5 Flashcards
આપત્કાળ પ્રાપ્ત થતાં
આપત્કાળ પ્રાપ્ત થતાં અન્યની રક્ષા માટે સ્પર્શ કરવામાં દોષ નથી. પરંતુ જો આપત્કાળ ન હોય તો સદાય નિયમોનું પાલન કરવું.
ધર્મ અને સંસ્કારોનો
ધર્મ અને સંસ્કારોનો નાશ કરે એવાં અશ્લીલ દૃશ્યો જેમાં આવતાં હોય તેવાં નાટકો કે ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવાં.
જેણે કરીને કામવાસના
જેણે કરીને કામવાસના વૃદ્ધિ પામે તેવી વાતો કે ગીતો ન સાંભળવાં, પુસ્તકો ન વાંચવાં તથા તેવાં દૃશ્યો ન જોવાં.
પોતાને પ્રાપ્ત થતી .
પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે દશમો કે વીશમો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા-પ્રસન્નતા માટે અર્પણ કરવો.
નાના બાળકો તથા
નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી. દુરાચાર, કુસંગ અને વ્યસનોનો ત્યાગ કરવો.
વિદ્યાર્થીએ
વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં.
બાળપણથી જ સત્સંગ,
બાળપણથી જ સત્સંગ, ભક્તિ અને પ્રાર્થના કરવાં. પ્રતિદિન પૂજા કરવી તથા માતા-પિતાને પંચાંગ પ્રણામ કરવા.
કુમાર તથા
કુમાર તથા યુવાન અવસ્થામાં વિશેષ સંયમ પાળવો. શક્તિનો નાશ કરે એવા અયોગ્ય સ્પર્શ, દૃશ્ય વગેરેનો ત્યાગ કરવો.
આ લોકમાં
આ લોકમાં સંગ બળવાન છે. જેવો સંગ હોય તેવું જીવન બને. આથી સારા મનુષ્યોનો સંગ કરવો. કુસંગનો સર્વથા ત્યાગ કરવો.
જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં
જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્યભાવ જોતો હોય અને નિયમ પાળવામાં શિથિલ હોય તેનો સંગ ન કરવો.
સત્સંગમાં જે મનુષ્ય
સત્સંગમાં જે મનુષ્ય અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર હોય, દુર્ગુણોની વાત ન કરતો હોય, સુહૃદભાવવાળો હોય તેનો સંગ આદર થકી કરવો.
વચનામૃત,
વચનામૃત, સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુઓનાં જીવનચરિત્રો નિત્યે ભાવથી વાંચવાં.
અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ
અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ નિષ્ઠા રાખવી. તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી.
અન્ય ધર્મો,
અન્ય ધર્મો, સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિષે દ્વેષ ન કરવો. તેમની નિંદા ન કરવી. તેમને સદા આદર આપવો.
એકાદશીનું વ્રત
એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું. તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી.