના શબ્દો અને આખ્યાનોનું મનન કરવાથી દોષોનું દર્શન થાય છે.
Ok
» સત્સંગમાં આપણુ કોઈ અપમાન કરે અથવા જેને માટે ભેખ લીધો હોય એ આપણો તિરસ્કાર કરે ત્યારે આપણુ કેટલુ ઠેકાણું રહે એનો વિચાર કરવો જોઈએ.
Ok
» સ્વામીએ વાતોમાં કહ્યું છે કે બે સારા સાધુ ને પાંચ સારા હરિભગત સાથે જીવ જોડવો એ વાત લાખ વર્ષે પણ સમજાતી નથી એટલે કે મનાતી નથી.
Ok
» દરરોજ પાંચ ખાસડા મારે તો પણ સત્સંગ માંથી જાય નહીં એ આત્મબુદ્ધિનું લક્ષણ છે.
Ok
» શાસ્ત્ર ને સત્પુરુષમાં વિશ્વાસ હોય તો વિષયોમાં દોષ દ્રષ્ટિ થાય.
Ok
» ભગવાનને ભગવાનના ભક્તમાં અત્યંત મમતા એજ આત્યંતિક કલ્યાણ છે.
Ok
» ઈન્દ્રિયોનો કંટ્રોલ કરવો અલગ વસ્તુ છે અને ઇન્દ્રિયોને જીતવા અલગ વસ્તુ છે.
Ok
» વિષયોના અભાવના દોષની શેડ જીવમાં બેસી જાય જનક રાજાની જેમ તો એ જીતેન્દ્ર કહેવાય.
Ok
» સિદ્ધ દશા આવી જાય એટલે જિતેન્દ્રિય જ હોય એવું નથી.
Ok
*Title
- _કલ્યાણની કરામત ટેકનીક._”
» આ વચનામૃત કરામતનું છે એટલે કે કળા, ટેકનીકનુ છે. ઓછી મહેનતે ઝાઝુ અને મોટું ફળ મળે એને કરામત કહેવાય.
Ok
» પોતે જ પોતાનો અનાદર કરી રાખ્યો હોય તો બીજા જ્યારે અનાદર કરે ત્યારે એનો અવગુણ ન આવે.
Ok
» બીજા પાસે પરફેક્શનની ઈચ્છા રાખવી એ મુર્ખા ગણાય.
Ok
» બીજાના ગુણ માણસને જલ્દી ડાઈજેસ્ટ નથી થતા અને બીજાના અવગુણ, નિંદા, બહુ ફરસા લાગે છે.
Ok
» બીજાનો અવગુણ પોતાની નબળાઈ, સ્વાર્થ, અને પોતાના દેહભાવથી આવે છે.
Ok
» જો આપણને આપણા જીવના કલ્યાણની ગરજ જાગે તો દાસાનુદાસ થઈ શકાય.
Ok
» જેટલું કળાથી આ ટેકનિકથી પ્રાપ્ત થાય છે એકલું ખાલી મહેનતથી નથી થતુ.
Ok
» ભગવાનના ભક્તનો અવગુણ ન લે ને પોતાનો ગુણ લે તોપણ કલ્યાણ ન થાય.
Ok
» બીજાનો ગુણ એ હડકાયા શ્વાનની લાળ જેવો છે એટલે કે બીજાને લગાડ્યા વિના રહેવાતું નથી.
Ok
» પોષ્ય વર્ગની સેવા કરવી પણ આસક્તિ ન કરવી ગુન ન લેવો.
Ok
» કોઈપણ પ્રકારનું માન ન રાખવું, ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો અને સંબંધીમાં આસક્તિ ન રાખવી આ ત્રણે જીવના કલ્યાણની કલા છે કરામત છે.
Ok
» પોતાના સંબંધીની સેવા કરવી એ ફરજ છે અને ગુણ લેવો એ મૂર્ખાઈ છે.
Ok
» પોષ્ય વર્ગનું પોષણ યથાર્થ કરવુ અને એમાંથી કલ્યાણ કાઢી લેવું એ કરામત છે.
Ok
» વર્તમાન લોપે તો અવગુણ લેવો નહિતર ગબરગંડ કહેવાય.
Ok
*Title
- _એકાંતિકપણું કેવી રીતે આવે?_”
» મનનો સ્વભાવ એવો છે કે સારું પદાર્થ હોય તો જ એમાં ચોંટે એવું નહીં તુચ્છ પદાર્થોમાં પણ ચોંટી જાય. ફાટેલ લંગોટી ને તૂટેલ તુંબડીમાં પણ ચોંટી જાય.
Ok
» જ્યાં સુધી ભોગ રુચિનો ભર્યો છે ત્યાં સુધી એકાંતિક પણ આવતું નથી.
Ok
» એકાંતિક પણુ આવ્યા વિના એકાંતિકી મુક્તિ થતી નથી અને ભગવાનનું સુખ પણ આવતું નથી.
Ok
» કથામાં જોલા ખાય એની મહારાજને બહુ ચીડ હતી.
Ok
» પોતાની અંદર ગરબડ હોય તો પછી વન, પર્વત કે હિમાલયમાં જાય તો પણ શાંતિ ન થાય.
Ok
» જેનું મન ભગવાનની મોટાઈ કે સુખમાં જાય છે એ જગતમાં લોભાતો નથી.
Ok
» ભગવાનની મોટાય સમજાય જવી એ એકાંતિકનો પાયો છે.
Ok
» ત્યાગની રુચિ હોય તો એકાંતિક પણુ આવે છે.
Ok
» સાદાય અને કરકસર વિના સાધુતા આવતી નથી.
Ok
» શહેરીકરણનો અર્થ છે ભોગવાદીતા.
Ok
» જે ડબલ રોલમાં રમે છે એની સાથે મહારાજને સુવાત થતી નથી.
Ok
» જેમ ભોગ રુચિ છે એમ કુસંગ રુચિ પણ છે એ થાય તો એકાંતિક પણુ ન આવે.
Ok
» જેમ ભગવાનમાં એક રસતા હોય છે એમ ભગવાન સંબંધી ક્રિયામાં, ભક્તિમાં પણ એક રસતા અને દીવાના પણું આવવું જોઈએ તો એકાંતિક પણુ આવે.
Ok
» એકાંતિકપણું એક આંતર છે અને એક બાહ્ય છે, દેશકાળે બાહ્ય નથી રહેતું પણ આંતર એકાંતિક પણ તો રહે જ છે.
Ok
» પોતાનું દુખ ટાળવા માટે ભગવાનને પ્રાર્થના ન કરે તો એકાંતિક પણુ આવે.
Ok
» આ બધા એકાંતિકના લક્ષણો પણ છે અને એચીવ થઇ જાય તો ગુણો પણ છે.
Ok
» વન, પર્વતમાં મહારાજને ગમે છે એ પ્રતિકાત્મક છે એનો અર્થ છે અતિ સાત્વિક રુચિ છે.
Ok
*Title
- _ભગવાનમાં પ્રવેશ કેમ થાય?_”
» પ્રવેશનુ મારણ પ્રવેશ છે અને રાગનું મારણ રાગ જ છે.
Ok
» નિર્વાસનિક ન થયા હોય અને ભગવાનમાં હેત કરવા જાય તો પણ બીજે હેત થઈ જાય છે.
Ok
» સ્વામિનારાયણમાં પ્રવેશ ક્યારે થાય જ્યારે સ્વામિનારાયણને અનુરૂપ થાય.
Ok
» આપણે જ્યાં કાચા હોય ત્યાંથી આપણું પતન થાય છે.
Ok
» પોતાની જાતને ઓળખવી એ ભગવાનને ઓળખવા કરતાં પણ કઠણ છે.
Ok
» પોતાની નબળાઈ ઓળખવી હોય તો મનના સંકલ્પ સામુ જોવું બીજુ પોતાના સ્વપ્નનો તપાસવા અને ત્રીજુ આપણો સંગ જોવો.
Ok
» ભગવાનની ભક્તિમાં અફીણ જેવુ બંધાણ હોય તો ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય.
Ok
» લાલજી સુથારે 18 દિવસ સુધી ઊંઘ વિના મહારાજની કથા સાંભળી એને ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય.
Ok
» મૂળજી ભગતને જેમ વચનામૃત સાંભળીને, ભક્તચિંતામણી સાંભળીને તાવ ઉતરી જાતો એને ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય.
Ok
» આપણને બંધાણની તો આદત છે એટલે ભગવાનમાં બાહ્ય પ્રવેશ કરવો સહેલો છે.
Ok
» મહારાજમાં પ્રવેશ ક્યારે થાય જ્યારે અંતરમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઘૂઘવતા હોય ત્યારે.
Ok
» ભગવાનમાં પ્રવેશ થાય પણ મેચિંગ ન થાય એટલે પાછો પ્રવેશ તૂટી જાય છે.
Ok
» બીજી જગ્યાએથી પ્રવેશ તૂટયા વિના ભગવાનમાં પ્રવેશ થતો નથી.
Ok
» અંતરની નબળાઈ એ ભગવાનમાં પ્રવેશ થવા દેતી નથી.
Ok
*Title
- _પોતાનું અંગ ઓળખવાની સરળ ટેકનિક._”
» આ વચનામૃત ઓળખવાનું વચનામૃત છે અંગ એને કહેવાય કે જેને કરતા કરતા થાક ન લાગે કંટાળો ન આવે.
Ok
» બીજા કરતાં કરવામાં આપણે આગળ નીકળી જઈએ એ અંગ કહેવાય.
Ok
» બીજી ભક્તિની સરખામણીએ ઝાઝો સમય કરી શકીએ એ આપણુ અંગ કહેવાય.
Ok
» બીજાના મોટીવેશન વિના પણ કરી શકતા હોય એને અંગ કહેવાય.
Ok
» જેને કરવામાં કંઈ વળતર કે લાભ ન હોય તો પણ કરીએ એ અંગ કહેવાય દાખલા તરીકે ક્રિકેટ મેચ જોવી.
Ok
» દબાણ કે શરમ ધર્મ ન હોય તો પણ કરીએ એ અંગ કહેવાય.
Ok
» અંગ ન ઓળખે તો સત્સંગમાં દિવસોને વરસો પસાર થઈ જાય પણ પ્રોગ્રેસ ન થાય.
Ok
» પોતાનું અંગ ઓળખું એ કદાચ ભગવાનને ઓળખવા કરતાં પણ અઘરું હોય એવું લાગે છે.
Ok
» સંગીત સાથે ધ્યાન કરે તો ધ્યાનનું ડ્યુરેશન વધી શકે, એવા પરિબળો સોધી રાખવા જોઈએ જે આપણને ભગવાનમાં સ્થિતિ કરવામાં વધારો કરી શકે.
Ok
» જેને પંચવિષયમાં પરભવની બળતરા થતી હોય એને અંગ ઓળખાય.
Ok
» થોડીવાર કથા સેવા કે ધ્યાન કરીએ અને આપણો જીવ ધરાઈ જતો હોય તો એ આપણો અંગ કહેવાય.
Ok
» ભગવાનના માર્ગમાં ચાલવામાં મદદરૂપ થાય એને અંગ કહેવાય.
Ok
» જાજી કલાક કથા સાંભળે એના કરતાં થોડીવાર સાંભળે અને એમાંથી ઝાઝુ યાદ રહે અને જીવ ધરાઈ જાય યંગ કહેવાય.
Ok
» જગતના માર્ગમાં ગમતું હોય એને અંગ ન કહેવાય સ્વભાવ કહેવાય.
Ok
» ભગવાનના માર્ગ સંબંધી નિયમ કે પ્રોજેક્ટ લીધો હોય એને આપણે સવાયો પૂરો કર્યો હોય એ આપણી સ્ટ્રેન્થ ગણાય અને અધુરો રહી ગયો હોય તો એ વિકનેસ ગણાય.
Ok
» આ વચનામૃતની વિશેષતા એ છે કે પોતાનુ અંગે ઓળખવાની વાત કરી છે જ્યારે પ્રથમનું 47મું અને મધ્યનું 62માં કોઈપણનું અંગ ઓળખવાની વાત કરી છે.
Ok
*Title
- _અંગ ઓળખવાની સ્પષ્ટતા._”
» અંગ એટલે મહારાજ સાથે પ્રાઇવેટ જોડાવાનું સાધન.
Ok
» મહિમા છે એ અંગ ન ગણાય પણ દરેક અંગને પુસ્ટ જરૂર કરે છે.
Ok
» આપણામાં સ્ટ્રેન્થ અને વિકનેસ બંને હોય એમાં સ્ટ્રેન્થ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ અને વિકનેસને મેનેજ કરવી જોઈએ.
Ok
» અંગ પ્રાયોરિટીમાં ક્રમ અને duration બંને નક્કી કરવા.
Ok
» આપણે અંગને પોઈન્ટઆઉટ નથી કરતા એટલે ડેવલપ થતું નથી.
Ok
» પ્રેક્ટિસ, મહિમા અને એવા અંગેવાળા સાથે જોડાણ એનાથી અંગ ડેવલપ અને પ્રોગ્રેસ કરી શકાય છે.
Ok
» અંગ છે એ રુચિ પ્રમાણે હોય છે અને રૂચિ પૂર્વકર્મ, સંસ્કારને આધારે હોય છે માટે એમાં રહીને ભક્તિ કરે તો જલ્દી અને વધારે સમાસ થાય છે.
Ok
» આજની કથા, પોતાનું અંગ નક્કી કરવા માટે છે એ ભૂલી જતા નહીં.
Ok
» આપણે આપણા અંગમાં ચાર-પાંચ કલાક ભક્તિ કરી શકતા હોય અને છતાંય વિષયોથી પરાભવ થઈ જતા હોય એનો અર્થ એવો નથી કે એ આપણું નથી પણ કાચું છે.
Ok