Yogiji Milestone 1 Flashcards
- આ શાસ્ત્રમાં
આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. (૧૧)
- પુરુષો તથા સ્ત્રીઓ
પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મવિદ્યાના અધિકારી છે. (૧૨)
- સત્સંગમાં લિંગભેદથી
સત્સંગમાં લિંગભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. (૧૩)
- ગૃહસ્થ તથા
ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે. તેમાં ન્યૂનાધિકભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. (૧૭)
- સર્વ સત્સંગીઓએ
સર્વ સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો. કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. (૨૬)
- સત્સંગી જનોએ
સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડાં તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવાં. (૨૯)
- સત્સંગીઓએ ચોરી
સત્સંગીઓએ ચોરી ક્યારેય ન કરવી. ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી. (૩૧)
- પુષ્પ, ફળો
પુષ્પ, ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની પરવાનગી વગર ન લેવી. પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય છે. (૩૨)
33-34. ક્યારેય મનુષ્ય, પશુ
ક્યારેય મનુષ્ય, પશુ, પક્ષી, તથા માંકડ આદિક કોઈ પણ જીવજંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ-સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. (૩૩-૩૪)
- કોઈનું તાડન
કોઈનું તાડન ક્યારેય ન કરવું. અપશબ્દો કહેવા, અપમાન કરવું ઇત્યાદિ કોઈપણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. (૩૮)
- બાહ્ય અને આંતરિક
બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રીહરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે. (૫૦)
- પૂજા કર્યા
પૂજા કર્યા વિના જમવું નહીં ને પાણી વગેરે પણ ન પીવું. પ્રવાસે ગયા હોઈએ તો પણ પૂજાનો ત્યાગ ન કરવો. (૭૬)
- સર્વે સત્સંગી જનોએ
સર્વે સત્સંગી જનોએ પ્રાતઃકાળે તથા સાંજે ઘરમંદિરમાં પ્રતિદિન આરતી કરવી ને સાથે સ્તુતિનું ગાન કરવું. (૮૧)
- આરતી સમયે
આરતી સમયે ચિત્તને સ્થિર કરી ભક્તિએ સહિત, તાલી વગાડતાં અને ઉચ્ચ સ્વરે ‘જય સ્વામિનારાયણ જય અક્ષરપુરુષોત્તમ…’ એમ આરતીનું ગાન કરવું. (૮૨)
- જે રસોઈ
જે રસોઈ બનાવી હોય તે મંદિરમાં ધરાવવી અને પ્રસાદીભૂત થયેલ ભોજન ભક્તિભાવપૂર્વક પ્રાર્થના બોલીને પછી જમવું. (૮૩)