Utkarsh4 Flashcards
Spiritual
*Title
- _ભગવાનનું ઐશ્વર્ય અને મૂર્તિની અદ્વિતિયતા_
» સ્વામિનારાયણ શબ્દના અક્ષરો અને બીજા અક્ષર અક્ષરોમાં ફેર છે
Ok
» અવધૂતમાં જડભરતજી શ્રેષ્ઠ છે અને ત્યાગીમાં ઋષભદેવ ભગવાન શ્રેષ્ઠ છે કારણકે सतां मार्गम अदूषयन्
Ok
» ભગવાનનું બંધારણ એવું છે કે તેને જગતનું એક પણ પરિબળ કઈ કરી શકતું નથી
Ok
» પોતાના કામમાં આવે તે સદગુણ અને ભગવાનના ભક્ત ના કામ માં આવે તે કલ્યાણ ગુણ
Ok
» યોગીનું ઐશ્વર્ય અને ભગવાનના ભક્તનું ઐશ્વર્ય એ બંને જુદા છે
Ok
» ભગવાનના જેવું દિવ્ય વિગ્રહ એમની આજ્ઞાથી પણ કોઈ ધરી શકતું નથી
Ok
» ઐશ્વર્યએ એ spirituality નથી પણ જન્મ મરણથી રહિત થઈને ભગવાનના સેવક થાવું એ spirituality છે
Ok
» ભગવાનમાં વૃત્તિ રાખીને બ્રહ્મરૂપ થવું એ અપ્રાકૃત છે અને સૌભરીની જેમ અનેક સ્વરૂપ ધારણ કરવા તે પ્રાકૃત છે
Ok
» અવધૂત થવું એટલે વિધિ-નિષેધને ખોટા નથી કરી નાખવાના
Ok
» અવધૂતપણું એટલે જગત આપણા પ્લસ પોઇન્ટને કોઈ જાણી ન જવા જોઈએ
Ok
» બધાનો ઉપદેશ તો શાસ્ત્ર પ્રમાણે જ હોય છે પણ જીવન શાસ્ત્ર પ્રમાણે હોતું નથી
Ok
» ઋષભદેવ ભગવાન બીજા ત્યાગીની શિક્ષાને અર્થે સિદ્ધિઓને ગ્રહણ કરતા ન હતા તેથી ત્યાગીમા તે શ્રેષ્ઠ છે
Ok
» બીજા ભોગ accept કરે એટલા માટે આપણે accept એ કરવું આપણો ભડભડિયો છે, લોકસંગ્રહ નહીં
Ok
» સારી કથા કરે છે કે સારું લખાણ કરે છે એટલે એ પણ સારા જ હોય એવું ન હોય, કથા પૂરી થયા પછી શું કરે છે એવા એ હોય
Ok
» પ્રધાનપુરુષ અનંત કોટી બ્રહ્માંડની રચના કરે છે તે ભગવાનની આજ્ઞાથી કરે છે, ભગવાન તો સ્વતંત્ર છે
Ok
» યોગથી પ્રકૃતિનો કંટ્રોલ થાય છે અને ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે અને ભક્ત છે એ ભક્તિથી ભગવાનને વશ કરે છે અને ભક્તોના સંકલ્પથી ભગવાન ઐશ્વર્ય ઉત્પન્ન કરે છે
Ok
» બીજાના સારા માટે આપણે કષ્ટ લેવું જોઈએ જેમકે શાસ્ત્રીજી મહારાજે 80 વર્ષ પછી બીજા સંતો માટે આજ્ઞા પાળતા હતા
Ok
» પોતાના જીવનું કલ્યાણ થાય એવું અવધૂતપણું રાખવું
Ok
» ભગવાનને માયાથી પર થવા માટે પ્રયત્ન કરવો પડતો નથી એ તો માયાના સ્વામી છે
Ok
» પ્રકૃતિ ઉપર ફોકસ કરવાથી એશ્વર્ય પ્રાપ્ત થાય છે, જીવ ઉપર ફોકસ કરવાથી કૈવલ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન ઉપર ફોકસ કરવાથી મુક્તિ,સેવાની પ્રાપ્તિ થાય છે
Ok
» ભગવાનનું ભજન કરવું એ સૌથી મોટું ઐશ્વર્ય છે
Ok
» ભગવાનમાં એવો સ્વાભાવિક વિલક્ષણ ગુણ રહ્યો છે કે બધા જીવ એમાં તણાય, બધાના પ્રાણ એમાં તણાય તેવું અદભુત આકર્ષણ ભગવાનના સ્વરૂપમાં રહ્યું છે
Ok
» ઉપાસનાનો ભંગ થાય એવી અહિંસા ન રાખવી
Ok
*Title
- _ભગવાન પૃથ્વી ઉપર ક્યા ધર્મનું સ્થાપન કરવા આવે છે ?_
» પ્રવૃત્તિ પાછળના હેતુના આધારે પ્રવૃત્તિધર્મ કે નિવૃત્તિધર્મ એ નક્કી થાય છે.
Ok
» પોતે એકાંતિક થવું એ એકાંતિક ધર્મ છે અને બીજાને ભગવાનમાં જોડવા મદદ કરવી એ ભાગવત ધર્મ છે.
Ok
» જેને ભાગવતધર્મની પ્રવૃત્તિ કરવી હોય એમણે સોનાનો દોરો થવું.
Ok
» ભાગવત ધર્મની પ્રવૃત્તિ એ એકાંતિક ધર્મ કરતાં પણ શ્રેષ્ઠ છે.
Ok
» ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે.
Ok
» ભાગવત ધર્મની પ્રવૃત્તિમાં આર્થિક રીતે સપોર્ટ કરવો એ પણ ભાગવત ધર્મ જ છે.
Ok
» ભગવાનનો સંબંધ એટલે તદર્થતા.
Ok
» ભાગવતધર્મ એટલે અનેક જીવોને ભગવાનમાં જોડવા, નવા ભક્તો ક્રિએટ કરવા.
Ok
» ભક્તિ કરતા એકાંતિક ધર્મ શ્રેષ્ઠ છે, એકાંતિક ધર્મ કરતાં ભાગવત ધર્મ શ્રેષ્ઠ છે.
Ok
*Title
- _આત્યંતિક મમતા કોને કહેવાય ?_”
» અહંકાર અને આસક્તિ ન હોય એ આખા જગતની પ્રવૃત્તિ કરે તોપણ એને ભગવાન યાદ આવે છે
Ok
» આત્યંતિક વસ્તુમાં કે વ્યક્તિમાં આત્યંતિક મમતા થાય તો આત્યંતિક કલ્યાણ થાય
Ok
» પ્રવૃત્તિ અખંડ સ્મૃતિને બ્રેક નથી કરતી પણ આશક્તિ અખંડ સ્મૃતિને બ્રેક કરે છે
Ok
» એવા ઇવેન્ટ તો બધાના જીવનમાં થતા હોય પણ દૈવી ભાવ હોય, સમજુ હોય, હૃદય ફળદ્રુપ હોય, એને ચટકી લાગે છે
Ok
» આપણા કરતા બેટર હોય એમની સાથે હેત રાખવું
Ok
» કેવળ કથા વાર્તા સાંભળવી એ શિબિરનો હેતુ નથી પણ ભગવાનના ભક્તોમાં પરસ્પર આત્મબુદ્ધિ થાય એ શિબિરનો હેતુ છે
Ok
» એક રેણીયે રહેવું એ નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે એનો અર્થ એમ કે એક ધારી મમતા રાખવી એ નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે
Ok
» અહંકાર સાધુઓને વરેલો છે અને આશક્તિ ગ્રહસ્થને વરેલી છે
Ok
» જેને ભગવાન શિવાય અને ભગવાનના ભક્ત શિવાય આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ મમતા ન રહે તેને સિદ્ધ કહેવાય
Ok
» ચટકી લાગે એને વૈરાગ્ય થાય એનો અર્થ એવો છે કે ચટકી લાગે એને ત્યાગ થાય
Ok
» મા-બાપ જેમ પોતાના છોકરાઓમાં એક તરફી હેત કરે છે એમ આપણે પણ ભગવાનના ભક્ત સાથે એક તરફી હેત કરવું
Ok
» ચટકી લાગે અને ઉતરી જાય એતો છટકી ન લાગે એના કરતાં પણ ખરાબ કહેવાય
Ok
*Title
- _ભગવાનનો નિશ્ચય થવાની પ્રક્રિયા._
» જે વસ્તુ જેવી હોય એવી જણાય જવી કે જાણવી એને જ્ઞાન કહેવાય.
Ok
» ભગવાનની બાબતમાં જ એવી વિશેષતા છે કે ભગવાનનું સાચું જ્ઞાન થઇ જાય તો નિશ્ચય ઓટોમેટીક થઈ જાય
Ok
» ભગવાન મારા છે એ નિશ્ચયની શરૂઆત છે અને ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી એ નિશ્ચયની પરાકાષ્ટા છે
Ok
» જ્ઞાન > વિવેક > મહિમા > નિશ્ચય > ભક્તિ > નિષ્ઠા અને ઉપાસના એ અક્ષરધામમાં જવાની પરંપરા છે
Ok
» ભગવાનના ભક્તમાં કેવું હેત કરવું તો જેવુ દેહના સંબંધીમાં છે એવું કેલ્ક્યુલેશન વગરનું હેત કરવું
Ok
» માણસને સારામાં હેત નથી થતુ, મારામાં હેત થાય છે
Ok
» મૂઢ એટલે કાંઈ ખબર ન પડતી હોય એમ નહીં પણ બીજાની આગળ પોતાને કમ જોખતા હોય એ મૂઢ ગણાય
Ok
» સંગ > કામ > ક્રોધ > સંમોહ > સ્મૃતિનાશ > બુદ્ધિનાશ > વિનાશ એ વિનાશની પરંપરા છે
Ok
» ડાયરેક્ટ જીવમાં નિશ્ચય નથી થતો બુદ્ધિ દ્વારા જ થાય છે
Ok
» નિશ્ચયમાંથી પડવાના બે પરિબળ છે એ તો પોતાનો સ્વાર્થ ઘસાવો અને ભગવાનના ચરિત્રમાં સંશય થવો
Ok
» આસક્તિ અને મોહ હોય તો ઉપર કહી એ નિશ્ચયની પરંપરા બ્રેક થઈ જાય છે
Ok
» મારાપણું બે પ્રકારે થાય છે એક તો મહિમાથી અને બીજો સંબંધથી છે
Ok
» આપણે ભક્તિ કરતા હોય એટલે આપણને નિષ્ઠા હોય જ એવું નથી
Ok
» રિલેશનશિપ જાળવવા માટે ઘસારો ખમવો પડતો હોય છે એવી રીતે ભગવાનના ભક્ત સાથે પણ ખમવું
Ok
*Title
- _ભગવાનની સ્મૃતિનું મહત્વ._
» જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી અને સાધુ બ્રહ્મચારી સત્સંગી ને સંભારી રાખવા તો ભગવાનની સ્મૃતિ થાય
Ok
» આ વચનામૃત સ્વામીને બહુ ગમે છે કારણકે મહારાજે કર્મ વિપાકનો સાર અને સિદ્ધાંત એક વચનામૃતમાં કહી દીધો છે
Ok
» સુતા પહેલા જે છેલ્લો સંકલ્પ હોય એનું ફળ આખી રાત કર્યાનું મળે છે
Ok
» અંતકાળની સ્મૃતિમાં આજુબાજુના વાતાવરણનો સૌથી વધારે રોલ છે
Ok
» પુણ્યકર્મ બીજાને ટ્રાન્સફર થાય છે પાપ કર્મ નથી થતા
Ok
» અંતકાળે જે કર્મો સ્ટ્રોંગ હોય એના આધારે પછીનો જન્મ નક્કી થાય છે
Ok
» અંતકાળે કદાચ ભગવાનની સ્મૃતિ ન થાય પણ બીજું કાંઈ ન સંભારે તો ભગવાન સંભાળી લે છે
Ok
» અંતકાળે કર્મોની થપાટ લાગવાથી બુદ્ધિ મૂર્છિત થઇ જાય છે
Ok
» અતિ વેગથી થયેલું કર્મ બળવાન થાય છે પણ એનાથી પણ વધારે બળવાન ભગવાનના સંબંધી કર્મ છે
Ok
» મહારાજે સત્સંગમાં એવી વ્યવસ્થા કરી છે કે દરેક ક્રિયામાં ભગવાનની સ્મૃતિ થાય
Ok
» જે કર્મના બેનીફીશિયર ભગવાન હોય એ કર્મ ભગવાન સંબંધી થાય છે
Ok
» સાધક અવસ્થામાં ભક્તની જેવી ઈચ્છા હોય ધામમાં જવાની એવી ભગવાન પૂરી કરે છે
Ok
*Title
- _કોનામાં હેત થાય તો નિર્વાસનીક થવાય?_”
» શરીરનો ધર્મ છે કે વાસના વિના ટકી શકે નહીં શુભ અથવા અશુભ
Ok
» સ્વપ્નમાં જે વિચિત્ર સૃષ્ટિ કે વાસના દેખાય છે એ પૂર્વ કર્મને આધીન છે
Ok
» વાસનાની સ્મૃતિ થાય છે એ ભોગ વિના નથી થતી આ જન્મના અથવા પૂર્વ જન્મના
Ok
» વાસના નિર્મૂળ ક્યારે થાય તો અતિ નિર્વાસનિક પુરુષ હોય એનો ગુણ આવે એમાં હેત થાય એ કહે એમ કરે તો તત્કાળ નિર્મૂળ થાય
Ok
» ભોગ બે પ્રકારના છે એક તો સાક્ષાત અને બીજા માનસિક સંકલ્પ કરેલ
Ok
» તીવ્ર વાસના હોય તો વિષયનો સંકલ્પ થયા પછી પાછો ન વળે
Ok
» દુઃખમાં વાસના વધે કે ઘટે સામાન્ય રીતે તો વધે પણ જો ટાળવાની ઈચ્છા હોય તો ઘટે
Ok
*Title
- _ત્યાગીના કુલક્ષણ._”
» ત્યાગી સંબંધીમાં હેત રાખે તો પંચ મહાપાપ કરતાં પણ વધારે પાપ થાય એમાં કોઈ લોજીક નથી, શાસ્ત્રનું બંધારણ છે લોજીક હોય તો આપણને ખ્યાલ છે
Ok
» પાપ ને પુણ્ય એ બંધારણના આધારે છે લોજીકના આધારે નહીં
Ok
» ગ્રહસ્થ પોતાના માબાપનુ પોષણ કરે કે પરિવારનું પોષણ કરે તો પાપ નથી પણ ત્યાગી કરે તે પાપરૂપ છે
Ok
» કોઈ આપણી સેવા કરતું હોય તો એમાં હેત ન કરવું એના કલ્યાણનું જતન જરૂર કરવું
Ok
» મોટા જો સાવધાન ન હોય તો એમની પાછળના ને બગડવાના ચાન્સ વધી જાય છે
Ok
» સંસારનો ત્યાગ કરે એ બધા ઋણમાંથી મુકાઈ જાય છે
Ok
» મોટાની સેવામાં રહીને પોતાનું કલ્યાણ બગાડે તો એ મોટાને કલંકરૂપ થાય છે
Ok
» માણસ અને પશુમાં એક જ તફાવત છે વિવેકનો પશુને કલ્યાણનો વિવેક નથી
Ok
» મહારાજનું ભજન કરતો જાય અને સત્સંગ કરતો જાય તો આ સત્સંગમાં આપણો વિવેક સૂક્ષ્મ થતો જાય છે
Ok
» દેશ વાસના સમજણે કરીને જાય છે
Ok
*Title
- _ત્યાગીના કુલક્ષણ._
» ત્યાગી સંબંધીમાં હેત રાખે તો પંચ મહાપાપ કરતાં પણ વધારે પાપ થાય એમાં કોઈ લોજીક નથી, શાસ્ત્રનું બંધારણ છે લોજીક હોય તો આપણને ખ્યાલ નથી.
Ok
» પાપ ને પુણ્ય એ બંધારણના આધારે છે લોજીકના આધારે નહીં
Ok
» ગ્રહસ્થ પોતાના માબાપનુ પોષણ કરે કે પરિવારનું પોષણ કરે તો પાપ નથી પણ ત્યાગી કરે તે પાપરૂપ છે
Ok
» કોઈ આપણી સેવા કરતું હોય તો એમાં હેત ન કરવું એના કલ્યાણનું જતન જરૂર કરવું
Ok
» મોટા જો સાવધાન ન હોય તો એમની પાછળના ને બગડવાના ચાન્સ વધી જાય છે
Ok
» સંસારનો ત્યાગ કરે એ બધા ઋણમાંથી મુકાઈ જાય છે
Ok
» મોટાની સેવામાં રહીને પોતાનું કલ્યાણ બગાડે તો એ મોટાને કલંકરૂપ થાય છે
Ok
» માણસ અને પશુમાં એક જ તફાવત છે વિવેકનો પશુને કલ્યાણનો વિવેક નથી
Ok
» મહારાજનું ભજન કરતો જાય અને સત્સંગ કરતો જાય તો આ સત્સંગમાં આપણો વિવેક સૂક્ષ્મ થતો જાય છે
Ok
» દેશ વાસના સમજણે કરીને જાય છે
Ok
*Title
- _વાસના, સ્વભાવ અને અજ્ઞાનનું એનાલિસિસ._”
» સંકલ્પ છે એ સ્વભાવ, વાસના અને અજ્ઞાનની સ્ક્રીન છે સંકલ્પ રૂપે બહાર આવે છે
Ok
» વિષયના સંકલ્પ ને વાસના કહેવાય છે
Ok
» ભજન વિરોધી ક્રિયા ને સ્વભાવ કહેવાય છે
Ok
» ભગવાનના સિદ્ધાંત અને કલ્યાણ વિરોધી ને અજ્ઞાન કહેવાય છે
Ok
» કારણ શરીર અજ્ઞાન, વાસના અને સ્વભાવનું બનેલું છે અને ભાવનાત્મક છે તત્વાત્મક નથી
Ok
» દરેક ક્રિયાની બે ઇફેક્ટ જન્મે છે, એક પાપ-પુણ્ય અને બીજા સંસ્કાર
Ok
» પાપ-પુણ્ય ભોગથી નાશ થાય છે, સંસ્કાર અભ્યાસ અને સારા સંસ્કાર પાડવાથી નાશ થાય છે
Ok
» પોતાની પ્રકૃતિનો ગુણ ન લેવો પણ બદલાવવી કારણ કે શાંત કે ચંચળ બંને પ્રકૃતિનું સર્જન છે
Ok
» સ્વભાવો અને સંસ્કાર મનુષ્ય યોનિમાં જ પડે છે અને સુધરે છે બાકીની યોનિઓ તો કેવળ ભોગ યોનિયો છે
Ok
» જમપુરીમાં જમ જીવને ધોકા મારે છે, સંસ્કારને નહીં
Ok
» વિષય વાસના એ વાસના છે અને કર્મ વાસના એ સ્વભાવ છે
Ok
» વ્યસનની શરૂઆત સંકલ્પથી વાસનાથી થાય છે અને અંત સ્વભાવમાં થાય છે
Ok
» જીવના સ્વરૂપમાં તો કંઈ ફેરફાર થતો નથી પણ એની વૃતિમાં એટલે કે ધર્મભૂત જ્ઞાનમાં ફેરફાર થાય છે, સ્વભાવ વાસના જન્ય છે
Ok
» જેને સ્વભાવ ટાળવા હોય એણે પોતાનું માઈક્રો એનાલિસીસ કરવું જોઈએ
Ok
*Title
- _ભગવાનનો સંબંધ એ જ પરમ નિવૃત્તિ છે._”
» પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મ એ એક્શનથી નથી ઇરાદાથી છે
Ok
» કર્મમાં ભગવાનનો સંબંધ જોડી દેવો એ જ કુશળતા છે નઈ કે અદપ વાળીને બેસી જવું
Ok
» આત્માની ઉન્નતિ માટે કરવુ, ભગવાનના સંબંધવાળુ કર્મ કરવુ અને ભગવાનને માટે કરવું એ ત્રણેમાં તફાવત છે
Ok
» ધન, કુટુંબ અને સત્તા માટે પ્રવૃત્તિ કરવી એ પ્રવૃત્તિ માર્ગ છે અને ભગવાન ને ભગવાનના ભક્ત માટે કરવું એ નિવૃત્તિ માર્ગ છે
Ok
» આપણા પુરુષાર્થના ફળના બેનીફીશયર ભગવાનને બનાવવા એને ભગવાનનો સંબંધ કર્યો ગણાય
Ok
» નિવૃત્તિ ધર્મમાં ક્રિયા છોડી દેવાની નથી ઈરાદો બદલાવવાનો છે
Ok
» ભગવાનના સંબંધ સિવાયનું કર્મ છે એ બંધનકારક છે પ્રત્યેક કર્મ નહીં
Ok
» ભગવાનના સંબંધ રહિત નિવૃત્તિ ધર્મ કરતા ભગવાનના સંબંધવાળો પ્રવૃત્તિ ધર્મ શ્રેષ્ઠ છે
Ok
» ઈરાદો હોય તો દરરોજની ક્રિયામાં ભગવાનનો સંબંધ જોડી શકાય
Ok
» આપણે શા માટે ક્રિયા કરીએ છીએ એમ વારંવાર અંતરમાં પૂછ્યા કરે તો ભગવાનનો સંબંધ રહી શકે
Ok
*Title
- _ભગવાનનું કામ કર્યું કોને કહેવાય._”
» પોતાના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ને પૃષ્ટ કરવા તે એકાંતિક ધર્મ છે અને બીજાને એમાં મદદ કરવી એ ભાગવત ધર્મ છે
Ok
» એકાંતિક ધર્મનું પાલન કરવું એ ભગવાનને માટે છે અને ભાગવત ધર્મનો ફેલાવો કરવો એ ભગવાનનું કામ છે
Ok
» મહારાજને શુકજી અને જડભરતની જેમ એકાંતમાં અને વનમાં રહેવાનો સ્વભાવ છે તો પણ સત્સંગના ભિડામાં રહે છે કારણ કે ભાગવત ધર્મનું સ્થાપન કરવું છે
Ok
» ભગવાન પૃથ્વી પર આવે છે એ એકાંતિક ધર્મનું પોષણ અને ભાગવત ધર્મના ફેલાવા માટે આવે છે
Ok
» પોતાના કોઈ પણ અંગત સ્વાર્થ વિના જીવને મહારાજના શરણે લેવા એ ભાગવત ધર્મ છે
Ok
» મહારાજને સંતો એટલા માટે રમા અને રાધિકા કરતાં પણ વાલા છે કારણ કે ભગવાનની અમલ કીર્તિને બ્રહ્માંડના ખૂણે ખૂણે ફેલાવે છે
Ok
» બીજાને ભગવાન ઓળખાવવા એ માથાકૂટનું કામ છે લોહીનું પાણી કરે ત્યારે થાય છે માટે મહારાજનો વિશેષ રાજીપો છે
Ok
» મહારાજે જ્યારે પોતાનું દષ્ટાંત આપ્યું હોય ત્યારે કંઈક વિશેષ કહેવાનું હોય છે
Ok
» મહારાજને ઉપનિષદો કે શાસ્ત્રોમાં ક્યાંય ન મળ્યું હોય ત્યારે પોતાનું દ્રષ્ટાંત આપ્યું હોય છે અને કંઈક વિશેષ કહેવા માટે હોય છે
Ok
» ભાગવત ધર્મ એકાંતિક ધર્મ કરતાં એક ડગલું આગળ છે કારણ કે ભગવાનનું કામ છે
Ok
» સ્વામિનારાયણ ભગવાન તો કેવળ આ બ્રહ્માંડમાં નવા જીવોને પોતાની ઓળખાણ કરાવવા માટે જ આવ્યા હતા
Ok
» ભાગવત ધર્મ એટલે “ભગવત
ઇદમ્” એમાં ભગવાનનો રોલ છે અને એકાંતિક ધર્મમાં કેવળ ભક્તનો રોલ છે
*Title
- _આઠ આવરણથી પાર કેમ થવું ?_”
» અહંકાર, ઈર્ષા, મત્સર, અસૂયા તે બધા માનસ રોગ છે
Ok
» અહંકારનું કુપથ્ય બે વસ્તુ છે, એક તો વખાણ અને બીજુ બીજાની સાથે કમ્પેરીઝન
Ok
» માનસ રોગોમાં અહંકાર છે એ મોટામાં મોટો રોગ છે
Ok
» અભિમાનતો તો ન આવે જો પોતાના સદગુણોનો ભગવાનની સેવામાં મિનિંગ ફુલ ઉપયોગ કરે
Ok
» પોતાનાથી આગળ હોય એની શાયરી લે તો અહંકાર ન વધે
Ok
» અહંકારનો વિષય છે આ મારું છે અને આ મારું નથી
Ok
» મનનો વિષય છે અનુકૂળતા અને પ્રતિકૂળતા
Ok
» કોઈપણ વસ્તુનો અતિરેક કર્યા વિના લોક ચાહના મળતી નથી માટે માણસો શાસ્ત્રો એ કર્યું હોય એના કરતાં પણ વધારે ઓવર કરતા હોય છે
Ok
» બુદ્ધિનો વિષય છે હું આના કરતાં ઊંચો છું નાના કરતાં નીચો છો
Ok
» અનુકૂળતા પ્રતિકૂળતા એ આપણા પૂર્વ કર્મનું ફળ છે અને એના આધારે સુખી-દુઃખી થવું એ આપણી મૂર્ખતાનું ફળ છે
Ok
» નંદ સંતોને પ્રતિકૂળતા તો ઘણી હતી તોપણ પ્રતિકૂળતા માનતા ન હતા માટે આનંદ આપ્યો અતિ ઘણો રે એમ ગાયું છે
Ok
» હું મહારાજનો સેવક છું એમ માને તો પ્રાકૃત અહંકાર તળે
Ok
» વૈરાગ્ય ને આત્મનિષ્ઠા એ અહંકારના મૂળ ખોદનારા છે પણ જો બીજા સાથે એની સરખામણી કરે તો અહંકારને જ વધારે છે
Ok
» ગોલ હોય તો મનના આવરણથી પાર થઈ શકે છે
Ok
» અક્ષરધામ તો અનંત છે અહીંયા પણ આપણી આસપાસ છે છતાં પણ દેખાતું નથી કારણકે વિષયમાં આપણી વૃત્તિ રોકાઈ ગઈ છે
Ok
» આઠે આવરણના અલગ અલગ વિષય છે એને જીતે તો આઠ આવરણથી પાર થઈ શકે
Ok
*Title
- _માન મોટાઈ કેમ તળે ?_”
» માન એટલે પોતાને વિષે પોતે કરેલી પૂજ્ય બુદ્ધિ
Ok
» હું પૂજવા યોગ્ય છુ એ માન કહેવાય અને પૂછવા યોગ્ય છું તો એ મોટાઈ કહેવાય
Ok
» ચાન્સ મળે ત્યારે ભગવાન અને ભગવાનના ભક્તને સેવા દ્વારા રાજી કરે તો માંન ટળે
Ok
» તપ કરવાથી માંન નથી ટળતું વિચાર કરે અને જેને ટાળવાની ઇચ્છા હોય તેને ટળે
Ok
» ભગવાનનો અને મહાપુરુષોનો અસાધારણ ગુણ એ છે કે કરીને એમાં બંધાવું નહીં અને એનું માંન ન આવે
Ok
» પ્રસિદ્ધિ તો જ થાય જો અતિરેક હોય તો, માટે અતિરેક ન કરવો ભક્તિ શિવાય
Ok
» મન છે એ છઠી ઈન્દ્રિય છે અને માંન મનથી ભોગવાય છે
Ok
» આખું જગત ભગવાનને પૂજ્ય માનતુ હતુ પણ ભગવાન પોતે પોતાને પૂજ્ય નહોતા માનતા માટે નિર્માની હતા
Ok
» માન રાખવાથી આપણે કરેલી ભક્તિનું ફળ ખતમ થઇ જાય છે
Ok
» ભગવાન અદલ સૃષ્ટિ બનાવે છે એને ચલાવે છે એવું કોઈ બીજો કરી ન શકે છતાં ભગવાનને ક્યારેય એવું નથી થતું કે મારા જેવું કોઈ કરી ન શકે
Ok
» પોતાના ઉત્તમ સર્જનમાં પણ બંધાય નહીં એનુ અભિમાન ન આવે તો એ ભગવાનનો ગુણ આવ્યા કહેવાય
Ok
*Title
- _ગોપીભાવ કોને કહેવાય._”
» પ્રેમ એજ જેનુ લક્ષણ છે એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય
Ok
» સમર્પણ ત્રણ રીતે થાય છે પદાર્થ, ક્રિયા, અને ભાવના એ ત્રણેય પૂરું થાય ત્યારે પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય
Ok
» મમત્વની પારાકાષ્ટા હોય એને પ્રેમ લક્ષણા કહેવાય અને સમર્પણની પારાકાષ્ટા હોય એને સેવક ભાવ કહેવાય
Ok
» ભોગ ભાવના અથવા હીન ભાવના ભગવાનના ભક્ત સાથે રાખે તો અધોગતિ થાય
Ok
» વિજાતિયમાં ભોગ ભાવના હોય છે અને સજાતિયમાં હીન ભાવના થતી હોય છે
Ok
» પ્રેમનો સ્વભાવ છે કે ભગવાન ને ભગવાનના ભક્ત સીવાય બીજા સાથે દુશ્મની થવી જોઈએ એટલે ગોપીઓને પંચવિષય ઝેર જેવા થઈ ગયા હતા
Ok
» સત્સંગ બહાર કુદ્રષ્ટિ થઈ હોય એનું પાપ સત્સંગમાં દૂર થાય છે પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદ્રષ્ટિ થઈ હોય એ વજ્રલેપ થાય છે
Ok
» જેને પ્રેમલક્ષણા ભક્તિ કરવી હોય તેને કોઇપણ પ્રકારનું પાપ મનમાં ન રાખવું મન અતિ પવિત્ર રાખવું
Ok
» શાસ્ત્રો અને ઉપનિષદની દ્રષ્ટિએ સેવક ભાવ છે એ વધારે મેચિંગ થાય છે કારણ કે સ્ત્રી કે પુરુષ બંને પોતાને સેવક માની શકે છે
Ok
*Title
- _કેવી બુધ્ધિ રાખે તો ભોગ બુધ્ધિ ન આવે._”
» સૌપ્રથમ ભગવાનના ભક્તમાં સંબુધ્ધિ થાય છે પછી હિનબુધ્ધિ પછી દોષબુદ્ધિ પછી દ્રોહબુદ્ધિ પછી વેરબુદ્ધિ અને અંતે આસુરીબુદ્ધિ થાય છે
Ok
» ભગવાનના માર્ગમાંથી બે રીતે પડે છે એક તો ભગવાનના ભક્તમાં ભોગબુદ્ધિથી અને ભગવાનના ભક્તમાં હિનબુદ્ધિથી
Ok
» સેવકભાવની પરાકાષ્ઠા એ ગણાય કે હું ભગવાન ને ભગવાનના ભક્ત સિવાય બીજા કોઇનો સેવક નથી એમ માને
Ok
» આત્મા પરમાત્માનો વેગ લગાડવો એટલે સેવક ભાવનો અને મહિમાનો વેગ લગાડવો
Ok
» સાધન કાળમાં એવો ઠરાવ કરી રાખ્યો હોય કે ગમે તેવો મોટો થાય અક્ષરરૂપ થાય તો પણ દાસનો દાસ છું તો હિનબુદ્ધિ ન આવે અને આસુરી બુદ્ધિ ન થાય
Ok
» ભગવાનના ભક્તમાં માં, બેન ને દીકરી પિતા-પુત્ર અને દીકરાની ભાવના રાખે તો ભોગ બુદ્ધિ ન થાય તો અને પામર થઈને ભગવાનના માર્ગમાંથી ન પડે
Ok
» સંબુધ્ધિ કે હીનબુદ્ધિની પરીક્ષા આપણા બરોબરીયામાં થાય છે
Ok
» ઉંમરમાં ડિફરન્સ હોય પણ જો કોઈ પણ વાતમાં એક પ્લેટફોર્મ પર હોય તો એ બરોબરીયા ગણાય
Ok
» આપણને દૂધપાક ડાઈજેસ્ટ થઈ જાય છે પણ ભગવાનના ભક્તના દોષ થતા નથી
Ok
» આપણી કદાચ કંઇક ખામી હોય તો એ એટલી બધી નથી નડતી જેટલી ભગવાન ને ભગવાનના ભક્તમાં દોષબુધ્ધિ નડે છે
Ok
» સાચો રસિક ભક્ત એને કહેવાય તે ભગવાન સિવાય બીજે કયાઈ રસ ન આવે
Ok
» સાચો સેવક એને કહેવાય કે સ્વામીને ભોગવવા યોગ્ય પદાર્થ ભોગવે નહીં
Ok
» અતિ નજીક થાય એટલે કાંતો બંધન થાય અને કાંતો કંટાળો આવે માટે distance મેનેજ કરવું
Ok
*Title
- _કેવી બુધ્ધિ રાખે તો ભોગ બુધ્ધિ ન આવે._”
» સૌપ્રથમ ભગવાનના ભક્તમાં સંબુધ્ધિ થાય છે પછી હિનબુધ્ધિ પછી દોષબુદ્ધિ પછી દ્રોહબુદ્ધિ પછી વેરબુદ્ધિ અને અંતે આસુરીબુદ્ધિ થાય છે
Ok
» ભગવાનના માર્ગમાંથી બે રીતે પડે છે એક તો ભગવાનના ભક્તમાં ભોગબુદ્ધિથી અને ભગવાનના ભક્તમાં હિનબુદ્ધિથી
Ok