Milestone-3 Flashcards
ભગવાન સદાય સર્વકર્તા
ભગવાન સદાય સર્વકર્તા, સાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશાં પ્રગટ રહે છે. (૧૦૬)
અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ દ્વારા
અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાનાં સકળ ઐશ્વર્યો સહિત, પરમાનંદ અર્પતાં થકાં સદાય પ્રગટ રહે છે. (૧૦૭)
અક્ષરબ્રહ્મ ગુરુને વિષે
અક્ષરબ્રહ્મ ગુરુને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી. તેમને વિષે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવાં. (૧૦૮)
સ્વામિનારાયણ મંત્ર દિવ્ય
સ્વામિનારાયણ મંત્ર દિવ્ય, અલૌકિક અને શુભ મંત્ર છે. સ્વયં શ્રીહરિએ આ મંત્ર આપ્યો છે. સર્વ ભક્તોએ તેનો જપ કરવો. આ મંત્રમાં ‘સ્વામિ’ શબ્દથી અક્ષરબ્રહ્મને સમજવા અને ‘નારાયણ’ શબ્દથી તે અક્ષરબ્રહ્મથી પર એવા પુરુષોત્તમને સમજવા. (૧૦૯-૧૧૦)
આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે
આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પ્રબોધ્યો. ગુણાતીત ગુરુઓએ તેનું દિગંતમાં પ્રવર્તન કર્યું. શાસ્ત્રીજી મહારાજે તેને મૂર્તિમાન કર્યો. ગુરુઓના જીવનચરિત્ર-ગ્રંથોમાં તેની પુનઃ દૃઢતા કરાવવામાં આવી. આ સિદ્ધાંતને ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરથી લખી સ્થિર કર્યો. સાક્ષાત્ ગુરુહરિના પ્રસંગથી આ સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. તે આ સનાતન મુક્તિપ્રદ સિદ્ધાંતને જ દિવ્ય ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ કહેવામાં આવે છે. (૧૧૧-૧૧૪)
આવા પરમ
આવા પરમ દિવ્ય સિદ્ધાંતનું ચિંતવન કરતાં કરતાં નિષ્ઠાથી અને આનંદ-ઉત્સાહપૂર્વક સત્સંગ કરવો. (૧૧૫)
ત્રણ દેહથી
ત્રણ દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપની વિભાવના કરી સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી. (૧૧૬)
સત્સંગનો આશરો પોતાના
સત્સંગનો આશરો પોતાના દુર્ગુણોને ટાળવા, સદ્ગુણોને પ્રાપ્ત કરવા અને પોતાના પરમ કલ્યાણ માટે કરવો. (૧૨૬)
સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા
સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદા સત્સંગનો આશરો કરવો. (૧૨૭)
અહો! આપણને
અહો! આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. તેમની પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો. (૧૨૮)
ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ
ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ ન જોવો. કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. (૧૩૧)
ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ
ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ દૃઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. (૧૩૨)
મુમુક્ષુઓએ પ્રત્યક્ષ
મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો. (૧૩૪)
અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે
અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે દૃઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. (૧૩૫)
અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો
અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત્ કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. (૧૩૬)