Services Vimarsh 5.4.21 Flashcards
સ્વામિનારાયણ ભગવાન એટલે કે ____ _____ મહારાજ સર્વને પરમ ___, ___, __ ___ અર્પે.
સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે.
આ દેહ ___ સાધન છે, કેવળ ___ સાધન નથી. ___ ___ ___ એવો આ દેહ વારંવાર મળતો નથી.
આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી.
લૌકિક વ્યવહાર તો ____ નિર્વાહ માટે છે. તે આ ____ જન્મનું પરમ લક્ષ્ય નથી.
લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે. તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી.
સર્વ દોષોને ___, બ્રહ્મસ્થિતિને પામવા અને ____ ____ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો.
સર્વ દોષોને ટાળવા, બ્રહ્મસ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો.
તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત્ અવતરીને આ દિવ્ય _____ની સ્થાપના કરી.
તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત્ અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી.
આ સત્સંગનું જ્ઞાન _____ થાય એવા શુભ આશયથી ‘_______’ એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે.
આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી ‘સત્સંગદીક્ષા’ એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે.
સત્ય એવા ____ સંગ કરવો, સત્ય એવા _____ સંગ કરવો, સત્ય એવા ____નો સંગ કરવો અને _____ સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે.
સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે.
______ એટલે દૃઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક્ સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દૃઢ આશરો.
દીક્ષા એટલે દૃઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક્ સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દૃઢ આશરો.
આ શાસ્ત્રમાં ____ ____ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે
આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે
પુરુષો તથા સ્ત્રીઓ સર્વે _____ અધિકારી છે, સર્વે _____ અધિકારી છે અને સર્વે ____ અધિકારી છે.
પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મવિદ્યાના અધિકારી છે.
____ લિંગભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની ___ રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે.
સત્સંગમાં લિંગભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે.
સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય ____, ___ અને ____ અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો.
સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો.
ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે. તેમાં ન્યૂનાધિકભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ___ છે
ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે. તેમાં ન્યૂનાધિકભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે
સ્વામિનારાયણ ભગવાનને વિષે અનન્ય, દૃઢ અને પરમ ભક્તિ માટે આશ્રય______ ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો.
સ્વામિનારાયણ ભગવાનને વિષે અનન્ય, દૃઢ અને પરમ ભક્તિ માટે આશ્રયદીક્ષામંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો.
ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો ____ સુખી
અક્ષરગુરુયોગેન ______
ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી।
અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત્॥†