Milestone-1 Flashcards
(૧) સ્વામિનારાયણ ભગવાન એટલે
(૧) સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે.
(૨) આ દેહ
(૨) આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી.
(૩) લૌકિક વ્યવહાર
(૩) લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે. તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી.
(૪-૫) સર્વ દોષોને
(૪-૫) સર્વ દોષોને ટાળવા, બ્રહ્મસ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો.
(૬) તેથી પરબ્રહ્મ
(૬) તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત્ અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી.
(૭) આ સત્સંગનું
(૭) આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી ‘સત્સંગદીક્ષા’ એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે.
(૮-૯) સત્ય એવા
(૮-૯) સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે.
(૧૦) દીક્ષા એટલે
(૧૦) દીક્ષા એટલે દૃઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક્ સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દૃઢ આશરો.
(૧૮) સ્વામિનારાયણ ભગવાનને વિષે
(૧૮) સ્વામિનારાયણ ભગવાનને વિષે અનન્ય, દૃઢ અને પરમ ભક્તિ માટે આશ્રયદીક્ષામંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો.
(૧૯) ધન્યોસ્મિ
(૧૯) ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી।
અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત્॥
(૨૨) આ સંસારમાં
(૨૨) આ સંસારમાં બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મવિદ્યાનો તત્ત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે.
(૨૩) અક્ષરબ્રહ્મ ગુરુ
(૨૩) અક્ષરબ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિષે બ્રહ્મભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે.
(૨૪) બ્રહ્મસ્વરૂપ ગુરુ
(૨૪) બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય.
(૨૫) આથી સર્વ
(૨૫) આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો.
(૪૪) ભગવાન સર્વકર્તા છે,
(૪૪) ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારાં સર્વે સંકટોના ટાળનારા છે.
(૪૫) ભગવાન જે કરે
(૪૫) ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઇચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે.
(૪૬) મારાં વિઘ્નો
(૪૬) મારાં વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ.
(૪૭) કારણ કે
(૪૭) કારણ કે મને સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ.